છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એકસાથે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાંથી 32 નક્સલીઓ પર લાખો રૂપિયાનું ઇનામ...
દક્ષિણ આફ્રિકા સામે શરમજનક ક્લીન સ્વીપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી પાછળ પડી ગઈ :s. ગુવાહાટીમાં...
શેરબજારમાં આજે લાંબા સમય પછી રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. બજાર ઓલટાઈમ હાઈની ખૂબ નજીક છે. સ્થાનિક બજારમાં આ તેજી વૈશ્વિક બજારોમાં...
વડોદરા તા.26ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં ડિજિટલ એરેસ્ટ કરીને ધમકી આપતા ગભરાઈ ગયેલા ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આત્મ હત્યા કરવા મજબૂર બનેલા...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ક્યાં છે?, આ સવાલ પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાન અંગે તરેહ તરેહની...
સુરત શહેરમાં કોર્પોરેટરો દ્વારા જાહેરમાં ભવ્યાતિભવ્ય જન્મદિનની ઉજવણીનાં વિવાદ વચ્ચે માથાભારે ઇસમો દ્વારા પણ છડેચોક જાહેરનામાનો ભંગ કરીને જન્મ દિનની ઉજવણી કરવામાં...
ભારત 12 મહિનામાં બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ થયું ત્યારે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને...
સુરત સહિત રાજ્યભરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ વીજ મીટર વિરૂદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ...
બુધવારે (26 નવેમ્બર) ગુવાહાટી ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી હારનો સામનો કરવો પડ્યો, જે રનની દ્રષ્ટિએ સૌથી મોટો ટેસ્ટ પરાજય...
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટના માલવિયાનગર પોલીસની ટીમ ખાનગી...
ગુવાહાટી ખાતે રમાયેલ બીજા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનની વિશાળ હાર આપીને આ ટેસ્ટ સીરિઝમાં 2-0થી જીત મેળવી. ટેસ્ટ ઇતિહાસમાં રનની...
*:ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન* *ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી...
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત તા.10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ એક આરોપી સોયેબને ધરપકડ કરી છે....
ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે...
ઉત્તર પ્રદેશમાં એક હૃદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. આજે તા. 26 નવેમ્બર બુધવારે વહેલી સવારે લગ્ન સમારોહથી પાછા ફરી રહેલી જાનૈયાઓની કાર...
કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં એક દિલદહોળી દેતી માર્ગ દુર્ઘટનામાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગીનું મોત નીપજ્યું. તેમની સાથે તેમના બે ભાઈઓનું પણ ઘટનાસ્થળે...
વિશ્વના અર્થતંત્રમાં કદી ન જોયેલી ઊથલપાથલ થઈ રહી છે, જેમાં જાપાન પણ જોડાયું છે. જાપાને વ્યાજના દર લગભગ શૂન્ય રાખવાના તેના ૩૦...
એક રાજા જંગલમાં ગયો હતો. ત્યાં તેને બે ગરુડનાં નાનાં બચ્ચાં મળ્યાં. રાજાને તે એટલાં ગમી ગયાં કે તે તેને પોતાના મહેલમાં...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને ધાર્યા કરતા વધુ ફટકાઓ પડ્યા હોવા...
સરકારો ક્યારેક તેમની બજેટ યોજનાઓનાં પાસાંઓ મીડિયા સામે લીક કરી દેતી હોય છે કાં તો જાહેર પ્રતિક્રિયા જાણવા માટે અથવા નાણાંકીય બજારો...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાએલ અલફલાહ યુનિવર્સિટીનાં ૧૮ ડૉકટરો પૈકી ડૉ.નબી આત્મઘાતી બન્યા. બાકી ૫ ને...
પોલિસને બાગાસું ખાતા મળ્યું પતાસું, નમનાર ગામ પાસે 112ની ટીમે અકસ્માતગ્રસ્ત કાર જોઈ સ્થાનિક પોલીસને જાણ કરી પોષડોડાના 11 થેલા ઉપરાંત પિસ્તોલ...
