પહેલેથી જ આકરી ગરમી અને પાણી માટે વલખા મારતી દિલ્હીને આજે સુપ્રીમ કોર્ટ તેમજ હિમાચલ પ્રદેશ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પડોશી...
નવી દિલ્હી: દેશની 18મી સંસદની રચના બાદ રાજનાથ સિંહને (Rajnath Singh) ફરી એકવાર રક્ષા મંત્રીની જવાબદારી સોપવામાં આવી હતી. તેમજ તેમણે રવિવારે...
મુંબઈ: ગદર બાદ સની દેઓલની વધુ એક સુપર હિટ મુવીની સિક્વલ બનવા જઈ રહી છે. વર્ષ 1997માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘બોર્ડર...
વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે જુગારીઓ સામે સપાટો બોલાવ્યો છે. જેમાં બંને ટીમે ત્રણ જગ્યા પર દરોડા પાડીને 14 ખેલીઓને...
ત્રિશા કંસ્ટ્રકશનના વિક્રમ ગુપ્તા જાણી જોઈને કામમાં વિલંબ કરી રહ્યા છે? વડોદરા: વડોદરાના પીપીપી મોડેલથી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં...
મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈમાં એક ચોંકાવનારી બની હતી. અહીં એક ડોક્ટરે (Doctor) ઓનલાઈન હોમ ડિલિવરી એપ દ્વારા ખાવા માટે આઈસક્રીમનો (Icecream) ઓર્ડર...
ઇન્વેસ્ટ કરેલા 1.20 લાખ પ્રોફિટ સહિત 3.30 લાખ વેબસાઈટમાં બતાવતા હોય મહિલાને વિશ્વાસ આવ્યો ઉપાડવા જતા માત્ર રુ. 20 હજાર જ ખાતામાં...
પાલિકાએ પ્લોટ વેચાણે આપવા કરેલી દરખાસ્ત શહેરી વિકાસ મંત્રાલયે કરી હતી ના મંજૂર : પૂર્વ કાઉન્સિલરે કહ્યું, સરકારી જમીન પર ગરીબોના ઝૂંપડા...
ગાંધીનગર-સુરત: ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 6 દિવસ દરમિયાન ગાજવીજ...
રાજપીપળા: તિલકવાડાના ઉચાદ ગામમાં પતિએ પત્ની પર શંકા કરી કુહાડીના ઘા મારી હત્યા કરતાં પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત...
સુરત: સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે. હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મનાવવાના સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે ગુરુવારે NEETની પરિક્ષામાં (NEET Exam) વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ ભારતીય શેરબજાર (Indian stock market) દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે અઠવાડીયાના...
ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેની છાપ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજકીય પક્ષ તરીકેની રહી છે. ભાજપે પૂર્વોત્તરનાં રાજ્યોમાં જોરદાર પ્રભુત્વ જમાવ્યું તે...
પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ઉતરેલા કર્મચારીની સેફટીને લઈ સવાલો : એક તરફ પાણીનો કાળો કકળાટ બીજી તરફ હજારો ગેલન પાણીનો થયો વેડફાટ...
આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટના સર્જને માનવસમાજને ચિંતામગ્ન બનાવી દીધો છે અને હવે તો માનવતા મગજને વાંચી લેતાં મશીનો પણ આવી રહ્યાં છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પાછલા ચાર દિવસથી એટલે કે રવિવારથી આતંકવાદી હુમલાઓ (Terrorist attacks) થઇ રહ્યા છે. જેમાં રિયાસી, કઠુઆ...
લોકસભાની સાત તબક્કામાં યોજાયેલ અત્યાર સુઘીની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઇ અને પરિણામો જાહેર થતાં જ રવિવારના દિવસે ફરી વાર મોદીની...
‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખમાં એર ટર્બ્યુલન્સ અને વિમાનના આંચકા વિશે ખૂબ સરસ અને વિગતવાર માહિતી જાણી. તેના અનુસંધાનમાં જણાવવાનું કે ૨૦૦૯ થી ૨૦૨૨ સુધીમાં...
રાજવી એક હોશિયાર વિદ્યાર્થિની. ઘણું બધું બહુ જલ્દી શીખી જાય, સારી રીતે યાદ રાખી શકે, ગુણ ઘણા હતા, પણ એક જ મોટી...
કુદરતે પ્રત્યેક જીવોનું ભૌગોલિક સ્થાન નિર્ધારિત કરેલું છે, જે મહદંશે જે તે પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે. માનવ તેનાથી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘસરચાલક મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓની શિબિરના સમારોપમાં જે કહ્યું એ અપેક્ષિત હતું. બન્ને કારણે અપેક્ષિત હતું. એક તો એ...
