પંજાબના સરહિંદ સ્ટેશન પાસે આજ રોજ તા. 18 ઓક્ટોબર શનિવારની સવારે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે રેલવે કર્મચારીઓની...
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંડળનો ગંજીપો ફરી એક વાર ચીપવામાં આવ્યો છે. આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઊડીને આંખે વળગે તેવી બાબતો નીચે...
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નવી સૂચના અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું કડક પાલન કરવાના હેતુથી દિવાળીમાં રાત્રે 8 થી 10 એમ...
સંસ્કાર માનવીને શૈશવકાળથી પ્રાપ્ત થતી ભેટ છે. જે માવતર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. બાળક છે, જવા દો, પછી સુધરી જશે. આ...
બિહાર વિઘાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ અને જે તે ગઠબંધનમાં સીટોની વહેંચણી પણ થઇ ગઇ છે. હવે પછી દરેક પક્ષ એમના ઉમેદવારોની...
શાળા અને કોલેજોમાં દિવાળીનું ત્રણ અઠવાડિયાનું વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. યુવા પેઢીએ રખડીને આ મહત્વના દિવસો બરબાદ કરી દેવા જોઈએ નહીં....
પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત થયા બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનની ધરતી પર યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. આ...
દરેક વિભાગને ખર્ચ અને આવકના આંકડા મોકલવાની સૂચના અપાઈ, 17થી 25 નવેમ્બર દરમિયાન બજેટ ચર્ચા યોજાશે વડોદરા મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગે વર્ષ 2025-26ના...
ગામડાના વિકાસ માટે નાણાં ફાળવવા સભ્યોની માગ, સિનિયર સભ્યની મધ્યસ્થીથી વિવાદ ઠારાયો: ચેરમેન નિલેશ પુરાણીએ વિવાદ નકાર્યો, ₹3.82 કરોડના કામોને મંજૂરી વડોદરા...
ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ હજુ પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદવામાં આવેલા ટેરિફ અંગે એક મહત્વપૂર્ણ...
નવા મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રી અને 16 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરાયો વર્ષ 2021માં પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો,...
શુક્રવારે ગુજરાતમાં નવા ભાજપ મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓનો સમાવેશ કર્યો હતો. અગાઉના...
દિવાળી પર વડોદરા મહાપાલિકાની બાકી મિલકત વેરા પર વ્યાજ માફી યોજના અમલમાં વર્ષ 2003-04 થી 2024-25 સુધીની બાકી રકમ ભરનાર રહેણાંક મિલ્કતોને...
15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ₹3.43 કરોડનો પ્રોજેક્ટ; 40 ઈંચની નવી લાઈન નાખાતાં ચોમાસામાં પાણીના ભરાવાની અને ગંદકીની સમસ્યા દૂર થશે વડોદરા મ્યુનિસિપલ...
લગ્ન કરવાનું કહી યુવક પાસેથી રૂપિયા એક લાખ અને સોના ચાંદીના દાગીના દુલ્હન-માતાએ પડાવ્યા, માંડવી ખાતે લઇ જઇ ખંભાતના યુવકને ફુલહાર લેવા...
વિજ્ઞાન અને ટેકનોલોજી સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને તબીબી વિજ્ઞાનમાં દરરોજ નવી શોધો થઈ રહી છે જે દર્દીઓ...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ શુક્રવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો છે. દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાલિબાન સાથે...
વર્ષની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક “ધ તાજ સ્ટોરી”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં પરેશ રાવલ તાજમહેલના ગાઈડ વિષ્ણુ દાસની ભૂમિકામાં...
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એમબીબીએસ વિદ્યાર્થીની પર થયેલા ગેંગ રેપ કેસમાં પોલીસે ગુરુવારે ખુલાસો કર્યો કે ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી એક પીડિતાનો બોયફ્રેન્ડ...
પાકિસ્તાનમાં અફઘાન સરહદ નજીક ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી વિસ્તારમાં શુક્રવારે એક આત્મઘાતી હુમલો થયો. રોઇટર્સ અનુસાર સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી બિહારના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે પટનામાં તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બંનેએ લગભગ...
