Dakshin Gujarat

પલસાણાના જતપોરમાં ટામેટાંની આડમાં ટેમ્પોમાં થતી હતી દારૂની હેરાફેરી, આ રીતે પકડાયા

પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે પલસાણાના જતપોર ગામની (Village) સીમમાંથી ટામેટાં ભરેલા પિકઅપ ટેમ્પોમાંથી 3 લાખથી વધુનો વિદેશ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં ટેમ્પોચાલક નાસી જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • પલસાણાના જતપોરમાં ટામેટાંની આડમાં ટેમ્પોમાં દારૂની હેરાફેરી
  • જિલ્લા એલસીબીએ ત્રણ લાખનો દારૂ ઝડપી પાડ્યો, ચાલક ફરાર

સુરત ગ્રામ્ય LCBની ટીમ પલસાણા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પિકઅપ નં.(MH 17 BY 6237)માં પાછળના ડાલામાં ટામેટાં ભરેલાં કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી બારડોલીથી કડોદરા તરફ જનાર છે. જેના આધારે સુરત ગ્રામ્ય LCBની ટીમે પલસાણાના જતપોર ગામની સીમમાં વોચ ગોઠવી બાતમીવાળા પિકઅપ ટેમ્પોને ઝડપી પાડી ટામેટાં ભરેલાં કેરેટોની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલ નંગ-2064 કિં.રૂ.3,09,600 તેમજ બોલેરો પિકઅપની કિં.4 લાખ મળી કુલ 709600નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે સુરત ગ્રામ્ય LCBએ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

ઝઘડિયા તાલુકામાં બે સ્થળે દારૂ સાથે રૂ.૨૩ લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ, ઝઘડિયા: ભરૂચ LCB ટીમે ગુરુવારે ઝઘડિયામાં પેટ્રોલિંગ દરમિયાન બે સ્થળેથી વિદેશી દારૂના માતબર જથ્થા સાથે દમણ નજીક વાપી GIDCના બે ઇસમને દબોચી લીધા હતા. આ કેસમાં સુરત જિલ્લાના કુંભારિયાનો વતની અને વાપીના બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે. બંને ઘટનામાં કુલ મળી રૂ.૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથેનો જથ્થો ઝડપાતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

ગુરુવારે ભરૂચ LCBની ટીમ ઉમલ્લા પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ઉમલ્લા નજીકથી એક આઇસર ટેમ્પોમાં ભરેલા કોટન યાર્નની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂની બોટલો નંગ-૩૧૩૨, બે નંગ મોબાઇલ, કોટન યાર્ન કાર્ટુન નંગ-૩, રોકડ રકમ તેમજ આઇસર ટેમ્પો મળી કુલ રૂ.૨૨,૮૯,૮૫૫નો મુદ્દામાલ કબજે લઇ રાહુલ ભગવાનદાસ મિશ્રા (રહે., ન્યૂ હાઉસિંગ બોર્ડ, મહાકાલી મંદિર પાસે, મ.નં.૫૩૮, ગૂંજન વાપી GIDC, જિ.વલસાડ) અને અશ્વિન બાબુ પંચાલ (રહે., ન્યૂ હાઉસિંગ બોર્ડ, બિલ્ડિંગ નં.૧૬, રૂમ નં.૪૪૭, ગુંજન, વાપી GIDC, જિ.વલસાડ)ને ઝડપી ઉમલ્લા પોલીસમથકમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમ જિગ્નેશ નવીન પટેલ (રહે.,કુંભારિયા, તા.ચોર્યાસી, જિ.સુરત) તેમજ જીતુ જાદવ (રહે.,વાપી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં ઉમધરા ગામની સીમમાં સંતાડેલો દારૂ રૂ.૯૧,૨૦૦ મળી આવ્યો હતો. ભરૂચ LBCએ આ સંદર્ભે મહેશ નટુભાઇ વસાવા (રહે.,સુથારપુરા, તા.ઝઘડિયા) વિરુદ્ધ રાજપારડી પોલીસમથકમાં ગુનો નોંધાવ્યો હતો.


Most Popular

To Top