વડોદરા : ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રીનાથ ક્લાસિકમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગાડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બીજા બનાવમાં ઓપી રોડ રાજલક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે આર્કિટેકની ઓફિસમાં કામ કરતો યુવાન અચાનક બેભાન થઈ જતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. શહેરના મિલીટ્રી બોયઝ હોસ્ટેલ ચાર રસ્તા નતાશા પાર્કની સામે આવેલા શ્રીનાથ ક્લાસિકમાં મકાન નં બી-202માં રહેતા 30 વર્ષીય શીતલબેન અંકુશ મોરે મકાનમાં બેડરૂમમાં અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.અંકુરભાઇ ભાગવત મોરે નંદેશરીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેઓને સંતાનમાં એક બે વર્ષની દીકરી છે. ગતરોજ તેઓ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા. ત્યારે વાજો ખખડાવતા કોઈએ દરવાજો નહીં ખોલતા ડીલેવરી બોયે પાડોશીને જાણ કરી હતી.
પાડોશીએ દરવાજો ખખડાવતા બે વર્ષની દીકરીએ દરવાજો ખોલ્યો હતો. ઘરમાં તે મોબાઈલ ઉપર ગેમ રમી રહી હતી. પાડોશીએ તેની માતા શીતલબેન ક્યાં છે.તેમ પૂછતા દીકરીએ મમ્મી બેડરૂમમાં છે તેમ જણાવ્યું હતું. પાડોશીએ બેડરૂમમાં જઈ તપાસ કરતા નતાશાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા.જેથી પાડોશીએ બનાવની જાણ તેમના પતિ અંકુશને કરતા તુરંત તેઓ ઘરે દોડી આવ્યા હતા. પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા. ફતેગંજ પોલીસનો સ્ટાફ સ્થળ પર આવી મૃતદેહને ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જણાયું છે. સમગ્ર તપાસ એસીપીએ ડિવિઝન કરી રહ્યા છે. જ્યારે અન્ય બનાવમાં શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલ વિનાયક સોસાયટીમાં રહેતો 23 વર્ષીય પ્રવીણ શેઠ જુના પાદરા રોડ ઉપર રાજ લક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે આર્કિટેકની ઓફિસમાં બેભાન જેવી હાલત થઈ જતા તુરંત ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.