સુરત(Surat): સગરામપુરા (Sagrampura) તલાવડી વિસ્તારમાં એક વિચિત્ર ઘટનામાં માસુમ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોલમાં ઇલેક્ટ્રિક હિટરથી (Electric Heater) પાણી (Water) ગરમ કરતી વેળાએ માસુમ બાળકે ડોલમાં હાથ નાખતા કરંટ (Current) લાગતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
8 વર્ષનો મોહમ્મદ આકીબ ધોરણ-3 નો વિદ્યાર્થી અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પિતાએ કહ્યું બસ વાળ કપાવી ને આખા પરિવાર ને બાઇક પર રાઉન્ડ મરાવવા લઈ જવાનો હતો અને ફોન આવતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મોહમ્મદ આરીફ શેખ (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે ઘટના રવિવાર ની રાત્રે 9:30 વાગ્યા ની હતી. હું કામ પરથી ઘરે આવ્યા બાદ આકીબને લઈ વાળ કપાવવા ગયો હતો. જયાંથી એ મારી પાસે 10 રૂપિયા લઈ ઘરે પરત આવી ગયો હતો. બસ થોડીવારમાં ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આકીબને કરંટ લાગ્યો છે. દોડીને ઘરે ગયો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરી દેવાયો હોવાનું સાંભળી શોકમાં સરી પડ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, આકીબ બે દીકરીઓ પર એકનો એક દીકરો હતો. બે બહેનોનો એક નો એક ભાઈ હતો. ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. રવિવારની રજા માં બાઇક પર રાઉન્ડ મરાવવા લઈ જવાનું આયોજન કર્યું હતું. બસ તૈયાર થઈ બહાર ફરવા જવાની કેટલીક મિનિટો પહેલા જ દુર્ઘટના બની હતી. નાની દિકરી એ કહ્યું હતું કે ભાઈ પાણી ભરેલી ડોલમાં હાથ નાખતા જ ઢળી પડ્યો હતો. જેથી મમ્મી ને બૂમ પાડી બોલાવી હતી. પાણી ગરમ કરવા ડોલમાં ઈલેક્ટ્રીક હીટર નાખ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું જે તેઓ બગ્ગી ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. ભગવાને બે દીકરી પર એક નો એક દીકરો આપ્યો હતો. ઘરમાં બધાનો લાડકો હતો. બન્ને બહેનોનો એકનો એક ભાઈ હોવાથી એનો ખ્યાલ રાખવામાં કોઈ કસર બાકી રાખતા ન હતા. બાઇક પર ફરવા લઈ જવાની જીદ પણ એની જ હતી. દર રવિવારે પરિવાર સાથે બાઇક પર એક રાઉન્ડ મારવાનો અને ટોકન રૂપિયા લઈ ને ખુશ રહેતા દીકરા સાથે જીવવાની મજા જ કઈ અલગ હતી.