Top News

More Posts

   The Latest

Most Popular

ખાનગી બસ ચાલકે રોંગ સાઈડ લાવતા અકસ્માત સર્જાયો

વડોદરા તારીખ 1
ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે ખાનગી બસના ચાલકે રોંગ સાઈડ આવતા સિટી બસ સાથે અકસ્માત સર્જાતા રહી ગયો હતો, પરંતુ આ બે બસ વચ્ચે એક એકટીવા ચાલક ફસાઈ ગયો હતો. જોકે સદનસીબે આ એકટીવા ચાલકનું કચુંબર થતાં રહી ગયું હતું. સત્વરે બસ ઉભી ન રાખવામાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ઓવર સ્પીડમાં તથા રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. દરમિયાન ગઈકાલે 31 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે પ્રિયા ટોકીઝ પાસે ખાનગી લક્ઝરી બસનો ચાલક રોંગ સાઈડથી આવી રહ્યો હતો ત્યારે સિટી બસને ઓવરટેક કરવા જતા એકટીવા ચાલક લક્ઝરી અને સિટીબસ બસ વચ્ચે ફસાઈ ગયો હતો. પરંતુ કચુંબર થતાં રહી ગયું હતુ અને સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત થવાના કારણે ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી છૂટીને ઘરે જતા કર્મચારીઓ પણ અટવાઈ ગયા હતા.એકટીવા ચાલકે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા ગોત્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કંપનીના કર્મચારીઓ અને ચાલક સહિત ખાનગી બસને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા આવી હતી.

To Top