હિન્દી ફિલ્મ સૃષ્ટિના ધર્મેન્દ્રજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી. ધરમ પાજી પોતાની ફિટનેસ બાબતે ખૂબ જ સક્રિય હતા અને જેના કારણે જે...
હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા...
આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત...
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે...
મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી...
પાકિસ્તાની વાયુસેનાએ 25મી તારીખે મધ્યરાત્રિએ ખોસ્ત પ્રાંતના ગુરબાઝ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક જ પરિવારના દસ સભ્યો માર્યા ગયા, જેમાંથી...
મધ્ય ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક; બૂથ સ્તરની કામગીરીની ઝડપ વધારવા સૂચના વડોદરા :;ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી...
હેરિટેજ ઈમારતોની જાળવણી માટે ટોચના નિષ્ણાતોની મદદ, 130 ગાર્ડનનું નવીનીકરણ; પાણી ચોરી કરનારા સામે સખત કાર્યવાહી થશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એકસાથે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાંથી 32 નક્સલીઓ પર લાખો રૂપિયાનું ઇનામ જાહેર હતું. આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધની લડતમાં મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે તા. 26 નવેમ્બર બુધવારે સુરક્ષા દળો સામે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ લાંબા સમયથી જંગલ વિસ્તારોમાં સક્રિય હતા અને વિવિધ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી 32 નક્સલીઓના માથા પર કુલ લગભગ રૂ. 1.19 કરોડનું ઇનામ જાહેર હતું. સુરક્ષા એજન્સીઓએ આ આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી જીત ગણાવી છે.
જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરનારાઓમાં અનેક ઉચ્ચ અને મધ્યમ સ્તરના નક્સલીઓ સામેલ છે. તેમનો લાંબા સમયથી નક્સલી પ્રવૃત્તિઓમાં સીધો સમાવેશ રહ્યો હતો.
9 નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયાના ઈનામ જાહેર હતું
આ 9 નક્સલીઓમાં પાંડરુ હપકા ઉર્ફે મોહન, તેની પત્ની બંડી હાપકા, લક્કુ કોરસા, બદ્રુ પુનેમ, સુખરામ હેમલા, મંજુલા હેમલા ઉર્ફે શાંતિ, મંગલી માડવી ઉર્ફે શાંતિ, જયરામ કડિયામ અને પાંડો મડકમ ઉર્ફે ચાંદનીનો સમાવેશ થાય છે.
3 નક્સલીઓ પર 5-5 લાખ રૂપિયાના ઇનામ જાહેર હતું
કડિયામ ઉર્ફે મંગલ, જમાલી કડિયામ અને જોગી મડકમ ઉર્ફે માલતીનો સમાવેશ થાય છે.
ઉપરાંત તે સિવાય 12 નક્સલીઓ પર 2-2 લાખ અને 8 નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર હતું.
આ તમામ નક્સલીઓ દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, તેલંગાણા સ્ટેટ કમિટી અને ધમતારી-ગરિયાબંદ-નુઆપડા ડિવિઝન જેવા મહત્વપૂર્ણ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. આત્મસમર્પણ દરમિયાન તેઓએ ભારતીય બંધારણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકશાહી વ્યવસ્થામાં શાંતિપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ લીધો.
સરકારે દરેક આત્મસમર્પણ કરનારને રૂ. 50,000નું તાત્કાલિક પ્રોત્સાહન આપ્યું છે અને પુનર્વસન યોજનાઓ હેઠળ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સહાય આપવામાં આવશે.
અધિકારીઓ મુજબ આ વર્ષે બીજાપુર જિલ્લામાં 528 નક્સલીઓની ધરપકડ અને 144 નક્સલીઓના એન્કાઉન્ટરમાં મોત નોંધાયા છે. આ તાજેતરનું આત્મસમર્પણ નક્સલવાદને નબળો પાડવામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે. તેમજ આ તમામ નક્સલીઓની પૂછ-પરછ કરવામાં આવશે અને તે મુજબ તેમના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.