પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નં. 48 (National Highway 48) પર શનિવારે સવારે 11 કલાકે જુની મામલતદાર કચેરી સામે એક સાથે 4 કાર (Car) એક પાછળ એક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેની જાણ પોલીસને થતા સ્થળ પર આવી પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
વલસાડથી વાપી તરફ જતા ટ્રેક પર ઢોર આવી ચઢતા કાર ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. જેની પાછળ આવતી અન્ય 3 કાર પણ એક પાછળ એક અથડાઈ હતી. હાઈવેની બેદરકારીના કારણે ગાય હાઇવે પર આવી જતા અકસ્માતમાં મારૂતિ સિયાઝ કાર ન. જી.જે. 06 પી.એ. 5998, ફોર્ડ કાર ન. જી.જે. 11 સી.ડી. 2828 માં ભારે નુકશાન થવા પામ્યું હતું. અને કારનું રેડિયટર તૂટી ગયું હતું. જ્યારે અન્ય બે કારમાં વધુ નુકસાન નહીં થતા તેઓ સ્થળ પરથી નીકળી ગયા હતા. જોકે અકસ્માતમાં કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેની જાણ પોલીસને થતા સ્થળ પર આવી પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.