ગમે તેટલી અને ગમે તેવી રણનીતિ ગોઠવવામાં આવે પણ જો સૈન્યની સંખ્યા નહીં હોય, સૈન્ય પુરતું નહીં હોય તો ક્યારેય વિજય મળતો...
એ ભૂખ કરતાં મોટી ભૂખ છે અને તરસ કરતાં સવાઈ તરસ. ફિલસૂફો અને સંતો જેને પશુવૃત્તિ કહી ઉતારી પાડતા રહ્યા છે અને...
અફઘાનિસ્તાન એક યા બીજાં કારણોસર સમાચારોમાં ચમકતું રહે છે. અત્યારે ઇરાનમાં ગેરકાયદે જઈ વસેલાં અફઘાન નાગરિકોને પાછાં મોકલાઈ રહ્યાં છે. આ લોકોની...
આ લેખ 14 નવેમ્બર, જવાહરલાલ નેહરુની જન્મજયંતી પછીના દિવસોમાં વાંચી રહ્યા હશો. હાલમાં જ અમેરિકાની એક યુવા જાહેર હસ્તી દ્વારા તેમના નામ...
દરેક માણસે સમાજમાં રહીને જ સમાજની સેવા કરવાની હોય છે. ધંધો કરનાર માણસ જ્યારે નકલી વસ્તુઓ કે નકલી માલને અસલી તરીકે વેચતો...
જૂના જમાનામાં કહેવત હતી કે ‘જેટલી પછેડી હોય, તેટલી જ સોડ તાણવી જોઈએ.’ આજની પેઢી દેવું કરીને જલસા કરવામાં માને છે. આજની...
સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતે હૈદરાબાદના અનેક મુસાફરોના જીવ લઈ લીધા છે. મક્કાથી મદીના જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતાં...
૨૦૦૮ના મુંબઈ હુમલા પછી પોતાની નિષ્ફળતા સ્વીકારી ત્યારના ગૃહમંત્રી શિવરાજ પાટિલે અને તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે રાજીનામાં આપી દીધા હતા....
તારીખ 14 નવેમ્બર 2025 ના રોજ ગુજરાતમિત્ર દૈનિક અખબારમાં એક સમાચાર પ્રસારિત થયા હતા કે દસમાની બોગસ માર્કશીટ બનાવીને વેચતો એક વ્યક્તિ...
સુરભી ડેરીના નકલી પનીરનો કિસ્સો બહાર આવ્યો છે. આવું નકલી પનીર બીજી કેટલી ડેરી વેચતી હશે તે એક મોટો પ્રશ્ન છે. પણ...
ભાજપના નેતાઓ નગરપાલિકાથી લઈને સંસદની ચૂંટણી સુધીની કોઈ ચૂંટણીને હળવાશથી નથી લેતા પણ તેમાં પોતાની તમામ તાકાત લગાવી દે છે. ભાજપમાં ચૂંટણી...
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે તેમનો ચુકાદો આપશે. જ્યારે ઢાકામાં હિંસાત્મક...
ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો પોતાના સંખ્યા બળે પોતાના પક્ષના સર્વસંપત્તિથી ચૂંટાયેલા ઉમેદવારને મેયરનો તાજ પહેરાવી સમગ્ર પ્રક્રિયાને ઓપ આપતા હોય છે પરંતુ કાયદાની...
દમણ હવે એટલું બદલાઈ ગયું છે કે જાણે વિદેશમાં ફરતા હોઇયે! દમણમાં દારૂબંધી નથી તેથી દારૂ પીવાના શોખીન અને ન પીતા હોય...
ગાંધીનગર નજીકથી જે આતંકવાદીઓ પકડાયા તેમના ઈરાદાઓ અત્યંત ખતરનાક કહી શકાય એ પ્રકારના હતા. આતંકીઓ પકડાયા પછી રાઈઝિન નામના ઝેરની ખૂબ જ...
અખબારી આલમ દ્વારા તાજેતરમાં દિલ્હની પ્રદૂષિત હવાના સમાચાર જાણ્યા. પર્યાવરણ સુરક્ષા માટે મહિલાઓ પણ સ્વયંનું યોગદાન શ્રેષ્ઠ રીતે અર્પણ કરી જ શકે....
સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ...
૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં NDA ના પ્રચંડ વિજયમાં મહિલા મતદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બિહારના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, મહિલાઓએ પુરુષો કરતાં વધુ...
વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન : ( પ્રતિનિધી )વડોદરા,તા.16 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર આજે વડોદરા...
2025 બિહાર ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) રાજ્યમાં સરકાર બનાવશે. જોકે...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA એ રવિવારે દિલ્હીથી આતંકવાદી ઉમરના સહયોગી આમિર રશીદ અલીની ધરપકડ કરી. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું...
મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી...
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ...
વિશ્વામિત્રી વિસ્તારના સમાજના લોકો એકત્ર થયા, કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો સ્મશાનમાં પાણી, લાકડું, છાણાં અને રસ્તાની તાત્કાલિક સુવિધા આપવા માગ વડોદરા:...
ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના રોગની ચપેટમાં આવી ગયા હોવાના આક્ષેપ : ચોખ્ખુ પાણી નહિ મળે તો ડ્રેનેજ મિશ્રિત પાણી અધિકારીઓને પીવડાવવા...
જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી છે. પૂછપરછ...
એક સપ્તાહમાં ગાય સંબંધિત ત્રીજો અકસ્માત; અગાઉ બાઇક સવારનું સ્થળ પર જ મોત, છૂટા પશુઓની સમસ્યા ઉગ્ર બની વડોદરા: વડોદરા શહેરમાં રસ્તા...
વડોદરા તા.16હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા...
ત્રણ દિવસમાં પાંચથી વધુને બચકા ભરતા લોકોમાં ફફડાટ :વનવિભાગની ટીમની રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ બે વ્યક્તિ પર કપિરાજનો હુમલો : ( પ્રતિનિધિ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી લાલુ યાદવના પરિવારમાં તિરાડ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ માત્ર રાજકારણ છોડવાનો...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગમે તેટલી અને ગમે તેવી રણનીતિ ગોઠવવામાં આવે પણ જો સૈન્યની સંખ્યા નહીં હોય, સૈન્ય પુરતું નહીં હોય તો ક્યારેય વિજય મળતો નથી. આ વાત ભારતમાં રાજકીય રીતે રણનીતિના જાણકાર મનાતા પ્રશાંત કિશોરના કેસમાં સાચી પડી છે. ભૂતકાળમાં ભાજપની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોની રણનીતિ ઘડનાર પ્રશાંત કિશોર ખુદ બિહારના જ છે પરંતુ બિહારમાં પોતાની પાર્ટીને વિજય અપાવી શક્યા નથી. વિજય તો દૂરની વાત, પ્રશાંત કિશોર પોતાની પાર્ટીનું ખાતું પણ બિહારમાં ખોલી શક્યા નથી. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ બિહારમાં 238 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એક પણ જીતી નહીં, અને માત્ર 2-3% મત મેળવ્યા. પ્રશાંત કિશોરની પાર્ટી પછીનો નંબર નોટાનો જ આવતો હતો. નોટાને 1.8 ટકા મત મળ્યા હતા.
જનસુરાજ પાર્ટીને મળેલા મતને ખુદ પાર્ટીના આગેવાનો જ એક ચોંકાવનારા ગણાવી રહ્યા છે. પ્રશાંત કિશોરને ત્યારે નામના મળી હતી કે જ્યારે 2013 માં તેમણે નરેન્દ્ર મોદીના સફળ પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી હતી. મોદીની જીતમાં પ્રશાંત કિશોરનો મોટો હાથ છે તેવી રીતે પ્રચાર થયો હતો. રાજકારણમાં જીત માટેની રણનીતિ તૈયાર કરનાર તરીકે પ્રશાંત કિશોરની નામના થઈ ગઈ હતી પરંતુ મોદીને જીતાડનાર પ્રશાંત કિશોર બાદમાં જે જે પક્ષ સાથે જોડાયા તેમાંથી કોઈને પણ જીતાડી શક્યા નથી. પ્રશાંત કિશોર અને તેમની કંપની દેશભરના પક્ષો સાથે કામ કરી રહી હતી. કોંગ્રેસે તો પ્રશાંત કિશોરને એક વરિષ્ઠ સંગઠનાત્મક પદ ઓફર કરીને આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પ્રશાંત કિશોરે પોતાની પાર્ટીને જીતાડવા માટે પોતે ક્યાંથી ઉમેદવારી કરી નહોતી. પ્રશાંત કિશોર કિંગમેકર બનવા માંગતા હતા પરંતુ જ્યાં પ્રજા જ નહીં હોય ત્યાં કિંગ મેકર બની શકાતું. નથી. પ્રશાંત કિશોરની પાર્ટીની હાર માટે દરેક વિવેચક અલગ અલગ કારણો રજૂ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર બિહારમાં જરૂરી જાતિ ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યા એટલે તેમની જન સુરાજ પાર્ટીને એકપણ બેઠક મળી નહીં. બીજી તરફ કેટલાક એવું કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા અને તેને કારણે તેણે હારનું મોઢું જોવું પડ્યું. જોકે, એક વાત સત્ય છે કે જે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી પ્રશાંત કિશોર પોતાની પાર્ટીના ઉત્તમ દેખાવ માટે આશાવાદી હતા તે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ થકી પ્રચારનો તેમનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.
હકીકત એ છે કે, ચૂંટણી ક્યારેય રાતોરાત લડાતી નથી. તેમાં પણ જો બિહાર જેવું રાજ્ય હોય તો તેમાં મતદારો સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હોય છે. અરવિંદ કેજરીવાલ એટલા માટે દિલ્હીમાં જીતી શક્યા હતા કે દિલ્હીમાં પ્રચાર કરવો અઘરો નહોતો. ખુદ દિલ્હીવાસીઓ ભાજપ કે કોંગ્રેસને બદલે આપને જીતાડવા માટે તત્પર હતા. પરંતુ બિહાર જેવું રાજ્ય કે જ્યાં જાતિવાદ પ્રબળ હોચ અને આંતરિયાળ વિસ્તારો હોય કે જ્યાં જીતવા માટે સંગઠન હોવું ખુબ જ જરૂરી છે, ત્યાં પ્રશાંત કિશોર માત ખાઈ ગયા છે.
પ્રશાંત કિશોરની પાર્ટી જીતી તો નહીં, ઉપરથી તેણે આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનના મતો કાપીને ભાજપ અને જેડીયુ માટે જીતનો રસ્તો સરળ કરી આપ્યો હતો. બિહારની ચૂંટણીના પરિણામો પછી પ્રશાંત કિશોર સમજી ગયા હશે કે ચૂંટણી પ્રચારમાં ટીવી પર દેખાતા રહેવાથી કે પછી વાતોના વડા કરવાથી ક્યારેય ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે મજબુત સંગઠન હોવું જરૂરી છે તે નક્કી છે.