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું હતું તેના એક દિવસ પહેલા શેરબજારે વિક્રમી ઉંચાઈ પાર કરી હતી. બીજા દિવસે જ્યારે પરિણામો જાહેર થયા અને...
શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા : સ્કૂલ વાન અને રીક્ષાનું ફીટનેસ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઇને ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં...
ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસે આવેલા પીપળીયા ગામમાં ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી ત્રણ બાળકીઓના એકસાથે કરુણ મોત નિપજ્યા છે. ત્રણ પરિવારોએ 05...
સ્વિમિંગનો અનેરો શોખ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ બાદ હવે પીઆઇ એચ એલ આહીરની ઇન્ટરનેશનલ સ્તરે પણ પસંદગીવર્ષ 2012થી 2024 દરમિયાન 200 ઉપરાંતના મેડલ પ્રાપ્ત કર્યાં તાજેરતરમમાં...
પ્રેમીના ઘરે બંનેએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ. કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાઓએ ગળે ફાસો ખાઈને સહજોડે આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો...
અમદાવાદના પ્રી સ્કૂલ ના માલિક અને બિલ્ડર તરીકે જાણીતા એવા મહાવીર સિંહ સરવૈયાએ વડોદરાની એક ખાનગી હોટલમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન...
વડોદરા: હાઇવે પર આવેલી સર્વોત્તમ હોટલ માં જમવા ઉભા રહેલા પરિવારજનો પૈકી એક સભ્યના સુપમાંથી ગરોળી નીકળતા હોબાળો મચ્યો હતો. જો કે...
સીંગવડ: દેવગઢ બારીયાના પીપલોદની બાજુમાં મુવાડી ગામે કોઈ અજાણી વ્યક્તિઓએ ગાયનું ગળું કાપી અને ગાયના ચામડાને સિમેન્ટની થેલીમાં કોલીયારી નદીમાં નાખી ગયા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
પહેલેથી જ આકરી ગરમી અને પાણી માટે વલખા મારતી દિલ્હીને આજે સુપ્રીમ કોર્ટ તેમજ હિમાચલ પ્રદેશ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પડોશી રાજ્યો પાસેથી વધારાના પાણીની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી દિલ્હી સરકારની અરજી પર કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે હિમાચલ પ્રદેશ, જે અગાઉ દિલ્હીને 137 ક્યુસેક પાણી આપવા માટે સંમત થયો હતો તે પણ આજે ફરી ગયું છે. હિમાચલે કહ્યું કે તેની પાસે દિલ્હીને આપવા માટે વધારાનું પાણી નથી તેથી તે વધારાનું પાણી નહીં આપે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અપર યમુના રિવર બોર્ડ (UYRB)ને અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકારે યુ-ટર્ન લીધા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. હિમાચલ સરકારે જણાવ્યું કે તેમની પાસે વધારાનું પાણી નથી. આના પર જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે દિલ્હી સરકારને સાંજે 5 વાગ્યા સુધીમાં અપર યમુના રિવર બોર્ડ સમક્ષ અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે માનવતાના આધાર પર અપીલ કરવી જોઈએ. હિમાચલ પ્રદેશ સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે વધારાનું પાણી છે. ત્યારબાદ કોર્ટે હિમાચલને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો જે હરિયાણા થઈને દિલ્હી પહોંચવાનું હતું પરંતુ હવે હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે 137 ક્યુસેક વધારાનું પાણી નથી.
કોર્ટે બોર્ડમાં અપીલ કરવાની સૂચના આપી હતી
ખંડપીઠે કહ્યું કે રાજ્યો વચ્ચે યમુનાના પાણીનું વિભાજન એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અને આ કોર્ટ પાસે તેના પર નિર્ણય લેવાની તકનીકી કુશળતા નથી. આવી સ્થિતિમાં આ બાબત બોર્ડ પર છોડી દેવી જોઈએ જે વર્ષ 1994 માં વિવિધ પક્ષકારો વચ્ચે સમજૂતી પછી એમઓયુ દ્વારા રચવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અપર યમુના રિવર બોર્ડે પહેલાથી જ દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અરજી દાખલ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પિટિશન ફાઈલ કરવી જોઈએ અને જો તેણે હજુ સુધી આમ ન કર્યું હોય તો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં દાખલ કરો. આ બાબતે આવતીકાલે બોર્ડની બેઠક મળવી જોઈએ અને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.
જણાવી દઈએ કે દિલ્હી આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હરિયાણામાંથી વધારાનું પાણી દિલ્હીને આપવાની માગણી કરી હતી જેથી કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ દૂર થઈ શકે.