એક માણસનો પોતાના પાડોશી સાથે ઝઘડો થયો અને તેણે પોતાના પાડોશીને ઘણા બધા ન બોલવાનાં કડવાં વેણ કહ્યાં.તે દિવસે રાત્રે તેને ઊંઘ...
દિલ્હીનું રામલીલા મેદાન! હાલમાં તે ભારતનું સૌથી મોટું મેદાન ન હોઈ શકે, પરંતુ તે ઐતિહાસિકતાનું પ્રતીક છે. છેલ્લા સાત દાયકા દરમિયાન તે...
રાજ્યના અને જેની રાષ્ટ્રીય રાજકારણને અસર થઇ શકે એવી બે વ્યક્તિના મુદે્ ચર્ચા છે અને એ બે નામ છે ફાંકડું અંગ્રેજી બોલતાં...
ભારત એવો દેશ છે કે જ્યાં સંવેદના મરી પરવારી છે. જેની જે જવાબદારી હોય તેમાં ધ્યાન આપવામાં આવતું નથી અને તેનો ભોગ...
વડોદરા | તારીખ : 20 ડિસેમ્બરવડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ પર એડવોકેટ હસમુખ ભટ્ટે ભવ્ય વિજય મેળવી લીધો છે. કુલ 4515...
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલમાં પરિસ્થિતિ અત્યંત તંગ છે. શેખ હસીના વિરુદ્ધ ચળવળના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેશના વિવિધ...
(પ્રતિનિધિ) વડોદરા, તા.19 વડોદરા શહેરમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો...
સિંગવડ:;સિંગવડ તાલુકાના પસાયતા ગામે ગત રાત્રે અંદાજે 6.30 વાગ્યાના અરસામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ ફરાર થયેલા ટેમ્પા ચાલકને રણધીપુર પોલીસે ઝડપી...
દાહોદ, તા.19ગુજરાતભરમાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં...
છોટાઉદેપુર: છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ...
વર્તમાનપત્રોમાં ખુલ્લી ખાણો જોખમી હોવાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઈટ પથ્થરની ખુલ્લી ખાણો વાહનચાલકો અને ગ્રામજનો માટે જોખમી...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલે દમદાર પ્રદર્શન કરતા સતત પાંચમી વખત જંગી બહુમતીથી વિજય...
તમારું સિમ કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાનું કહી ડરાવ્યા, વીડિયો કોલ પર ખાખીમાં બેઠેલા શખ્સે પોલીસ લોગો પણ બતાવ્યો ( પ્રતિનિધિ )...
( પ્રતિનિધિ ) વડોદરા, તા.19 વડોદરા એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ રદ થવાની અને મોડું ચાલવાની સમસ્યા યથાવત છે. અગાઉ ઈન્ડિગોની...
ચૂંટણી પંચ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં મતદાર યાદીઓ સુધારવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં શુક્રવારે...
રૂ. 55.33 લાખનું પુરવણી બિલ ફટકારાયું 1236 વીજ જોડાણોની તપાસ ( પ્રતિનિધિ ) વડોદરા, તા.19 મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત...
મંગલ પાંડે રોડ પર ટ્રાફિકનો ચક્કાજામ; હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે જનતામાં રોષ. વડોદરા : મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તા પર...
સઘન સુધારણા અભિયાન બાદ મુસદ્દારૂપ મતદાર યાદી પ્રસિદ્ધ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર૯ હજાર જેટલા કર્મયોગીઓની દિવસ-રાતની મહેનત બાદ મતદાર યાદીનો મુસદ્દો તૈયાર,...
મંગલમ કાસ્ટિંગ કંપનીના ગેટ પર શોક સાથે વિરોધ ( પ્રતિનિધિ ) વાઘોડિયા, વડોદરા, તા.19 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મંગલમ...
રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની શાંતિ યોજના પર કરાર થાય તે પહેલાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સનસનાટીભર્યું નિવેદન બહાર પાડ્યું. પુતિને શુક્રવારે...
જન્મથી બોલી ન શકતી અને મંદબુદ્ધિ સગીરાને ભોળવી બળાત્કાર ગુજાર્યો હતોદાહોદ તા.19 દાહોદ જિલ્લાના એક ગામે રહેતી જન્મથી બોલી ન શકતી અને...
શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી નેહા શર્મા તેમજ ઉર્વશી રૌતેલા સહિત...
યુવા નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ચાલી રહેલી અશાંતિ વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંઘમાં એક હિન્દુ વ્યક્તિની કથિત રીતે લિંચિંગની સખત નિંદા...
શુક્રવારે EDએ ‘ડંકી’ માર્ગે ભારતથી યુવાનોને અમેરિકા મોકલવાના કેસમાં મોટી કાર્યવાહી કરી. EDએ દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં એક ડઝનથી વધુ...
સતત ત્રીજા દિવસે ચોરીની હેટ્રિક, માત્ર ફાંકા ફોજદારી કરતી પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર ડભોઇ : ડભોઇ નગર અને પંથકમાં કાયદો-વ્યવસ્થાની હાલત પર...
ગુરુવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં વીબી-જી રામ જી બિલ પસાર થયું. જોકે વિપક્ષના સાંસદોએ ચર્ચા દરમિયાન હોબાળો મચાવ્યો. બિલ પસાર થાય તે...