અલથાણની હોટલમાં દારૂની મહેફિલ માટે ભેગા થયેલા નબીરાઓ પર અલથાણ પોલીસે રેઈડ કરી ત્યારે એક નબીરાએ પોલીસ સાથે હાથાપાઈ કરી હતી. આશ્ચર્યજનક...
પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર અને તેમના વચેટિયા કૃષ્ણુને શુક્રવારે ચંદીગઢની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને...
નાની ઉંમરમાં બાળકોમાં વધતો ગુસ્સો ચિંતા ઉભી કરી છે. વિશ્વના અનેક દેશો બાળકોમાં વધતા ગુસ્સા અને હિંસાથી ચિંતામાં છે, ત્યારે મલેશિયાની સરકાર...
દિલ્હી મેટ્રોમાં મુસાફરો વચ્ચેના ઝઘડાના વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક સીટ માટે, તો ક્યારેક નાના મતભેદો માટે...
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ઉત્સાહ વચ્ચે ભાજપે પોતાના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં પોતાનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું છે. વિધાનસભા...
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના તમામ નવા H-1B વિઝા અરજીઓ પર US$100,000 ફી લાદવાના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી છે...
સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં એટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે કે સામાન્ય વ્યક્તિ માટે સોના કે ચાંદીથી બનેલી ઘરેણાં કે અન્ય...
ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં એક વધુ મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે તા. 17 ઓક્ટોબરના રોજ નાસિકમાં...
દિવાળી અને છઠ પૂજાની રજાઓને લઈને રેલવે મુસાફરોમાં ઉત્સાહ તો હતો પરંતુ આજે સવારે અચાનક IRCTCની વેબસાઈટ અને એપ ઠપ થઈ જતાં...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
AAI એ અત્યાર સુધીનો સૌથી મોટો નેવિગેશન આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો
રિસાયકોલી એઆરએસ કંપનીના દૂષિત પાણીથી ખેડૂતોને હાલાકી
શિયાળામાં શહેરીજનોને બેવડી ઋતુનો અનુભવ : પારો 16 ડીગ્રી નોંધાયો
નોઈડા – ગાઝિયાબાદમાં ડીઝલ ઓટો પર પ્રતિબંધ: પ્રદૂષણ રોકવા યુપી સરકારની મોટી કાર્યવાહી
વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ દિવસ” ની ઉજવણી ની તૈયારી ઓ શરૂ
દિલ્હીમાં ઝેરી વાયુ પ્રદૂષણ અટકાવવા માટે 10,000 ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ, CM રેખા ગુપ્તાની જાહેરાત
પંજાબી ગાયક હરમન સિદ્ધુનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન, 37 વર્ષની ઉમરે કહ્યું અલવિદા
SIRના ભૂતે દેશમાં 7નો ભોગ લીધો, આજે વધુ બે BLOના મોત
સુરતની યુવાન ડોક્ટર એકાએક કેફેના નવમાં માળેથી કેમ કૂદી ગઈ?, વોટ્સએપ ચેટથી ચોંકાવનારો ખુલાસો
સાઉથ આફ્રિકા 247/6: 148 વર્ષમાં પહેલીવાર આવું બન્યું, ગુવાહાટી ટેસ્ટમાં જાણો શું થયું..
ઘેરાવો અને ઉગ્ર રજૂઆતો વચ્ચે ₹4 કરોડના કામોનું ખાતમુહૂર્ત!
એશિઝની પહેલી ટેસ્ટનું બે જ દિવસમાં પરિણામઃ હેડની 69 બોલમાં સદી, ઓસ્ટ્રેલિયા જીત્યું
VIDEO: રણવીરે જુનિયર ટ્રમ્પની ગર્લફ્રેન્ડને બોલિવુડ સોંગ પર નચાવી, હોલિવુડ પોપસ્ટાર JLO ભારત આવી
વડોદરા : વિધવાએ લગ્ન કરવાની ના પાડી દેતા પ્રેમીએ અંગત ફોટા વાયરલ કરી નાખ્યા, યુવકની ધરપકડ
ડ્રાઈવરને ચાલુ કારે હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત થયો, જુઓ વીડિયો
ગોધરામાં SIRની કામગીરીના અસહ્ય ભારણથી ત્રસ્ત પ્રાથમિક શિક્ષકની આત્મહત્યાની ચીમકી; શિક્ષણ જગતમાં ખળભળાટ
પાદરાના પાટોદ ગામે દંપતી સહિત તેમના સાસુ-સસરાને બંધક બનાવી સનસનાટી ભરી લૂંટ !
