સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું સુતરની આટી પહેરાવી સન્માન કરવા માંગીએ છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને વિશ્વામિત્રી બચાવો સમિતિએ પત્ર...
સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. ત્યારે આજે સુરત શહેરના કતારગામ વેડ રોડ વિસ્તારમાં...
મોબાઈલ ચોરી કરીને ભાગેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કંડારાયો પ્રતિનિધિ વડોદરા તા.11 વડોદરાના કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ક્રોમા સેન્ટરમાં ખરીદી...
દાહોદ તા.૧૧ દાહોદ તાલુકાના ખરવાણી ગામે કરૂણાંતિકા છવાઈ જવા પામી છે જેમાં ગતરોજ રાત્રીના સમયે વરસતા વરસાદ વચ્ચે ગામમાં આવેલ એક કાચા...
નવી દિલ્હીઃ બુધવારે દિલ્હી-NCRમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. ઈસ્લામાબાદ અને લાહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા...
કોલકાતાઃ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં નિર્દયતાનો વિરોધ કરી રહેલા ડોકટરો હવે સીએમ મમતા બેનર્જી સાથે વાત કરવા માટે તૈયાર થયા છે. બુધવારે...
સુરતઃ સુરત શહેર સ્વચ્છતા, શુદ્ધ હવા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાના મામલે ભલે દેશના અન્ય શહેરો કરતા આગળ હોય પરંતુ દુઃખની વાત એ...
વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા, દોરડાં, ટ્યૂબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યૂબ, દોરડાં સાથે...
હું તમને પ્રેમ કરતી નથી તેમ કહેતા ઈ. પ્રિન્સિપાલે કોઈને આ વાતની જાણ કરશો તો જાનથી મારી નાખીશ તેવી પણ આપી, બાદમાં...
શિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીમાં મસ્જિદને લઈને હિંદુ સંગઠનોનો ચાલી રહેલો વિરોધ અટકવાનો નામ નથી લઈ રહ્યો. સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન...
*જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ૧૬ ગામોના લોકોને કરાયા સતર્ક* વાઘોડિયા...
સંતરામપુર: કડાણા બંધનાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનનાં બજાજસાગર બંધ માંથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો...
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા અનિલ અરોરાએ ટેરેસ પરથી...
નવી દિલ્હી. રાહુલ ગાંધીએ તેમના યુએસ પ્રવાસ દરમિયાન જાતિ આધારિત અનામત, પાકિસ્તાન અને ચીન વિશે ખુલીને વાત કરી હતી. વોશિંગ્ટનમાં મીડિયા સાથે...
ભરૂચઃ એમેઝોનમાંથી મંગાવેલા 11 જેટલા IPHONE મોબાઈલમાંથી એક એન્ટરપ્રાઈઝનાં એક ડીલીવરી એસોસિયેટ યુવકે ડીલીવરી આપવા જતી વખતે પેકેજીંગ ખોલીને મોબાઈલ ફોન લઈને...
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચર્ચા પર દુનિયાની નજર હતી. ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન...
ભારતમાં કેટલાક ઉચ્ચ સરકારી હોદ્દા જેઓ લાગવગ લગાવી શકતા હોય અને ભ્રષ્ટાચાર કરી શકતા હોય તેમના માટે જ અનામત રાખવામાં આવે છે....
ભરૂચ: સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલ અરાજકતાનાં માહોલ હાલમાં થાળે પડ્યો છે. ત્યારે, હવે ભરૂચમાં તંગદિલીનો માહોલ સર્જાયો...
માઇક્રોવેવ ઓવનમાં આપણે જ્યારે ખોરાક ગરમ કરીએ છીએ ત્યારે ખોરાકમાં રહેલા પાણીના અણુઓમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ઘર્ષણ પેદા થાય છે અને...
દર વર્ષે આંતરરાષ્ટ્રીય ધોરણે 10 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 2003થી આત્મહત્યા નિવારણ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા...
વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો : મુંબઈથી નોઈડા વેલ્ડીંગ મશીન વીથ એસેસરીઝનો સામાન ખાલી કરવા કન્ટેનર જઈ રહ્યું હતું...
ગુજરાતમાં છેલ્લાં 64 વર્ષથી રહેમનજરે ચાલી આવતી દારૂબંધી અમલમાં છે. હાલ ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે...
મણિપુરની ઘટના કોઈ પણ સંજોગોમાં ફરી ન બને તે માટે વડાપ્રધાને દરમિયાનગીરી કરી તાત્કાલિક ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા જોઈએ. પંખી,...
એક સાહિત્યરસિકોની કિટી પાર્ટીમાં આજે બધાએ પોતાને મનગમતી કવિતા વાંચવાની હતી. બધા ખુશ હતાં. પાર્ટીનો માહોલ પણ સાહિત્યિક હતો.જેમના ઘરે પાર્ટી હતી...
માનવ ઉત્ક્રાંતિ સાથે વિકસેલ વોલકાંડમાંથી બહાર આવતા સ્વર-વ્યંજનની ભાષા જીવનવ્યવહારથી ઉપર ઊઠી માનવ મસ્તિષ્કની સંવેદનાઓ, વિચારો, ભાવનાઓના સાતત્યને વ્યક્ત કરવા સક્ષમ બની....
