કરોડોના રોડની ગુણવત્તા પર સવાલ: કોર્ટ સામે જ પાણીની લાઈન તૂટતાં રોડ ‘ટેટા’ જેવો ફૂલી ગયો, ભુવો પડવાની દહેશત નાગરિકો તરસ્યા ને...
વડાપ્રધાન મોદીએ રવિવારે પટનામાં રોડ શો યોજ્યો હતો. ફૂલોથી શણગારેલા વાહન દ્વારા 2.8 કિલોમીટરનો રોડ શો દિનકર ચોકથી શરૂ થયો હતો. આશરે...
શિનોર: . શિનોર તાલુકાના અંબાલી ગામે પાસે નર્મદા નદી કિનારે સુપ્રસિદ્ધ શ્રી અનસૂયા માતાજીના મંદિરે માતાજીને ભક્ત દ્વારા અર્પણ કરાયેલો 5 તોલા...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સેવાસદન ખાતે રેશનિંગની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા...
ભારતે ત્રીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ચોથી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ફેબ્રુઆરી 2026 માં યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ...
એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ : અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા અરજદારોની એપોઇન્ટમેન્ટને રી શિડયુઅલ કરવામાં આવી : ( પ્રતિનિધિ...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નો 4,000 કિલોગ્રામથી વધુ વજનનો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે લોન્ચ કરવામાં આવ્યો. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે...
ભારત અને દક્ષિણ આફ્રિકા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં આમને-સામને છે. ટાઇટલ મેચ નવી મુંબઈના મેદાન પર રમાઈ રહી...
બિહારમાં ચૂંટણી ગરમાઈ રહી છે. જેમા આજ રોજ તા. 2 નવેમ્બર પ્રચાર અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં યોજાયેલી વિશાળ રેલીમાં મહાગઠબંધન...
દિલ્હીના એક છોકરાએ સેનામાં જોડાવાનું અને પોતાના દેશની સેવા કરવાનું સ્વપ્ન જોયું. તેણે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને તેની કોલેજ હોકી ટીમનું...
નાનકવાડી ગુરુદ્વારા ખાતેથી ધર્મ અને ભક્તિનો માહોલ છવાયો; શીખ સમુદાય ઉલ્લાસમાં તરબોળ વડોદરા : શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક...
વાઘોડિયાથી પરત લતીપુર ટીંબી ગામે આરતી વેળા ટ્રક ચાલકે પોર પાસે બાઈક પર સવાર માતા પુત્રને ટક્કર મારી, માતાનું પ્રાણ પંખેરું ઘટના...
બિહારની ચૂંટણી ગરમાઈ રહી છે અને રાજકીય પ્રહારો પણ તેજ થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુઝફ્ફરપુરમાં આજ રોજ તા. 2...
લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ખગરિયા પહોંચ્યા છે. અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બેગુસરાયમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી....
વડોદરા એરપોર્ટ પર નવો વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટ અને ટેરીફ રજૂ કાર માટે બે કલાક પછી દર કલાકે રૂ.10 નો અને ટુ વ્હીલર્સ...
દેવઉઠી એકાદશી નિમિત્તે ભક્તિભાવથી ઊર્જિત વડોદરા ઉજવાયું; રાત્રે તુલસી વિવાહ તથા ચાંલ્લાની વિધિ યોજાશે વડોદરા રવિવારે દેવઉઠી એકાદશી નિમિત્તે આજુબાજુના વિસ્તારમાં ભક્તિમય...
યુક્રેને રશિયા પર તાજેતરમાં સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો કાળા સમુદ્રની નજીક આવેલા તુઆપ્સે ઓઇલ ટર્મિનલ પર થયો હતો....
દબાણ અને સિક્યુરિટી શાખા સંયુક્ત કામગીરીથી અનેક વિસ્તારોમાં માર્ગમુક્ત અભિયાન, લારી-ગલ્લા સહિતનો સામાન જપ્ત કરીને દંડ વસૂલ વડોદરા શહેરમાંથી ગેરકાયદે દબાણો તથા...
મેક્સિકાના હર્મોસિલો શહેરમાં એક ભયાનક દુર્ઘટના બની છે. અહીં સ્થિત વાલ્ડો સુપરમાર્કેટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે....
( પ્રતિનિધી )વડોદરા,તા.2 અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો રોડ પર આવી ગયો હતો. આશરે 150 થી 200 કિલો વજનનો કાચબો જોઈ લોકો ચકિત...
હાલોલ.2.11.2025 હાલોલના ગોપીપુરા તાજપુરા રોડ ઉપર ગઈકાલે શનિવારે બપોરે બાઇક ચાલક અને બસ વચ્ચે અક્સ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ...
પશ્ચિમ કેન્યાના રિફ્ટ વેલી વિસ્તારમાં ગત રોજ શનિવારે મોડી રાત્રે એક ભયાનક ભૂસ્ખલન (landslide) થયું હતું. જેના કારણે 1,000થી વધુ ઘરો નાશ...
