સુરતઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તણાવનું વાતાવરણ છે ત્યારે સુરતના સિંગણપોરમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાં ત્રણ યુવકો બાઈક પર એકે-47 જેવી બંદૂક લઈ...
આજે શનિવારે તા.15 નવેમ્બરની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. સુરતના એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ હેલિકોપ્ટરમાં...
સભ્ય સમાજને હચમચાવી દેનારી ઘટના ભાવનગરમાં બની છે. અહીં લગ્નના દિવસે ફેરા ફરવાના એક કલાક પહેલાં વરરાજાએ દુલ્હનની લોખંડના પાઈપ મારી હત્યા...
મનપાની ટીમે નોટિસ આપી દુકાનો ખાલી કરાવ્યા બાદ આજે દબાણ વિભાગની ટીમે તોડવાનું શરૂ કર્યુ(પ્રતિનિધિ) નડિયાદ, તા.15નડિયાદ મહાનગરપાલિકાની દબાણ ટીમે આજે મનપા...
ભાજપે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આજે (15 નવેમ્બર) આ...
મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારાના કેટલાક યુનિટમાં ખામી મળી આવતાં 39,000થી વધુ કારોના રિકોલની જાહેરાત કરી છે. ફ્યુઅલ ગેજ સિસ્ટમમાં...
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ શુક્રવાર તા. 14 નવેમ્બરના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ હતી. મેચના બીજા દિવસે આજે...
IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મોટો સોદો થયો છે. CSK ના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને CSK...
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોતીપુર વિસ્તારમા ગત રોજ મોડી રાત્રે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા છે....
બિહાર વિધાનસભાની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. જીતની ખુશીના માહોલ વચ્ચે પ્રધાનમંત્રીએ સુરત શહેરના બિહારના...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે તા. 1 ડિસેમ્બર 2025થી તેની mCASH સેવા સંપૂર્ણ રીતે બંધ થશે. જેના કારણે...
આજકાલ મોટા ભાગનાં મુખ્ય ગુજરાતી અખબારોમાં દહેજ ન લાવવાને કારણે કે ઓછું લાવવાનું ઓઠું લઈ પત્નીઓને મારઝૂડ કરવાના, કાઢી મૂકવાના, તરછોડી દેવાના...
ઝારખંડની રાજધાની રાંચીમાં આજ રોજ તા. 15 નવેમ્બર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના બની હતી. હટિયા ડેમમાં એક કાર પાણીમાં ખાબકતા તેમાં...
રશિયાનું કહેવું છે કે તેની બે સૌથી મોટી તેલ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી તેના પર કોઈ અસર થશે...
ટ્રાફિકના ખૂબ જ સરળ પણ વધારે અગત્યના મુદ્દા પર પ્રકાશ પાડવાની જરૂર પડી છે. જે સુરતના લગભગ દરેક ચાર રસ્તા પર જોવા...
આપણા જીવનપર્યંત તથા જિંદગી પછી પણ કુટુંબનાં સભ્યોની સુખાકારી સૌ કોઇ ઇચ્છે છે. આ અંગે જરૂરી વીમા પોલીસીઓ માટે નમ્ર સૂચન છે....
‘ગુજરાતમિત્ર’ અખબારની ‘સત્સંગ’ પૂર્તિમાં લેખક સનત દવેએ પૂ. ડોંગરેજી મહારાજના સાદગીપૂર્ણ જીવનની વિસ્તારથી વાત કરી છે. અનુભવના આધારે મારે પણ એમના જીવન...
તારીખ 9 નવેમ્બરના રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્વદેશીગામ સાથે નાયબ મુખ્યમંત્રી અને સરકારના અન્ય ધારાસભ્યો અને સાંસદો લોકલ અને વોકલ સૂત્ર...
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખા તેમના લગ્નની ચોથી વર્ષગાંઠે માતા-પિતા બન્યા છે. દંપતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. બોલિવૂડનું લોકપ્રિય...
