Comments

પવન ખેરા પ્રકરણ: ચેતવણીના ઘંટ સમાન

દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોંગ્રેસનાં મિડીયા અને પબ્લીસીટી વિભાગના વડા પવન ખેરાને વિમાનમાંથી ઉતારી મૂકી તેમની ધરપકડ કરવાના બનાવમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં માત્ર એક ઘટનાથી પણ દેશમાં બહુમત રાજકારણનું પ્રતિબિંબ પાડતી ઘટના છે. ખેરા પક્ષની પંચ્યાસીમાં ખુલ્લા અધિવેશનમાં ભાગ લેવા જતા હતા. દિલ્હી વિમાની મથકની સુરક્ષા ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી સિકયુરીટી ફોર્સ અને દિલ્હી પોલીસ અને આસામ પોલીસે ધરપકડ કરી હતી. તેમનો કહેવાતો ગુનો એ હતો કે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીના પિતાનું નામ ખોટું કહ્યું હતું.

વિમાન ઊડે તે પહેલાં આટલી ફામ-ફોસની જરૂર હતી? ખેરાએ આવું અંતિમ પગલું ભરી શકાય તેવો જઘન્ય અપરાધ કર્યો હતો? મોદીના પિતાનું નામ ખોટું બોલવા બદલ ખેરાને અવશ્ય વખોડી શકાય. જો કે આટલી બધી ફામફોસ કેમ?  ઉત્તરપ્રદેશનાં પોલીસ ડિરેક્ટર જનરલ વિક્રમને આ કામગીરીમાં ધરપકડ ગંભીર બાબત હોય તે રીતે પૂછપરછ કરી હતી. સુપ્રિમ કોર્ટ આખી કામગીરીનું ગંભીર ધોરણે સ્થાપિત કર્યું છે. જેનું અનુસરણ થવું ઘટે, પણ કમનસીબે પોલીસ અધિકારીઓ દેખીતી રીતે રાજાને વધુ પડતા વફાદાર રહીને કામગીરી કરે છે એમ તેમણે એક ટી.વી. ચર્ચામાં કહ્યું હતું.

ગુનો અત્યંત જઘન્ય હોત તો સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન ન આપ્યા હોત અને તે પણ આટલા જલ્દી. તેમણે તો માત્ર ખેરા જ નહીં તમામ રાજકારણીઓને ચેતવણી આપી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ઝડપી દરમ્યાનગીરી આ પ્રશ્નનો જવાબ આપે છે. આવી ઘટનાનો ભોગ બનેલા પહેલા જ રાજકારણી નથી, પણ આ ધરપકડ કરનારા આપણા દેશમાં ચાલતા અંતિમવાદ સર્જક. આવાં લોકો રાજકારણની વિવાદાસ્પદ બાબતોમાં કમર તોડ ઘટ મારે છે. ખેરા પ્રસંગ રાજકારણીઓ અને પત્રકારો માટે જાગૃતિકારક બનવો જોઈએ ધિક્કાર નહીં. ચર્ચા મહત્ત્વની બનવી જોઈએ નહીં તો એ પ્રકરણ ખરાબ પ્રથા બનશે. તે લોકશાહીની ભાવના વિરુધ્ધ છે.

રાજકીય પક્ષો ઓછે વત્તે અંશે ઈલેક્ટ્રોનિક મિડીયા અને સોશ્યલ મિડીયા સાથે ભૂલ કરી રહ્યા છે અને લોકપ્રિયતાનો માપ કાઢવા ખુલ્લી ચર્ચા કેમ નહીં થાય. રાજકીય પક્ષોના મતમતાંતર તે લોકશાહીની નિશાની છે. તેને સરકાર કયા પક્ષની છે તે જોયા જાણ્યા વગર પ્રોત્સાહન આપવું જોઈએ. વિરોધી મતનો ધિક્કાર ધ્રુવીકરણ તરફ લઈ જાય છે અને આજે પવન ખેરા જેવા બનાવ બનતાં જ રહેશે અને નાગરિક સભ્યતાનો લોપ થશે. તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ખ્યાલ રાખવો જોઈએ.જેથી રાજકારણનું સ્તર ઉંચુ આવે. પવન ખેરા પ્રકરણમાં અંગત ટિકા ટિપ્પનનો રાજકીય પક્ષોનાં આવગેવાનોએ આક્ષેપ કર્યો તે યોગ્ય છે? રાજકીય વિરોધીઓ દુશ્મન છે.

રાજકીય પક્ષોએ વૈચારિક અને રાજકીય નીતિઓના શસ્ત્રથી લડવાનું છે તે દેશનાં હિતમાં છે તેની પરંપરા અને માર્ગ પ્રસ્થાપિત થયેલા છે. ગમા અણગમા વચ્ચે લાવ્યા વગર સાચી દલીલ કરી શકાય. ભૂતકાળમાં આવું થયું છે. કોઈ પણ રાજકીય પક્ષોના કાર્યકરો પોતાના નેતાઓની તપાસ કરીને ચર્ચામાં નકલ કરતા હોય છે. રાજકીય પક્ષો અને ટી.વી. ચેનલના વક્તાઓએ વલણ બદલવું પડશે. અંગત આક્ષેપો મજબૂત દલીલોનું સ્થાન ન લઈ શકે. શંકર અને લક્ષ્મણ ધારદાર કટાક્ષથી રાજકીય પ્રહાર કરતા પણ પી. ચિદમ્બરમનો તેમના પ્રત્યેનો પ્રતિભાવ સૌમ્ય હતો. તેઓ આંખુ તંત્ર માથે નહોતા લેતા. વિવાદ અને અસહિષ્ણુતાથી ભરેલ ધિક્કારની અસર લોકશાહી પર તમામ સ્તરે ખરાબ પડશે. પવન ખેરા પ્રકરણ ખાસ કરીને અંગત રાજકીય અદાવતમાં હિસાબ સરભર કરવા નિકળેલા લોકો માટે ચેતવણીના ઘંટ સમાન છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top