જમ્મુ અને કાશ્મીર દેશનો એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે. તેમાં ક્યારેય કોઈ બિન-મુસ્લિમ સરકારના વડા નથી રહ્યા. બિહાર અને મહારાષ્ટ્ર જેવા...
ભારત સાથેની સરહદે સતત ઉંબાડિયા ફેંકી રહેલું ચીન ફરી એકવાર આ સંદર્ભમાં સમાચારોમાં ચમક્યું છે. ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના સૈનિકો ભારતના...
વડોદરા: મહીસાગર નદીમાં આજે મોડી રાત્રે પાણી છોડવામાં આવશે.વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના ડેસર,સાવલી અને વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના હેઠવાસના ગામોને...
બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવનું સાત દિવસનું આયોજન કરવામાં આવે છે આ સાત દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાતા...
ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેની જરૂરી સુચનાઓ આપવામાં આવી : પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ કરતાં કુલ-૨૩૮૨ ભારદારી વાહનો વિરૂધ્ધ ચાલુ વર્ષે...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું સુતરની આટી પહેરાવી સન્માન કરવા માંગીએ છીએ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને વિશ્વામિત્રી બચાવો સમિતિએ પત્ર લખ્યો :

વડોદરા શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ સમીને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષને પત્ર લખી જણાવ્યું છે કે વડોદરા શહેરમાં સંપૂર્ણ સત્ય બોલનારા,નગરજનોના જાનમાલની સાચે જ ચિંતા કરનારા ડો.શીતલ મિસ્ત્રી એટલા આપ જ છો. આપે જે કહ્યું કે “વડોદરાના તમામ લોકોએ જો પોતાનો જીવ બચાવવો હોય તો ટ્યુબ, તરાપા વસાવી લેવા જોઈએ” એ વાત બિલકુલ સાચી છે. નગરજનો આગામી વર્ષોમાં પુરથી તણાઈને જીવ ગુમાવે નહિ એટલે ટ્યુબ, તરાપા વસાવે એવી નિવારક ચેતવણીનો માર્મિક ભાવાર્થ ઘણા સમજી શક્યા નથી.
ભલે આપ સીધેસીધું એમ નથી કહી શકતા કે, આપના ભાજપ પક્ષ દ્વારા છેલ્લા ૩૦ વર્ષના શાશને વિશ્વામિત્રી નદીની જમીન અને નદીના નીચાણવાળા કોતરોને બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી મિલીભગત કરીને પુરાણ કરી આપી, પ્રતિબંધિત વિસ્તાર-૧નો ઝોન બદલી આપીને વેચી ખાધા છે. એવી જ રીતે વડોદરા શહેરમાંથી પસાર થતી કુદરતી વરસાદી કાંસની જમીનોમાં બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને પુરાણ કરી આપી, સાંકડી કરી આપી, બંધ ટનલ બનાવી આપી બિલ્ડરો સાથે ભાજપાના પૂર્વ પદાધિકારીઓ પણ ખુબ કમાયા છે. વિશ્વામિત્રી નદીની જમીનો ઉપર દબાણ કરનારા અને નદીના નીચાણવાળા કોતરો પૂરી નાખવામાં કેટલાય ભાજપી આગેવાનોના મોટા બંગલા અને ભાગીદારીવાળી રહેણાંક સ્કીમો બની ગઈ છે. ડૉ.શીતલ મિસ્ત્રી આપે અપ્રત્યક્ષ રીતે પણ પ્રજાને જાણ કરી કે, વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસો ઉપરના દબાણો ભાજપાની સરકાર તોડવાનો નિર્ણય લેવાની નથી અને તેને જ કારણે વડોદરા શહેરમાં કાયમી પુર આવવાની સંભાવના વ્યક્ત કરી, લોકોને સલામતી માટે ટ્યુબ અને તરાપા વસાવી લેવાનું માર્મિક સુચન કરેલું છે. આપનો ટ્યુબ, તરાપા વસાવી લેવાનું માર્મિક સુચનમાં એવું પણ સમજી શકીએ છીએ કે, આપના બે વર્ષના સ્થાયી સમિતિના ચેરમેન પદમાં જ દબાણો થયા નથી પણ ભાજપાના પાછલા ૩૦ વર્ષના શાશનમાં બિલ્ડરો સાથે ભ્રષ્ટાચારી મિલીભગત કરીને કરાયેલા વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસો ઉપરના દબાણો જેને ભાજપાની સરકાર કોઈ કાળે તોડવાની નથી જેથી ચોમાસામાં વડોદરામાં કાયમી પુર આવવાની સંભાવના વ્યક્ત કરેલી છે. સત્યવકતા ડૉ.શીતલ મિસ્ત્રી, જો આપ અમોને આપના વ્યસ્ત સમયમાંથી થોડી મીનીટોનો સમય આપશો તો અમો વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યો આપનું સુતરની આંટી પહેરાવી સન્માન કરવા માંગીએ છીએ. આમ ડો.શીતલ મિસ્ત્રીનું નિવેદન હવે વધુ વિવાદ પકડી રહ્યો છે.