એક દિવસ નિહાર તેના દાદા પાસે ગયો. ૮૬ વર્ષના દાદા હજી ખડે ખા હતા અને પોતાની ઝવેરીની પેઢી પર જઈને હજી બેસતા....
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગત રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો...
પારદર્શિતા એ ચોક્કસપણે નરેન્દ્ર મોદી સરકારની ઓળખ નથી. જ્યારે દેશવાસીઓને વિશ્વાસમાં લેવાની પૂરતી આવશ્યકતા હોય છે ત્યારે સરકારના સામાન્ય કાર્યમાં પણ આવું...
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને રોકડ સહાય આપવાનો રાજકીય ટ્રેન્ડ શરૂ થયો છે એ રાજકીય સફળતા તો જરૂર અપાવે છે પણ...
બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી...
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ખૂબ જ વિચારપૂર્વક મતદાન કર્યું હતું જેની અસર પરિણામોમાં જોવા મળી રહી છે. બિહારના લોકોએ સ્પષ્ટ કરી...
બીલીમોરામાં રહેતી બી.એ. ગ્રેજ્યુએટ પરપ્રાંતિય પરિણીતાએ પિતૃઓના મોક્ષ માટે પોતાના બે માસુમ પુત્રોના ગળા દબાવીને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર મચી ગયો...
દિલ્હીમાં શુક્રવારે સાંજે બિહારમાં NDAની જીતની ઉજવણી કરવામાં આવી. આ અવસર પર બોલતા પીએમ મોદીએ કહ્યું, “બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધો. હવે...
ભાજપ પહેલીવાર બિહારમાં પોતાના દમ પર સરકાર બનાવવાની નજીક છે. આનો અર્થ એ છે કે તે નીતિશ કુમારના JDU વિના સરકાર બનાવી...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિજય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ X પર બિહારમાં NDA સરકારની પ્રશંસા કરી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરતઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તણાવનું વાતાવરણ છે ત્યારે સુરતના સિંગણપોરમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાં ત્રણ યુવકો બાઈક પર એકે-47 જેવી બંદૂક લઈ નીકળતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. બાઈક પર બંદૂક લઈ જતા યુવકોનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.
બાઈકના નંબરના આધારે ત્રણેય યુવકોને પોલીસે પકડી લીધા હતા. બંદૂક રમકડાંની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. લોકોમાં ભય ફેલાઈ તેવી હરકત કરનારા ત્રણેય યુવકો પાસે પોલીસે કાન પકડાવી માફી મંગાવી હતી.

શું છે મામલો?
સિંગણપોર પોલીસ પાસે ગઈકાલે શુક્રવારે એક વીડિયો આવ્યો હતો, જેમાં એક બાઈક હરિદર્શનના ખાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. બાઈક પર ત્રણ યુવકો બેઠાં છે. ત્રણ પૈકી વચ્ચે બેઠેલા યુવકે હાથમાં લાંબી બંદૂક પકડી છે, જે એકે-47 જેવી દેખાય છે. બંદૂકની ઉપરના ભાગે કારતૂસનો સેટ પણ હતો. આ યુવકોને બંદૂક સાથે પસાર થતા જોઈ રાહદારી, વાહનચાલકો ગભરાયા હતા.
કોઈકે વીડિયો બનાવી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બાઈકનો નંબર દેખાતો હોય તેના આધારે પોલીસે ત્રણેય યુવકોને શોધી કાઢ્યા હતા. ત્રણ યુવકો હસમુખ કાલીદાસ ઓડ (ઉં.વ. 35, રહે. ટેકરા ફળિયા, સિંગણપોર), તેનો ભાઈ વિક્રમ (ઉં.વ.32) અને મિત્ર રવિ શંકર પગારે (રહે. અંબિકાનગર, પાલનપોર ગામ)ને પકડ્યા હતા. પૂછપરછમાં યુવકોએ કબૂલાત કરી કે રમકડાંની બંદૂક લઈ સીનસપાટા કરવા નીકળ્યા હતા. પોલીસે ત્રણેય પાસે કાન પકડી માફી મંગાવી હતી. ત્રણેય વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.