અંકલેશ્વરના જૂના દીવા રોડ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીના બંધ મકાનમાં લાખોની મત્તાની ચોરી ચોરો ફરાર થઈ ગયા હતા. ઘર માલિક મહેન્દ્રભાઇ નાથુભાઈ આહીર પોતાના પરિવાર સાથે ગણપતિ વિસર્જનમાં સહભાગી થવા નવસારી ખાતે સાસરીમાં ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા. તેઓ બીજે દિવસે સવારે તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારા ઘરના મુખ્ય દરવાજનું લોક તૂટેલું છે અને તેઓના ઘરની લાઇટ ચાલુ છે.
જે બાદ તેઓ તેમના પરિવાર સાથે અંકલેશ્વર પરત ફર્યા હતા. તેમણે ઘરમાં તપાસ કરતા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. 2,06,550ની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. જે અંગે મહેન્દ્રભાઈએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.