Top News

More Posts

   The Latest

Most Popular

મીડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીનો ચોથા આધાર સ્તભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવાનુ છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોચાડવાનુ છે. પણ પાછલા કેટલાક વર્ષોથી મીડિયાની હરોળમાં સોશિયલ મીડિયાએ પણ સ્થાન લીધુ છે. પરિણામે સામાન્ય નાગરિક પોતાનો અવાજ પણ સારી રીતે તેના થકી રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે ટીવી ચેનલોની પણ જાણે આ સોશિયલ મીડિયા વચ્ચે હરીફાઈ લાગી હોય તેમ પણ લાગી રહ્યું છે અને કોન્ટેન ક્રિએટરો જે વિષયો ટીવી પર દેખાડવામાં આવતા નથી તેવા વિષયોને આવરી રહ્યા છે.

તેના પરિણામે લોકોનો એક વર્ગ સોશિયલ મીડિયા તરફ વધારે વળ્યો હોય તેમ લાગી રહ્યુ છે. લોકોની વચ્ચે જઈ તેમના મન કી બાત બહુ ઓછી ટીવી સમાચાર ચેનલો કરે છે. સાંજની પ્રાઈમ ટાઈમની ડીબેટોમાં ધાર્મિક મુદ્દાઓ, જોરજોરથી બુમો પાડતા ટીવી એન્કરો સિવાય બીજુ કશુ જોવા મળે છે ખરુ? બદલાતા સમય સાથે બદલાતી તાસીર સાથે ટેલિવિઝન મીડિયાનુ સ્વરૂપ બદલાયુ છે. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેના જ પરિણામે હવે ટીવીનો ઘણોખરો વર્ગ સોશિયલ મીડિયા તરફ વળી ગયો હોય તેમ લાગે છે. શહેરા, પંચમહાલ        – વિજયસિંહ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top