સર માટે સર ગેરહાજર : વડોદરા ન.પ્રા.શિ.સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો
વધુ એક પાકિસ્તાની કાવતરું નિષ્ફળ, દિલ્હી પોલીસે શસ્ત્રો સાથે ચાર આરોપીની ધરપકડ કરી
ભારે દબાણ વચ્ચે BLOની તબિયત લથડી: પાદરામાં ફરજ દરમિયાન શિક્ષક ઢળી પડ્યા, સારવાર હેઠળ
BLOની ફરજ બજાવતા મહિલા કર્મચારીનું વડોદરાની સ્કૂલમાં મોત
વડોદરા: દુબઈ ટૂર પેકેજના બહાને લીધેલા રૂપિયા 6.24 લાખ પરત માંગતા યુવકને મળી ધમકી
શુભમન ગિલની હેલ્થ અંગે ઋષભ પંતે કર્યો ચોંકાવનારો ખુલાસો
ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ, તંત્રમાં દોડધામ
દુબઈ એર શોમાં જીવ ગુમાવનાર પાઈલટ વિંગ કમાન્ડર નમન કોણ છે?, પત્ની પણ એરફોર્સમાં..
PF, ગ્રેચ્યુઈટી વધશે, ઓવરટાઈમ માટે ડબલ સેલરી, નવા લેબર કોડ અંગે જાણવા માંગો છે તે બધું…
નાઈજીરીયામાં આતંકવાદીઓ બંદૂકો સાથે સ્કૂલમાં ઘૂસ્યા, વિદ્યાર્થી-શિક્ષકોને બંધક બનાવ્યા
માત્ર બદલીની બીક ન બતાવો
મનુષ્ય જીવન મૂલ્યવાન છે એનું મૂલ્ય સમજો
જાગો ગ્રાહક, સજાગ બનો
પંજાબના સરહિંદ સ્ટેશન પાસે આજ રોજ તા. 18 ઓક્ટોબર શનિવારની સવારે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે રેલવે કર્મચારીઓની ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને આગ પર સમયસર કાબુ મેળવી લેવાયો.
પંજાબના સરહિંદ સ્ટેશન પર આજે સવારે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ (નંબર 12204)ના એક કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન લુધિયાણાથી દિલ્હી જઈ રહી હતી ત્યારે સરહિંદ સ્ટેશનથી આશરે અડધો કિલોમીટર દૂર મુસાફરોએ એક કોચમાંથી ધુમાડો નીકળતો જોયો. તાત્કાલિક ડ્રાઈવરે ટ્રેન રોકી અને રેલવે સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી.
ઘટના લગભગ સવારે 7:30 વાગ્યે બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આગ લાગતા જ રેલવે અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. મુસાફરોને અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા અને અસરગ્રસ્ત કોચને ખાલી કરાવવામાં આવ્યો.
ફાયર વિભાગની ટીમોએ થોડા સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આગ મર્યાદિત વિસ્તારમાં હતી અને સમયસર બુઝાવી દેવામાં આવી હતી.
સ્થાનિક પોલીસ અધિકારી મુજબ “બધા મુસાફરો સુરક્ષિત છે. માત્ર એક મહિલા મુસાફર હળવી રીતે ઘાયલ થઈ છે જેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.”
રેલવેના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે “અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગ્યાની જાણ થતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. મુસાફરોને સુરક્ષિત રીતે અન્ય કોચમાં ખસેડ્યા અને આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી.”
હાલમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ વિજળીના શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે પરંતુ હજી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રેલવે અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ ઘટનાથી મુસાફરોમાં શરૂઆતમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ તાત્કાલિક અને અસરકારક કામગીરીને કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ.