Top News

More Posts

   The Latest

Most Popular

પોલીસ કાયદા IPC મુજબ ટુ વ્હીલર પર માત્ર બેજ વ્યક્તિ બેસી શકે પણ મોટા શહેરોમાં બેથી વધુ વ્યક્તિ બેસે છે, વળી મેટ્રો સીટીમાં ભરચક ટ્રાફિક, ભારેખમ વાહન ચાલકોને ગફલત અને ઘોંઘાટ કદાચ અકસ્માતોની ભરમાર રચી શકે. પોલીસ આ બધું જાણવા છતાં તેનો કડક અમલ કરી ત્રણ સવારને પકડતી નથી. આથી અકસ્માતો અને ઇજા તથા ગંભીર મોતના બનાવો વધે છે. સુરત પોલીસ કમિ., અમલદારો, રાજકીય પક્ષો, કારભારીઓ ક્યારે આ પ્રશ્ને વિચારી કાઇક નક્કર પરિણામ લાવશે.
સુરત- ડો. અનુકૂલ એમ. નાયક   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશ વિદેશમાં કામદારોના વેતનમાં તફાવત શા માટે
આથી જ આપણુ સ્કિલ્ડ લેબર વિદેશોમાં હિરજત કરે છે. આપણા જે દેશમાં સરકારનું કોઇ આર્થિક નિતંત્રણ નથી. આનાથી ક્ષેત્રમાં આર્થિક શિક્ષણ માટે કોઇ કાયદા કાનુન લાગુ પડતા નથી. કોન્ટ્રાક્ટ બેજ પર ભરતી કરવામાં આવે છે. (ફિક્સ પગાર) કામના કલાકો પર કોઇ નિતંત્રણ નથી. અહીં કોઇ ઇન્ક્રીમેન્ટ કે સિક્યોરીટી જોવામા આવતી નથી. જોબ સિક્યુરિટી કોઇપણ નથી. સતત માથે તલવાર ઝીંકાતી હોય છે. અહીં માનવ અને પશુની એક જ વ્યવહાર હોય છે. સરકારી નોકરી સિક્યોર્ડ હોય છે. મોંઘવારી સાથે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. વધુમાં આજીવન પેન્શન મળે છે. આ લોકશાહીમાં આવો અન્યાય માટે બિન સંગઠિત વર્ગ એક થાય તોજ દર દર લૂંટ.
સુરત     – અનિલ શાહ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એકી સાથે 19 વ્યક્તિઓની એંજીયોગ્રાફી કરી દેવાઈ, તે પૈકી 7 વ્યક્તિની એંજીયો પ્લાસ્ટી કરાઈ અને તેમાંથી 2 વ્યક્તિઓ મોતને ભેટી! કોઈ હાર્ટની હોસ્પિટલમાં પણ આખા દિવસમાં આટલી સર્જરી કદાચ નહી થતી હોય! વચેટીયા મારફત અબૂધ અને ભોળી લોકોને ફસાવી, તેમના મોબાઈલ ફોન મેળવી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ક્લેઈમ કરી દેવાયા અને તે મંજુર પણ થઈ ગયા! અદભૂત! આટલા ઝડપી તો કોઈના ક્લેઈમ મંજુર થતા નથી એટલે આ આખુંય ‘રેકેટ’છે જેમાં હોસ્પિટલથી લઈને સરકારી તંત્ર સુધી બધા જ મળેલા છે!

શું ક્લેઈમ રાતોરાત મંજુર થઈ શકે? કોઈ કાગળોની તપાસ જ નહી? સરકારે નિમેલી કમિટિએ તેમના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે એક પણ વ્યક્તિને એંજીયો ગ્રાફી કે પ્લાસ્ટીની જરૂર જ નહોતી છતા તે કરાઈ અને 2 લોકો કમોતે મર્યા! સરકારે જાત-જાતની કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે પણ આ બધું ‘નાટક’માત્ર છે! રાજકોટ કાંડ પણ સૂરત, વડોદરા અને અમદાવાદના મોલમાં આગ લાગવાના સિલસિલા ચાલુ જ છે! સરકારી તંત્રને પૈસામાં રસ છે લોકોના પ્રાણની કોઈ કિંમત નથી? 19 જણાની ‘‘છાતી ચીરાઈ’’તેને તમે શું કહેશો? વિકસીત ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાત કે ગુજરાતના વિકાસની હરણફાળ?!
સુરત     – ભાર્ગવ પંડ્યા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top