Top News

More Posts

   The Latest

Most Popular

સિંગવડ. સિંગવડ તાલુકાના જી.એલ
શેઠ કોમ્યુનિટી હોલ ખાતે 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી ઉજવવાની હોય તે સંદર્ભે મીટીંગ યોજવામાં આવી હતી. સિંગવડ તાલુકા ખાતે તારીખ 14/ 11/ 25 ના રોજ જી એલ શેઠ ગ્રાઉન્ડ કોમ્યુનિટી હોલ ખાતે દાહોદ જિલ્લાના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર , લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા, પ્રાંત અધિકારી લીમખેડા સિંગવડ તથા લીમખેડા મામલતદાર તથા અન્ય કર્મચારી લીમખેડા તથા સીંગવડ તાલુકાના તલાટી કમ મંત્રી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય તથા સરપંચની મીટીંગ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ અંગે મીટીંગ ભરવામાં આવી જેમાં 250 થી 300 સરપંચો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તથા સરકાર ની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમની રણનીતિ નક્કી કરવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત રણધીપુર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

To Top