SURAT

જૈનોના શેત્રુંજય અને સમેતશિખરની રક્ષા માટે યોજાઈ મહારેલી: સુરત સહીત ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ

સુરત : પાલીતાણામાં (Palitana) શેત્રુજ્ય ગિરિમથક અને બિહારના (Bihar) સમતમાં આવેલ જૈન તીર્થ ધામ ઉપરદબાણ ને લઈ અને મંદિર તોડવા ના વિરોધ માં જૈન સમાજ નો (Jain Society) વિરોધ વ્યક્ત કરાયો છે ત્યારે સુરતના વનિતા વિશ્રામ થી કલેકટર કચેરી સુધી એક મહારેલીનું (Mahareli) આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તરફ સુરત સહીત જિલ્લાના બારડોલીમાં આજે જૈનોની શેત્રુંજય અને સમેતશિખરની રક્ષા માટે વિરાટ રેલી નીકળી હતી. જૈનોના સૌથી મોટા અને પ્રમુખ મહાતીર્થ એવા શેત્રુંજય તથા સમેતશિખર મહાતીર્થની રક્ષા માટે રેલી યોજી હતી. ત્યારે સમગ્ર ગુજરાત અને ભારતમાં વિરોધની આંધી ફૂંકાઈ હતી. અમદાવાદના જૈન સમાજના લોકોએ પોતાની શક્તિ પ્રદર્શન કર્યું હતું. એક લાખ લોકોએ દસ કિલોમીટર સુધી કૂચ કરી. તેમના હાથમાં પ્લેકાર્ડ હતા.

મંચ પર વડાપ્રધાન મોદીની માતા હીરા બાનો ફોટો લગાવવામાં આવ્યો
જેના પર લખવામાં આવ્યું હતું કે જૈન સમાજ કમજોર નથી પરંતુ કમજોર છે. મોટી વાત એ છે કે રેલીના મંચ પર વડાપ્રધાન મોદીની માતા હીરા બાનો ફોટો લગાવવામાં આવ્યો હતો.પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા.

મુંબઈ દિલ્હી અને બીજા અનેકે મહાનગરોમાં વિરોધની આંધી ફૂંકાઈ
તે જ સમયે મુંબઈમાં પણ આવું જ ચિત્ર જોવા મળ્યું છે. રસ્તા પર ભારે ભીડ હતી. પોતાના તીર્થસ્થળને પ્રવાસન સ્થળ બનાવવા સામે હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. જાણે મુંબઈમાં રહેતા દરેક જૈન પરિવારમાંથી એક યા બીજા સભ્ય આ મેગા રેલીમાં ભાગ લેવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો મુંબઈ મહાનગરમાં જોવા મળ્યા હતા.દિલ્હીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. હજારો લોકો ઈન્ડિયા ગેટ પર પહોંચી ગયા છે. તેમના હાથમાં ધ્વજ અને પોસ્ટર બેનરો જોવા મળ્યા હતા. રેલીને રોકવા માટે પોલીસે બેરીકેટ્સ ગોઠવવા પડ્યા હતા. પરંતુ તેમ છતાં લોકો બેરીકેટ પર ચઢીને વિરોધ કરી રહ્યા હતા.

આ આંદોલન પાછળનું કારણ શું છે?
જૈન સમાજ “શ્રી સમેદ શિખર તીર્થ” અને શેત્રુંજય પ્રવાસન સ્થળ બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. શ્રી સમેદ શિખર તીર્થ ઝારખંડમાં આવેલું છે. તેની પાછળની દલીલ એવી છે કે તેને પર્યટન સ્થળ બનાવવાથી તીર્થની પવિત્રતા જોખમાય છે. પ્રવાસીઓ સ્થળનું નિર્માણ કરવાનો નિર્ણય ઝારખંડ સરકારે લીધો છે. તો આ તરફ સમત શિખર માટેની લડત હવે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે જૈનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના હીરાચંદ નગર ખાતે આવેલા કુંથુનાથ જિનાલયથી આ રેલીની શરૂઆત થઈ હતી. જે તાલુકા સેવાસદન ખાતે પહોંચશે.

Most Popular

To Top