બિલ્ડિંગસાઈટ પર માટી ધસી પડતાં છ મજૂર દટાયાં, બહુમાળી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન લીફ્ટ તૂટી પડતાં સાત મજૂરોનાં મોત. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન...
એક દૈનિક વર્તમાનપત્રના તંત્રીશ્રી દ્વારા ઉજાગર કરવામાં આવેલી નીચે જણાવેલ બાબત આપણા દેશના વ્યાપારીઓ માટે ખરેખર જ ખૂબ અગત્યનો સંદેશ પાઠવે છે....
આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે મોડી રાત્રે એક આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ...
બિહાર વિધાનસભામાં નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમને અવગણી શકાય નહીં. આ પક્ષો મત વિભાજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AIMIM, AAP અને...
વર્તમાન સરકાર તાત્કાલિક મોટા નિર્ણયો આપવા તૈયાર છે, પરંતુ સમસ્યા એ છે કે, તે તૈયારી સાથે તૈયાર નથી, અમને એવું લાગે છે....
ટ્રમ્પની ટેરીફ નીતિના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને અસર થઈ છે અને રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા અમેરિકાએ કુટનીતી વાપરીને રશિયાના અમેરિકામાં જે પણ...
તા. ૧૧/૧૦/૨૫ નું ગુ. મિત્રનું પ્રકાશ સાહેબના ચર્ચાપત્રમાં કપાસની ખેતી વિશે વાંચી મને પણ ૫૦ વર્ષ પહેલાંની અમારી કપાસની ખેતી વિશેની સ્મૃતિ...
ભારત જૂના કાળમાં સોનાની ચિડીયા તરીકે જાણીતું હતું. પહેલાં મુસ્લિમો અને પછી અંગ્રેજો ભારતમાંથી સ્ટીમરો ભરીને સોનું લઈ ગયા તે પછી પણ...
ગ્રેટર નોઈડા નજીક યમુના એક્સપ્રેસવે પર ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે રાત્રે એક ચાલતી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં...
આવતીકાલે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે હાલના 10 સહિત 24 જેટલા ધારાસભ્યોનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ વડોદરા:...
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તેની ગુરુગ્રામની મિલકત માટે પાવર ઓફ એટર્ની તેના ભાઈ વિકાસ કોહલીને ટ્રાન્સફર કરી છે. આ હાંસલ કરવા માટે...
આજે બપોરે ગાંધીનગર ખાતે સીએમ બંગલો ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. જેના પગલે આ રાજીનામનો...
બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસીએ માફી માગી : જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે : (...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. તેમણે પોતાના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. બુધવારે રાષ્ટ્રીય જનતા...
T20 વર્લ્ડ કપનું આગામી સંસ્કરણ 2026 માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ મેગા ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે....
સોનાના ભાવ સતત 15મા દિવસે પણ વધ્યા. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર સોનુ આજે 16 ઓક્ટોબરે ₹757 વધીને ₹1,27,471 ની...
યુવકે પ્રેમમાં ફસાવી લગ્ન કર્યા બાદ વિદેશ લઇ જવાનું બહાને રૂ.15 લાખ ખંખેર્યાંતાંત્રિક વિધિની વાત કોઇને કહીશ તો ન્યુડ ફોટા-વીડિયો વાયરલ કરી...
( પ્રતિનિધી )વડોદરા,તા.16 દીપાવલીના તહેવારોને લઈ દૂર દૂરથી પેટિયું રળવા આવતા શ્રમજીવીઓ સહિતના વિવિધ વર્ગના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે....
કર્ણાટક સરકારે સરકારી શાળા અને કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રવૃત્તિઓને રોકવા માટે નિયમો લાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રી...
મંગલ પાંડે રોડ પર અગોરા ગ્રુપની અવળચંડાઈ સામે પાલિકા ફરી નતમસ્તક, સામી દિવાળીએ ગરીબોના લારી ગલ્લાના દબાણો દૂર કરાવતા પાલિકા કમિશનરમાં આ...
ભારતીય ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માને ICC દ્વારા સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ એનાયત કરવામાં આવ્યો છે. ગયા મહિને T20 એશિયા...
કેનેડામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેપ્સ કાફેને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે....
ઓવરટેક કરવા જતાં મહિલા ગંભીર રીતે ઘાયલ ઓવરટેક કરવાની લ્હાયમાં કાબૂ ગુમાવ્યો, સ્પીડમાં આવેલી મહિલા બીજા વાહન સાથે અથડાઈ; ટોળાએ ભેગા થઈ...
ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી...
ગુરુવારે (૧૬ ઓક્ટોબર) છત્તીસગઢમાં ૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી અબુઝહમાદ અને ઉત્તર બસ્તર નક્સલમુક્ત બન્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બુધવારે મહારાષ્ટ્રમાં...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં...
દિવાળીના તહેવાર દરમિયાન સચિન જીઆઈડીસીમાં મીની વેકેશન રહેશે. દિવાળીની સાંજથી આગામી લાભપાંચમ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે બંધ કારખાનાઓની સુરક્ષા માટે...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્તમાન મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. દરમિયાન નવા મંત્રી મંડળના શપથ સમારોહના ઈન્વિટેશન...
રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ગ્રામજનોને દિવાળીમાં ઘરે બેઠા તેલની રેલમછેલ થતા જે મળ્યું તે સાધનમાં ભરવા લાગ્યા ખેડા જિલ્લાના રાધવાણજ ગામ નજીક નેશનલ હાઇવે-47 પર આજે...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
બિલ્ડિંગસાઈટ પર માટી ધસી પડતાં છ મજૂર દટાયાં, બહુમાળી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન લીફ્ટ તૂટી પડતાં સાત મજૂરોનાં મોત. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી ક્રેન પડતાં બે મજૂરોનાં મોત. ડીસાથી માંડીને ઉત્તર ભારતમાં આશરે દસ જગ્યાએ ફટાકડા બનાવતી ફેકટરીમાં જુદા જુદા અકસ્માતોમાં થયેલા વિસ્ફોટમાં સો થી વધુ કારીગરોનાં મોત! જો આપણને આ સમાચારો સતત વાંચવા પડે તો ગુસ્સો કે કંટાળો આવે છે તો વિચારો, જે પરિવારો ઉપર આવા આઘાતો સતત આવતા હશે તેનું શું થતું હશે?

આમ તો આતંકવાદીઓના બોમ્બ વિસ્ફોટમાં બે કે ત્રણ નિર્દોષ માણસો મરી જાય તો પણ આપનાં માધ્યમોથી માંડીને માધ્યમ વર્ગની ચર્ચાઓ સુધી સૌ દુ:ખી થાય, આક્રોશ વ્યક્ત કરે પણ આપણા જ તહેવારોની ઉજવણી માટે આપણા જ લોકો દ્વારા ચલાવતા ગેરકાયદે ફટાકડા ઉત્પાદનની જગ્યામાં સો થી વધુ મજૂર બોમ્બ વિસ્ફોટમાં જ મરી ચૂક્યા છે અને આપણે તેના વિષે એક સેકન્ડ પણ વિચારતા નથી. ફટાકડાનું પ્રદૂષણ તો અલગ જ વાત છે પણ આ દુર્ઘટનામાં મરતાં લોકો તો આપણી ચિંતાનો વિષય હોવો જ જોઈએ. જો દેશમાં આ પ્રકારની દુર્ઘટનાઓના આંકડા ભેગા કરવામાં આવે તો આપણને સમજાશે કે ગરીબ શ્રમજીવીઓ કેટલી ઝડપે મરી રહ્યા છે. ગરીબી હટાવોનો નારો ગરીબો હટાવોની વાસ્તવિકતા બની ગયો છે.
દેશમાં વસ્તી અને ગરીબી બન્ને ઘટી રહ્યાં છે પણ આ રીતે ન તો ગરીબી ઘટવી જોઈએ ન તો વસ્તી!
દેશમાં અગણિત દુર્ઘટનાઓ બની રહી છે પણ આ કાર્યસ્થળની દુર્ઘટનાઓ એ નફફટ અને બેદરકારીના કારણે થઇ રહી છે અને તેનું કારણ છે શાસનવિહીનતા. કોઈને કાયદાનો ડર નથી. કોઈ જગ્યાએ કાયદેસરની તપાસ નથી. અધિકારીઓ ટેબલ પર બેઠા બેઠા બધી મંજૂરીઓ આપે છે અને કામની જગ્યાના સેફટી માટેના નિયમો બિલકુલ પળાતા નથી. કામ બુલેટ ટ્રેનનું હોય કે જાહેરાતના બોર્ડ લગાવવાનું, બધે જ શ્રમિકો જાતે જ જોખમ લઈને કામ કરે છે.
સુપ્રીમના ઓર્ડર બાદ પણ મજૂરોને ગટર સાફ કરવા ગટરમાં જ ઊતરવું પડે છે અને દેશમાં આટલા સફાઈ કામદારો ગટરમાં ગૂંગળાઈ મર્યા તે માટે એક પણ એસ. સી. એસ.ટી. સીટ પર સંસદ બનેલા કે ધારાસભ્ય બનેલા નેતાઓ બોલતા નથી અપવાદ જીગ્નેશ મેવાણી. શ્રમિકોના મોતનો પ્રશ્ન કોંગ્રેસને પણ નથી નડતો પણ મૂળ આ પ્રશ્ન રાજકીય આંદોલનનો છે જ નહીં. ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા આખી દુનિયામાં છે પણ, જે જરૂરી સલામતીનાં પગલાં લેવાવાં જોઈએ તે લેવાવાં જ જોઈએ. સાઉદી અરબથી આવેલા એક યુવાને ભાવનગરના અલંગ શીપીંગ યાર્ડમાં કામ કર્યાના મહિનામાં જ જણાવ્યું કે સાવ આવું તો સાઉદીમાં પણ નથી ચાલતું.
ભારતમાં છેલ્લા સમયમાં જ્યારે જ્યારે શ્રમિક કાયદામાં સુધારા થયા છે ત્યારે ત્યારે શ્રમિકોના કામના કલાકો જ વધ્યા છે. વેતનની નિશ્ચિતતા માટે સુધારા થયા જ નથી. શ્રમસાઈટ પર જવાબદારી અને અકસ્માત થાય ત્યારે કડક સજાનો અમલ જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી આ મોત અટકશે નહીં અને કામના સ્થળે તદ્દન લાપરવાહીના કારણે થતા મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા ગણાવવાં જોઈએ. જે બેદરકારી મોરબીના પુલમાં હતી, જે બેદરકારી રાજકોટ ગેમ ઝોનમાં હતી તે જ બેદરકારી અને ભ્રષ્ટાચાર ફટાકડાની ફેકટરીમાં થતી દુર્ઘટનાઓમાં છે. વડા પ્રધાન શ્રી કાયમ પોતાને ગરીબોની ચિંતા કરનારા ગણે છે તો તેમને ખાસ રસ લઈને આ કાર્યસ્થળની જવાબદારીનો કાયદો બનાવવો જોઈએ અને બેજવાબદારો, ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવડાવવાં જોઈએ. જાગૃત અને નિસ્બતવાળા નાગરિક તરીકે આપણે પણ આ માંગ કરવી જોઈએ નહીં તો આ દુર્ઘટનાઓનો રેલો આપણા પરિવારને પણ ભરખી જશે તે નક્કી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે