નવી દિલ્હી : પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) ઝરદારીએ શુક્રવારે ભરતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ઉલ્લેખ કરીને જે ટીપ્પણી કરી હતી તેને લઇને દેશ ભરમાં વિરોધની આંધી ફુંકાઈ છે. હવે આખા ભારતમાંથી ભુટ્ટોના નિવેદનને લઇ તીખી પ્રતીકીર્યાઓ આવી રહી છે. બીજેપીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ પાકિસ્તાનના વિદેશમંત્રીના આ નિવેદનને નિમ્ન કક્ષાનો કહી રહ્યા છે. હવે આ બબાલની વચ્ચે કોંગ્રેસે પણ પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટો દ્રવારા કરવામાં આવેલ બયાનની ઘોર નિંદા કરી રહ્યા છે.
- નેતાઓ અને કાર્યકર્તાઓ પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદનને નિમ્ન કક્ષાનો કહ્યો
- કોંગ્રેસે પણ પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટો દ્રવારા કરેલા નિવેદનની ઘોર નિંદા કરી
- બીજા દેશના નેતાઓ આપણા દેશના વડાપ્રધાન વિશે આવી ભાષા કેવી રીતે વાપરી શકે
છત્તીસગઢના મુખ્યમંત્રીએ શું કહ્યું?
બિલાવલ ભુટ્ટોએ ગતરોજ ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને કસાઈ કહ્યા હતા અને તેમને હિટલરની વિચારધારા વાળા પણ કહ્યા હતા. ભુટ્ટોના આ નિવેદનની સાથે જ ખલબલી મચી ગઈ હતી તેની સામે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં કહ્યું કે હું બિલાવલ ભુટ્ટોના નિવેદનની નિંદા કરું છું. વડાપ્રધાન વિશે આ પ્રકારનું નિવેદન સહન કરવામાં આવશે નહીં. આનો યોગ્ય જવાબ આપવો જોઈએ. બીજા કોઈ દેશના નેતાઓ આપણા દેશના વડાપ્રધાન વિશે આવી ભાષા કેવી રીતે વાપરી શકે. ભૂપેશ બઘેલે કહ્યું કે અમે વડાપ્રધાનની સાથે ઉભા છીએ. બઘેલે કહ્યું કે અમારી અલગ અલગ રાજકીય વિચારધારા છે પરંતુ તે દેશ વિશે છે અને મોદી આપણા પીએમ છે.
પાકિસ્તાનની નીચલી કક્ષાની માનસિકતા દેખાઈ આવી
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદની બેઠકમાં પાકિસ્તાન ઉપર જોરદાર પ્રહાર કર્આયા હતા. અને ત્યારબાદ ભુટ્ટો તરફથી આવા આપત્તિ જનક નિવેદનો કરતી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જય શંકરે પાકિસ્તાનને સંબોધીને કહ્યું હતું કે પાકિસ્તાન આંતકવાદને ભરપુર સમર્થન આપે છે. ભારતે શુક્રવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના વ્યક્તિગત હુમલા પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવી ટિપ્પણીઓ પાકિસ્તાનનું નીચું સ્તર દર્શાવે છે અને આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે પણ નવું નીચલું સ્તર દર્શાવે છે. ન્યૂયોર્કમાં ભુટ્ટોની ટિપ્પણી પર વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રીની નિરાશા તેમના પોતાના દેશમાં આતંકવાદી સાહસોના માસ્ટરમાઇન્ડ્સ તરફ નિર્દેશિત કરવામાં આવશે, જેમણે આતંકવાદને તેમની રાજ્યની નીતિનો એક ભાગ બનાવ્યો છે.