Top News

More Posts

   The Latest

Most Popular

આપણા દેશમાં ગુજરાત સહિત સ્પા અને મસાજ પાર્લરો ધમધોકાર ચાલે છે.  દૈનિક અખબારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનાં સમાચાર અવરનવર ચમકે છે. એવું લાગે છે કે પાર્લરમાં  સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.   મસાજ પાર્લર પર દરોડા  પડે છે કે જેમાં દેશ અને વિદેશની  છોકરીઓ પણ પકડાય છે. સરકાર દ્વારા  વાંધાજનક અને શંકાસ્પદ લાગે એવા પાર્લરો સત્વરે બંધ કરાવી દેવા જોઈએ અથવા આવા સેન્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

  સ્પાની આડમાં જે દેહવિક્રયનું  નેટવર્ક ચાલે છે તેની પર વારંવાર  રેડ પાડીને આ પ્રકારના અનિષ્ટનો પર્દાફાશ  કરીને કાયમ માટે નેટવર્ક ખતમ કરી દેવું જોઈએ. પોલીસ દ્વારા સ્પાના માલિકો ઉપર “ ઈમોરલ ટ્રાફિક એક્ટ “  હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આપણા ગુજરાત રાજ્યમાં યુવા પેઢી બરબાદ નહીં થઈ જાય તે માટે દારૂના અડ્ડાઓ  બંધ કરાવવા,  ડ્રગ્સના વેપારનો ખાતમો બોલાવવો અને દેહ વેપારના કૂટણખાનાં  સામે ઝુંબેશ ચલાવવાની તાતી આવશ્યકતા છે.  ગુજરાતના ગૌરવને લાંછન લાગે એવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સત્વરે બંધ થાય એવી સભ્ય સમાજની લાગણી અને માંગણી  છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top