CCTV વીડિયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલોનો મારો “સાહેબ, અમારી સુરક્ષા ક્યારે?” આજવા ચોકડી વિસ્તારમાં વાહન ચોરીના વધતા ગ્રાફથી રહીશોમાં ભારે...
સુરતઃ તાજેતરમાં ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલિંગ પેપર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ એલર્ટ થઈ છે. આજે સુરત...
ડો. નુસરત પરવીન જેમનો હિજાબ નીતિશ કુમાર દ્વારા ઉતારવામાં આવ્યો હતો તે પટણાની તિબ્બી કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજના પ્રિન્સિપાલ મહફુઝુર રહેમાને...
ભીમરાડ અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા 400 પરિવાર બે દિવસથી રિફ્યૂજી જેવી જિંદગી વીતાવા મજબૂર બન્યા છે. આ લોકો ક્યારે પોતાના...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
એક માણસનો પોતાના પાડોશી સાથે ઝઘડો થયો અને તેણે પોતાના પાડોશીને ઘણા બધા ન બોલવાનાં કડવાં વેણ કહ્યાં.તે દિવસે રાત્રે તેને ઊંઘ ન આવી. તેણે વિચાર કર્યો કે હું આટલા બધા કડવા શબ્દો બોલ્યો. પાડોશી સાથેનો આટલાં વર્ષો જૂનો નાતો પણ જોયો નહીં. મારી ભૂલ થઈ. તે એક સંત પાસે જઈને કહેવા લાગ્યો, ‘‘ બાપજી, મારાથી ભૂલ થઈ છે. પાડોશી સાથે ઝઘડો થયો અને ઝઘડામાં મેં ન બોલવાનાં વેણ તેને કહી દીધાં. હું જે કડવા શબ્દો બોલ્યો છું તે પાછા વાળવાનો કોઈ ઉપાય મને બતાવો.’’ સંતે કહ્યું, ‘‘ તું એક કામ કર. આજે આખો દિવસ જેટલા બની શકે તેટલાં બધાં પીંછાંઓ ભેગાં કર અને તેને અમારા આશ્રમના બગીચામાં મૂકી દે.’’ માણસે પૂરી મહેનતથી પીંછાંઓ ભેગાં કર્યાં અને પીંછાંનો મોટો ઢગલો તેણે આશ્રમમાં બગીચામાં મૂકી દીધો. સંતે કહ્યું, ‘‘હવે તું કાલે આવજે.’’
બીજે દિવસે માણસ સંત પાસે ગયો અને કહ્યું, ‘‘બાપજી, હવે આગળ મારે શું કરવાનું છે?’’ સંતે કહ્યું, ‘ તેં કાલે જે પીંછાંનો ઢગલો મારા બગીચામાં મૂક્યો હતો તે બધાં જ ભેગાં કરીને અહીં લઈ આવ.’’ માણસ આશ્રમના બગીચામાં ગયો તો થોડાં ઘણાં પીંછાં પડ્યાં હતાં. બાકી બધાં પીંછાં આખા બગીચામાં અને બગીચાની બહાર પવન દ્વારા દૂર દૂર પણ ઊડી ગયા હતા. હવે તે બધાં જ પીંછાંને પાછાં ભેગાં કરવાં તો બહુ જ મુશ્કેલ હતાં. માણસ સંત પાસે ગયો અને બોલ્યો, ‘બાપજી, બધાં પીંછાંઓ દૂર દૂર સુધી પવનની સાથે ઊડી ગયાં છે.
હવે તેમને હું કેવી રીતે ભેગાં કરું?’’ સંત બોલ્યા, ‘‘જેમ પીંછાંઓ ભેગાં કરવાં શક્ય નથી એવું જ બોલાયેલા શબ્દોનું છે. એક વાર બોલી લીધા પછી તેને ક્યારેય પાછા લઇ શકાતા નથી. બોલવા પહેલાં જ વિચારવું બહુ જરૂરી છે. આપણા બોલાયેલા શબ્દો સામેવાળાના મન પર ઘા કરી શકે છે અથવા તો મલમનું કે રાહતનું કામ પણ કરી શકે છે. આપણે કડવા શબ્દોનો ઘા કરી કોઈને કષ્ટ આપીએ છીએ તે શબ્દો દ્વારા કરાયેલા ઘા ક્યારેય રુઝાતા નથી અને આ ઘા જેટલું કષ્ટ સામેવાળાને આપે છે થોડા સમય પછી તે કષ્ટ દસ ઘણું થઈને આપણને મળે છે માટે એક એક શબ્દ બોલવામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે.
માણસે કહ્યું, ‘‘બાપજી, શું કરું?’’ સંતે કહ્યું, ‘‘બોલાયેલા કડવા શબ્દો તો પાછા નહીં વાળી શકાય અને તે શબ્દો દ્વારા કરાયેલા ઘા પણ નહીં રૂઝાય. તું એક જ કામ કરી શકે છે. તું તારા પાડોશીની જઈને માફી માંગ અને સાથે ઈશ્વરની માફી માંગ. બસ, આ સિવાય તો કંઈ જ કરી શકતો નથી પણ હા,આજથી યાદ રાખજે કે બોલવા પહેલાં દસ વાર સો વાર વિચાર કરીને એક એક શબ્દ બોલજે અને કડવા શબ્દો તો બોલતો જ નહિ.’’ સંતે હકીકત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.