Top News

More Posts

   The Latest

Most Popular

બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા ખાસ આયોજિત એક સત્રિય તબીબી આધ્યાત્મ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટય સ્થાન, બી એ પી એસ સંસ્થા નું આયોજન અને પ્રખ્યાત પ્રેરણાદાયી વક્તા ડો. જ્ઞાન વત્સલ સ્વામી નું વક્તવ્ય આ ત્રિવેણી ના પરિપાક રૂપે શહેર ના ૬૫૦ થી વધુ નિષ્ણાત તબીબો ની ઉપસ્થિતિ એ પુરવાર કર્યું કે ચાણસદ ગામ ભલે નાનું હોય પરંતુ તેની ખ્યાતિ નાની નથી.
આજના મુખ્ય વક્તા પૂજ્ય ડો જ્ઞાન વત્સલ સ્વામી એ પોતાના ઉદબોધન માં તબીબો ને ત્રાજવા ના એક પલડા માં નેટ વર્થ ની સામે બીજા પલડા માં સેલ્ફ વર્થ ની તુલના વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી હતી. જેને સપરિવાર ઉપસ્થિત તબીબો એ સહર્ષ વધાવી લીધી હતી. કાર્યક્રમ ના અંતે અટલાદરા બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી એ પ્રસંગોચિત ઉદબોધન કરી આગામી ફેબ્રુઆરી મહિના માં વડોદરા ખાતે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ઊજવાનાર મહાન સ્વામી મહારાજ ના ૯૨ માં જન્મ જયંતી મહોત્સવ નું નિમંત્રણ પણ તબીબો ને પાઠવ્યું હતું.
અંતમાં હોસ્પિટલ ના સી ઇ ઓ ડો સમીર બ્રહ્મભટ્ટ દ્વારા તમામ નો આભાર માનવામાં આવ્યો હતો.

To Top