National

જાતીય શોષણનો ખોટો આરોપ લગાડનાર સિંગરને કોર્ટે આપી ત્રણ વર્ષ જેલની સજા

‘મેરે બ્રધર કી દુલ્હન’ ( mere brother ki dulhan) થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર પાકિસ્તાની અભિનેતા અને ગાયક અલી ઝફર ( ali jafar) પર પાકિસ્તાની સિંગર અને અભિનેત્રી મિશા શફી ( misha shafi)) પર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં પાકિસ્તાનની અદાલતે ( pakistan court) અલીને નિર્દોષ જાહેર કર્યો હતો. મીશા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા સાબિત થયા હતા.

બાદમાં અલીએ મીશા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો. તેણે સામાજિક ઇમેજને દૂષિત કરવા બદલ વળતરની માગ કરી હતી. મીશાને પાકિસ્તાની કોર્ટે દોષી ઠેરવી હતી અને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટના નિર્ણય બાદ મીશાએ ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.

મીશાએ #MeToo અભિયાન દરમિયાન અલી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મીશાએ આરોપ લગાવ્યો હતો કે અલીએ તેના ઘરે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેણે પરિસ્થિતિનો લાભ લેવાનો પણ આરોપ લગાવ્યો. આ કેસમાં પાકિસ્તાનની અદાલતે અલીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના નિર્ણય બાદ અલીએ મીશા સામે માનહાનિનો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, મીશાની વર્તણૂકથી સમાજમાં તેમની છબી જ દૂષિત થઈ નથી, પરંતુ તેના કામ પર પણ અસર પડી છે.

જ્યારે મીશા શફીએ અલી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે અલી ઝફરે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને નિવેદન જારી કર્યું હતું. તેમણે લખ્યું- ‘શફીએ મારા પર જે પણ આક્ષેપો કર્યા છે, તે હું તેમને નકારું છું. હું તેને કોર્ટમાં લઈ જઈશ અને તેના પર વ્યવસાયિક ધોરણે કાર્યવાહી કરીશ. ‘

માનહાનિના કેસમાં અલી ઝફરને મળી જીત , મીશાને 3 વર્ષ જેલની સજા કેટલાક વર્ષો પહેલા, મીશા શફીએ અલી ઝફર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, કોર્ટે માનહાનિના કેસમાં અન્ય 8 લોકોને પણ આરોપી ગણાવ્યા.

માનહાનિ કેસમાં પાકિસ્તાની ગાયિકા મીષા શફી ઘણી મુશ્કેલીમાં ફસાયેલી છે. તેને માનહાનિના કેસમાં સિંગર અલી ઝફર સામે કોર્ટે તેને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. થોડા વર્ષો પહેલા તેણે અલી ઝફર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મીશાએ ટ્વીટ કર્યું હતું કે ઉદ્યોગના સહયોગી અલી ઝફરે તેની ઘણી વખત જાતીય સતામણી કરી હતી. આ સાથે મીશાએ તેની સાથે બનેલા અન્ય જાતીય શોષણ વિશે પણ જણાવ્યું.

ટ્વિટમાં અલી ઝફરનો ઉલ્લેખ કર્યા પછી તેમણે લખ્યું – ‘આ ઘટનાઓ મારી સાથે નાનપણથી જ નહીં કે ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે જ થઈ છે તેમ નથી . એક શક્તિશાળી, કુશળ સ્ત્રી હોવા છતાં, જે તેનો અવાજ બોલી શકે છે, હોવા છતાં આ મારી સાથે થયું હતું . બે બાળકોની માતા બન્યા પછી પણ આવું બન્યું છે. મીશા શફીએ કરેલા આ આરોપને અલી ઝફરે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. તેણે મીશા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. અલીના તે કેસ પર હવે કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top