Top News

More Posts

   The Latest

Most Popular

બોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત બગડતા ગઈકાલે તા. 11 નવેમ્બર રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજે ડોક્ટરોએ તપાસ બાદ તેમને રજા આપી દીધી છે. ગોવિંદાએ હોસ્પિટલમાંથી બહાર આવી મીડિયા અને ફેન્સને મળ્યા હતા.

બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદાને ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના ચાહકો ચિંતિત થઈ ગયા હતા પરંતુ આજે સવારે મળેલી માહિતી મુજબ તેમની સ્થિતિ હવે સંપૂર્ણપણે સ્થિર છે. ડોક્ટરોએ તમામ ટેસ્ટ કર્યા બાદ ગોવિંદાને રજા આપી દીધી છે.

હોસ્પિટલમાંથી બહાર આવતા જ ગોવિંદાએ હસતાં ચહેરે મીડિયા અને ફેન્સને હાથ લહેરાવ્યો. ચાહકોએ પોતાના પ્રિય સ્ટારને સ્વસ્થ જોઈને રાહતનો શ્વાસ લીધો.

ગોવિંદાના નજીકના મિત્ર અને વકીલ લલિત બિંદલેએ જણાવ્યું કે “ગોવિંદાના તમામ ટેસ્ટના પરિણામો નોર્મલ આવ્યા છે. કોઈ ગંભીર સમસ્યા નથી. છેલ્લા એક મહિનાથી તેઓ ખૂબ વ્યસ્ત હતા જેના કારણે થાક અને નબળાઈ અનુભવી હતી.”

ડોક્ટરોએ ગોવિંદાને થોડા દિવસ આરામ કરવાનો અને યોગ્ય આહાર લેવાની સલાહ આપી છે. અભિનેતાએ પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે “તમારા પ્રેમ અને આશીર્વાદથી હું હવે સારું અનુભવું છું.”

ગોવિંદાની તબિયત બગડવાની ખબર ફેલાતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો તેઓ ઝડપી સ્વસ્થ થાઈ તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હવે તેમની હોસ્પિટલમાંથી રજાની ખબર મળતાં ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ગોવિંદાને લાંબી આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હાલ ગોવિંદા ઘરે છે અને ડોક્ટરોનાં સૂચન મુજબ આરામ કરી રહ્યા છે. ચાહકો માટે આ સૌથી રાહતભરી ખબર છે કે તેમનો પ્રિય સ્ટાર સ્વસ્થ છે અને જલ્દીથી ફરી પોતાના કામ પર પાછા ફરશે.

To Top