Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં જ ગુજરાતમિત્રમાં રાજ્ય સરકારની ૭૦ માળની બિલ્ડિંગની પોલિસી સુરત શહેરમાં કેમ અમલી બની શકતી નથી તે માટે એરપોર્ટ ઓથોરિટીને કારણ બતાવવામાં આવ્યા. તો સવાલ એ થાય કે ૭૦ માળનાં બિલ્ડિંગમાં ફાયદો કોને થશે. સૌ પ્રથમ બિલ્ડર લોબીને થશે અને તે એ રીતે કે હાલ જૂના થયેલા ૮ માળનાં બિલ્ડિંગમાં બિલ્ડરો રસ ધરાવી શકે એમ હાલની નીતિ પ્રમાણે નફાનું માર્જીન નહીવત રહે. પણ સિક્કાની બીજી બાજુ જોઈએ તો સાંકડા રસ્તા, વધુ ઉપરનાં માળો પર લાગી શકતી સંભવિત આગ અને તે ઠારવા માટેની અપૂરતી નીવડી શકતી અગ્નિશમન વ્યવસ્થા, પાણીની વધતી જરૂરિયાત અને તે માટે મહાનગર પાલિકાની સજ્જતા વધારવાની જરૂર, પાણીને ઓવરહેડ ટાંકીનાં મોટા કદની જરૂરિયાત, વધુ વીજળીની જરૂર, સોલર રૂફ્ટોપ્સ, ભૂગર્ભ જળનું હાલ જ થઈ રહેલું વધુ પડતું દોહન અને તેને કારણે જમીનનો આધાર નબળો પડતા જમીન બેસી જવાની કે ભૂકંપની શક્યતાઓમાં વધારો વગેરે. તેથી હાલ એરપોર્ટ સત્તાધીશોની રજામંદીની આડોડાઈ  ભલે ખોટા હેતુથી આડખીલી બનતી હોય તો પણ ઉપરની શક્યતાઓ જોતા અમુક રીતે ફાયદારૂપ સાબિત થાય છે. એરપોર્ટનાં મોટા વિમાનો માટેનો જરૂરી લાંબો રનવે ONGCની સત્તાવાર આયુષ્ય ક્યારનું સમાપ્ત કરી ચૂકેલી પાઇપલાઇન સ્થાનાંતરિત કરાવી લોકોની સલામતી માટે પણ જરૂરી છે.
નાનપુરા, સુરત    – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top