PCBની રેડ: દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, પિતા ગંગલાણી જેલભેગો, પુત્ર સહિત 3 વોન્ટેડ જાહેર! વડોદરા...
એક બાજુ “ગંદકી ન કરો”ના બોર્ડ, બીજી બાજુ અગોરાની પાઇપથી નદીમાં ગંદુ પાણી ! અગોરા સિટી સેન્ટર દ્વારા અગાઉ વિશ્વામિત્રી પર કરાયેલું...
માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાવા મજબુર ટ્રાફિક નિયમનનું પાલન કરાવતી પોલીસ પંપ માલિક સામે કાર્યવાહી કરવા નિષ્ફળ ( પ્રતિનિધી )વડોદરા,તા.15...
RPFનું મુસાફરોની હિલચાલ અને CCTV દ્વારા ચોવીસ કલાક નિરીક્ષણ મુસાફરોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને સલામત અને વ્યવસ્થિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સક્રિય...
વારસિયામાંથી અધીકૃત ન હોય તેવા રૂ.1.91 લાખના ફટાકડા જપ્ત, દુકાન સંચાલકની અટકાયત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ વડોદરા...
તૂટેલી દિવાલ પાછી રીપેર કરી પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું અલ્ટીમેટમ મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓએ એકત્ર થઈ બિલ્ડર મનોજ અને કેતન અગ્રવાલને આપી...
રાજ્ય સરકારે રેશન કાર્ડ અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેશનકાર્ડને હવે ગુજરાતમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં....
સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ઘટના, આગ ત્રણ કલાકે કાબુમાં આવી સોલ્વેન્ટ બેરલો ફાટતા અફરાતફરી સર્જાઈ વાઘોડિયા : સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર 246...
ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 12 વિધાનસભા મતવિસ્તારો માટે...
પહેલગામમાં આતંકી હુમલા બાદ એશિયા કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવી ભારતીય ક્રિકેટ ટીમે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતની આ નીતિનો...
ઇઝરાયલી આર્મી (IDF) ના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે જણાવ્યું હતું કે જ્યાં સુધી બધા બંધકોને પરત ન કરવામાં આવે...
વિરાટ કોહલી આગામી તા. 19 ઓક્ટોબરથી શરૂ થનારી ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા વિરાટ કોહલી ગુરુગ્રામ...
સુરત જિલ્લાના ખેડૂતો પર અંદાજે 2 હજાર કરોડના નુકસાનની તલવાર લટકી રહી છે. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કાકરાપાર જમણા કાંઠા નહેર...
ભોજપુરી સિનેમાના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ...
ડિવોર્સના એક કેસમાં સુપ્રીમ કોર્ટની કોમેન્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કોર્ટે કહ્યું કે, પત્નીએ પોતાના પતિને આંગળી પર નચાવવો જોઈએ નહીં....
ગાઝા શાંતિ પ્રસ્તાવ ઇજિપ્તની ધરતી પર પસાર કરવામાં આવ્યો છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, તુર્કી, ઇજિપ્ત અને કતારનો સમાવેશ થાય છે. ઘણા અન્ય...
દંપતી રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે જ અકસ્માત સર્જાયો, ઘાયલ મહિલાને સયાજી હોસ્પિટલ ખસેડાઈ; સમા પોલીસે ટ્રક જપ્ત કરી કાર્યવાહી હાથ...
માંજલપુર બ્રાન્ચ પર હોબાળોઃ તહેવારના ટાઇમે બચત સગેવગે થતા ગ્રાહકો રોષે ભરાયા, પોલીસ તપાસ શરૂ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી IndusInd બેંકમાં...
એકતાનગરમાં દૂષિત પાણીનો પુરાવો છતાં અધિકારીઓ વચ્ચે જવાબદારીની ખો વડોદરા: છાણી જકાતનાકા વિસ્તારની એકતાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના કારણે પાણીજન્ય...
20 વર્ષથી દારૂના ધંધામાં સક્રિય અને 31થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી વડોદરા: ગુજરાતમાં...
સમિતિના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્ન કરવા કટિબદ્ધતા દર્શાવી : તમામ સભ્યોએ નવા અધ્યક્ષની વરણીને આવકારી : ( પ્રતિનિધી )વડોદરા,તા.15 વડોદરા...
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમના નજીકના...
કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા દસથી વધુ પ્રાણી-પંખીઓના કલાત્મક સ્ટેચ્યુ બાગમાં મૂકવાની તૈયારી; ગ્લો ગાર્ડનના તૂટેલા ફાઇબર સ્ટેચ્યુના અનુભવ બાદ મેટલના ટકાઉ...
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કૃષિ મંત્રી રવિ નાઈકનું 79 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું. તેમના અવસાનથી રાજ્ય અને રાજકારણમાં શોકની...
સુરત ખાતે ધી મહિલા વિકાસ કો ઓ ક્રેડિટ સો લી સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન વર્ષાબેન હરેશભાઈ ભટ્ટીને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓથોરિટી...
મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં 57 ઉમેદવારોનો...
ભાજપના પ્રદેશ પ્રમુખની મુલાકાત પહેલાં રાજકોટમાં મોટી ઘટના બની છે. અહીં જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવાયેલા બેનરો પૈકી એક બેનર પર વડાપ્રધાન...
દિલ્હી-એનસીઆરના લોકોને દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. હવે લોકો ઇકો-ફ્રેંડલી ફટાકડા ફોડી શકશે પરંતુ આ માટે કડક શરતો રાખવામાં...
ડભોઇ: ડભોઇના બહુચર્ચિત સિરપ કાંડમાં સિતપુરના ઝોલા છાપ તબીબની ડીગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી...
આણંદ ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી અનેક જીવ બચ્યા આણંદ.આણંદ અને નડિયાદ વચ્ચે આવેલા ભુમેલ ગામ પાસે નેશનલ હાઈવે પર બુધવાર સવારે ખાનગી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
PCBની રેડ: દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, પિતા ગંગલાણી જેલભેગો, પુત્ર સહિત 3 વોન્ટેડ જાહેર!

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં પીસીબી પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂ. 2.38 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના પુત્ર સહિત કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ મળીને કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી સંતકવર કોલોનીમાં રહેતો પ્રકાશ હોતચંદ ગંગલાણી તેના પુત્ર સાથે મળીને વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરતો હતો. PCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પિતા-પુત્રએ વિદેશી દારૂનો જથ્થો તેમના ઘરમાં અને અડધો જથ્થો એક રિક્ષામાં ભરીને રાખ્યો છે.
બાતમીના આધારે પીસીબીની ટીમે તુરંત જ સંતકવર કોલોની ખાતે બાતમી મુજબના સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 2,38,000/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂનું વેચાણ કરનાર પ્રકાશ હોતચંદ ગંગલાણીને પોલીસે ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી વિદેશી દારૂ, એક રિક્ષા અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 3,14,000/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પીસીબી પોલીસે આ મામલે ઝડપાયેલા આરોપી પ્રકાશ ગંગલાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને કબજે કરાયેલા મુદ્દામાલ સાથે વારસીયા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે પ્રકાશ ગંગલાણીના પુત્ર વિનોદ પ્રકાશ ગંગલાણી, પ્રેમ સેવકરામ પહેલવાણી તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. વારસીયા પોલીસે હવે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.