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી રેડ કરી, પોલીસને જોઈને અન્ય ફરાર થઈ ગયા વડોદરા તા.2સાવલી ખાતે ગેરકાયદે ખાટકીની દુકાનમાં...
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ગત રોજ તા. 1 નવેમ્બર શનિવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. કૈંચી ધામથી પરત ફરી રહેલા...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ISRO આજ રોજ તા. 2 નવેમ્બર રવિવારે ભારતીય નૌકાદળ માટેનો...
બિહારમાં રાજકીય હલચલ વચ્ચે મોટું પગલું લેવામાં આવ્યું છે. મોકામામાં થયેલી દુલારચંદ યાદવની હત્યા બાદ પોલીસે બાહુબલી નેતા અને જનતા દળ (યુનાઇટેડ)ના...
ભૂતપૂર્વ એક્ટીવિસ્ટ ચાર્લી કિર્કની હત્યાના લગભગ બે મહિના પછી તેમની પત્ની એરિકા કિર્કના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. કિર્કની વિધવા એરિકાએ ઉપરાષ્ટ્રપતિ...
માવઠાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં ખે઼ડૂતોને થયેલા નુકસાનનો સર્વે વહેલામાં વહેલી તકે એટલે કે 3 દિવસની પૂરો કરીને સરકારને...
રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા માટે વડોદરા મહાપાલિકાએ કમર કસી પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સેન્ટર લાઈન, કર્બ લાઈન અને ઝીબ્રા ક્રોસિંગ સહિતની...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
કરોડોના રોડની ગુણવત્તા પર સવાલ: કોર્ટ સામે જ પાણીની લાઈન તૂટતાં રોડ ‘ટેટા’ જેવો ફૂલી ગયો, ભુવો પડવાની દહેશત


નાગરિકો તરસ્યા ને પાણીનો જળબંબાકાર: એક તરફ પીવાના પાણીની બૂમો, બીજી તરફ દિવાળીપુરા અને કલાલીમાં બે દિવસમાં લાઈન તૂટતાં તંત્ર સામે રોષ
વડોદરા શહેરના વિકાસના દાવાઓ વચ્ચે વડોદરા મહાનગર પાલિકા ના ભ્રષ્ટાચારની ગંધ ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં કોર્ટની સામેના મુખ્ય માર્ગ પર અચાનક પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રોડની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. આ ઘટનામાં માત્ર લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો એટલું જ નહીં, પરંતુ રોડ ફાટીને ફૂલી જતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, દિવાળીપુરામાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે રોડ ફાટી ગયો અને ફૂલીને ‘ટેટા જેવો’ થઈ ગયો. રોડ પર ચારેબાજુ પાણીની રેલમછેલ જોવા મળી હતી. એક તરફ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણીની સમસ્યા અંગે બૂમાબૂમ કરી રહ્યા છે, ત્યારે આ રીતે લાખો લિટર પાણીનું નુકસાન થતાં નાગરિકોમાં VMC વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોડ પર પાણીનો ભરાવો અને તિરાડો પડવાના કારણે વાહનચાલકોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. લોકોને ડર છે કે આ માર્ગ પર ગમે ત્યારે મોટો ‘ભુવો’ પડી શકે છે, જે ગંભીર અકસ્માત નોતરી શકે છે. આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હોવા છતાં થોડા જ સમયમાં પાણીની લાઈન તૂટતા જ રોડની આ દશા થઈ છે, જે રોડ બનાવટમાં થયેલા ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
આ પ્રકારની ઘટના વડોદરા માટે નવી નથી. ગત રોજ (શનિવારે) કલાલી વિસ્તારમાં પણ પાણીની લાઈન તૂટવાની ઘટના બની હતી. અને તેના પગલે રવિવારે દિવાળીપુરામાં પણ લાઈન તૂટતા પાણી પુરવઠાની જાળવણીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો માટે આ બેવડો ફટકો છે.
VMC દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં ન આવતા, સ્થાનિક લોકોએ સ્વયં આગળ આવીને વાહનચાલકોને અગવડતા ન પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જોખમી વિસ્તારની આસપાસ બેરિકેટિંગ કર્યું હતું. આ પગલાથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે નાગરિકોની જાગૃતિ અને સ્વયંસંચાલિતતા દેખાય છે. સવાલ એ છે કે આટલા મહત્વના માર્ગો પર આટલી હલકી ગુણવત્તાનું કામ કેમ કરવામાં આવ્યું? કમિશનર દ્વારા આ સમગ્ર મામલે ગુણવત્તા નિયંત્રણ વિભાગની નિષ્ફળતા અને રોડ કોન્ટ્રાક્ટર સામે કડક તપાસના આદેશ આપવા જોઈએ. ત્યાં સુધી, વાહનચાલકોને આ માર્ગ પર સાવધાની રાખવાની જરૂર છે.