નવી દિલ્હી: જેનું નામ પનામા (Panama) પેપર લીકમાં (Paper leak) બહાર આવ્યું છે તેવા એક શખ્સની માલિકીની એક ચીની કંપની (Chinese company) દ્વારા મોકલવામાં આવતા ગેરકાયદે ભંડોળો તેલંગાણા (Telangana) સ્થિત કેટલાક ગ્રેનાઇટના ઉદ્યોગોને મોકલવામાં આવતા હતા, જેનો ઘટસ્ફોટ અને ગ્રેનાઇટ નિકાસકારોના પરિસરો પર પાડવામાં આવેલા દરોડાઓ પડ્યા હતા. જેમના પર દરોડાઓ પાડવામાં આવ્યા છે તેમાં રાજ્યના કલ્યાણ મંત્રી ગંગુલા કમલાકરનો પણ સમાવેશ થાય છે એવો દાવો ઇડીએ કર્યો છે.અનેક ગ્રેનાઇટ કંપનીઓ પર ઇડીના દરોડા, જેમને ત્યાં દરોડા પડ્યા તેમાં તેલંગાણાના એક મંત્રીનો પણ સમાવેશ થાય છે,
ગેરકાયદે રીતે વધારે પડતો ગ્રેનાઇટ ચીન નિકાસ કરાતો હોવાનો આરોપ
આ ફેડરલ એજન્સીએ ફેમાની જોગવાઇઓ હેઠળ સ્વેતા ગ્રેનાઇટ, સ્વેતા એજન્સીઝ, શ્રી વેંકટેશ્વરા ગ્રેનાઇટ પ્રાઇવેટ લિ., અરવિંદ ગ્રેનાઇટ્સ, ગિરિરાજ શિપિંગ એજન્સીઝ વગેરે પેઢીઓ પર દરોડાઓ પાડ્યા છે. મંત્રી કમલાકર પણ આમાંની કેટલીક કંપનીઓ સાથે સંકળાયેલા છે, જેમના પર દરોડાઓ પાડવામાં આવ્યા છે. કે.સી. આર. સરકારમાં પછાત વર્ગ કલ્યાણ અને અન્ન ખાતું સંભાળતા આ મંત્રી આ દરોડાઓ વખતે વિદેશમાં હતા અને તેમણે જણાવ્યું છે કે તેઓ તપાસમાં પુરો સહકાર આપશે. ઇડીએ અલબત્ત, પોતાના નિવેદનમાં કમલાકરનું નામ લીધું ન હતું.
નિકાસ કરતી વખતે તેની ઓછી નોંધ બતાવવામાં આવતી હતી
ઉપર જણાવેલી કંપનીઓ ચીન, હોંગકોંગ તથા અન્ય દેશોમાં કાચા ગ્રેનાઇટની નિકાસ કરે છે. શોધખોળ દરમ્યાન એવું જણાયું હતું કે નિકાસ માટેના માન્યતા અપાયેલા જથ્થા કરતા વધુ જથ્થો નિકાસ કરવામાં આવતો હતો અને નિકાસ કરતી વખતે તેની ઓછી નોંધ બતાવવામાં આવતી હતી. ગ્રેનાઇટના નિકાસકારોના કર્મચારીઓના નામે અનેક બેનામી ખાતાઓ પણ મળી આવ્યા છે જેમાં ગ્રેનાઇટની ગેરકાયદે નિકાસના નાણા જમા કરાવવામાં આવતા હતા. જેમના તરફથી ભંડોળો મોકલાયા હતા તે ચીની કંપનીઓ લી વેનહુઓના નામની હોવાનું કહેવાય છે જેનું નામ પનામા લીકમાં બહાર આવ્યુ હતું.