મુલતાન : પાકિસ્તાન (Pakestan ) અને ઈંગ્લેન્ડ (Englend) વચ્ચેની ત્રણ મેચોની રમાયેલી શ્રેણીમાં બીજી મેચ મુલતાનમાં (Multan) રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 26 રને હરાવીને મેચની સિરીઝ ઉપર કબ્જો કર્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું છે. આથી પહેલા વર્ષ 2000ની સાલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું હતું. તે સમયે નાસિર હુસૈન ટીમના કેપ્ટન હતા. બીજી ટેસ્ટ મેચ પણ પ્રથમ મેચની જેમ રોમાંચથી ભરેલી હતી. મેચના ચોથા દિવસે પાકિસ્તાનને 157 રનની જરૂર હતી. આ સાથે જ ઈંગ્લેન્ડને 6 વિકેટ મળી હતી. આ મેચ સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાં હતી. પરંતુ બેન સ્ટોક્સની ટીમે શાનદાર રીતે મેચમાં પુનરાગમન કરીને મેચ જીતી લીધી હતી.
મેચના કેટલાક રોમાંચક અંશો
આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 281ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરી રહેલા અબરાર અહેમદે 7 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન પાસે આ મેચમાં મોટી લીડ લેવાની સારી તક હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 202 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેક લીચે આ ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી જ્યારે માર્ક વુડ અને જો રૂટે 2-2 વિકેટ લીધી હતી.
પાકિસ્તાનને 202 રન સુધી સીમિત રાખ્યા બાદ ઇંગ્લેનડ પાસે તેની બીજી ઇનિંગમાં 79 રનની લીડ હતી. આ લીડને વધારવા માટે હેરી બ્રુક રેનનું મહત્વનું યોગદાન રહ્યું. બીજી ઇનિંગમાં હેરી બ્રુક રેને 108 રનની મદદથી ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 355 રનો ટાર્ગેટ આપ્યો હતો.પાકિસ્તાન પાસે આ રનને સેઝ કરવા અઢી દિવસનો સમય હતો.અને ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને 4 વિકેટ ખોઈને 198 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડની ડુ ઓર ડાય જેવી સ્થિતિ હતી|
ઈંગ્લેન્ડની ટીમ આ મેચમાં ખરાબ રીતે પીટાઈ ચુકી હતી પરંતુ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ માટે મેચમાં પાછું ફરવું અત્યંત મહત્વપૂર્ણ હતું અને બેન સ્ટોક્સની ટીમે ડુ ઓર ડાય ની રમત રમી ગયા હતા. અને મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 328ના સ્કોર પર ઓલઆઉટ કરી મેચ જીતી લીધી હતી. માર્ક વૂડે બીજી ઇનિંગમાં 4 મહત્વની વિકેટ લીધી હતી. મેચમાં શાનદાર સદી ફટકારવા બદલ હેરી બ્રુકને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અબરાર અહેમદને મેચનો સર્વશ્રેષ્ઠ બોલર જાહેર કરવામાં આવ્યો હતો.