કાદવ-કીચડથી રસ્તા બંધ! તરસાલી-માણેજા વિસ્તારમાં 15 દિવસથી લિકેજ, કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ ઉતારી; સરદાર પટેલ જયંતિની યાત્રાના રૂટ પર જળબંબાકાર વડોદરા શહેરમાં એક...
જમ્મુ અને કાશ્મીરમાં પોલીસને આતંકવાદી નેટવર્ક સામે મોટી સફળતા મળી છે. અવંતીપોરા પોલીસે સુરક્ષા દળો સાથે મળીને પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને ગુરુવારે પુરાવા માંગ્યા કે તેમના જેલમાં બંધ પિતા જીવિત છે. તેમણે કહ્યું કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં પૂજા કરી. તેમણે ભગવાન રામની ૭૭ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ...
ચક્રવાત દિત્વાને કારણે શુક્રવારે શ્રીલંકામાં ભારે વરસાદથી ભારે તબાહી મચી ગઈ. શ્રીલંકામાં 46 લોકોના મોત અને 23 લોકો ગુમ છે. અધિકારીઓએ ચેતવણી...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને શુક્રવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) માં અદિયાલા જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ તિરસ્કારની...
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાપોદ્રા સ્થિત મુખ્ય કચેરીમાં આજે અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરતી પ્રક્રિયામાં આદિવાસીઓને અન્યાય મામલે આદિવાસી નેતા ચૈતર...
ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક નૌકાદળ અધિકારીની પત્નીના શંકાસ્પદ મૃત્યુમાં નવો વળાંક આવ્યો છે. સ્થાનિક GRP સ્ટેશન પર તૈનાત એક TTE વિરુદ્ધ હત્યાનો...
નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાનો ગ્રોથ સારી ઝડપથી વધ્યો જે પાછલા તમામ અંદાજોને વટાવી ગયો. સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય...
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે તા. 28 નવેમ્બર શુક્રવારે સવારે એક અત્યંત દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા....
ચાંદીના ભાવમાં ફરી એકવાર આગઝરતી તેજી જોવા મળી રહી છે. ચાદીની કિંમતો રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. હકીકતમાં, ગયા વર્ષથી ચાંદીના...
લાંબા સમયથી શહેરના હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે. અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ત્યારે હવે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીના રત્નકલાકારો પર પણ બેરોજગારીનું...
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતી તા.4 અને 5 ડિસેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર તેઓ...
હોંગકોંગની બહુમાળી ઇમારતોમાં લાગેલી ભીષણ આગમાં 128 લોકોના મોત થયા છે. હોંગકોંગમાં લગભગ આઠ દાયકામાં આ સૌથી ભયંકર આગ છે. તાઈ પોમાં...
ગઈ તા. 24 નવેમ્બરના રોજ, હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું. તેઓ પોતાનું આખું જીવન મસ્તમૌલા અંદાજમાં જીવ્યા અને દરેકને હંમેશા...
મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં વધુ એક બનાવટી એમ્બ્યુલન્સ ઝડપાઈ જેતપુર પાવી: મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા રોજે રોજ અવનવા કિમિયા અજમાવામાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 28 નવેમ્બર શુક્રવારે કર્ણાટકના ઉડુપી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે શ્રી કૃષ્ણના...
પ્રજાના પૈસા પાણીમાં! અટલાદરામાં ડિવાઈડરને સાફ કર્યા વિના જ રંગકામ; વડોદરામાં યોજાનારી ‘યુનિટી માર્ચ’ને લઈને શહેરના માર્ગો પર સફાઈ અને રંગરોગાનની કામગીરી...
એક યુવાનના જીવનમાં અચાનક ચારે બાજુથી તકલીફો આવી પડી. યુવાન, ઉંમર કાચી, કોલેજના છેલ્લા વર્ષમાં, હજી તો કમાવાની શરૂઆત કરવાની હતી ત્યાં...
સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સાડી, ડ્રેસ કે કુર્તી બનાવવામાં જેટલી મહેનત નહોતી પડતી એથી વધુ મહેનત મુંબઈથી કોઇ સારી મોડલ શોધી કેટલોગ બનાવીને...
આવી ભૂલ નહીં કરવા પણ આરોપીએ સ્વીકાર્યું વડોદરા તા.28એક ઠગે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને પીએસઆઈ તરીકેની...
આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. દેશના બે મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્ર (MH) બંનેએ સ્પષ્ટ નિર્ણય કર્યો...
દેશમાં સમયાંતરે ચૂંટણીવિષયક, વસ્તીગણતરી વિષયકની કામગીરી નિયમિત ચાલુ રહે છે. આ SIRની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. BLO તથા અન્ય અધિકારી પણ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મતોના નુકસાનકારક રાજકારણો છોડીને વિકાસવાદોનું રાજકારણ ચલાવીને 2014થી સાચો રસ્તો બતાવેલ છે. દેશનો નોંધપાત્ર વિકાસ અભિનંદનને...
સુરત: જેલમાં ટિફિન, વીઆઈપી બેરેક અને સુવિધાઓ અપાવવાની લાલચ આપી, ન આપશો તો હાઈ સિક્યુરિટીમાં મૂકી દેવાની ધમકી આપી પૈસા પડાવતા ઠગની...
સુરત: છેલ્લાં એક અઠવાડિયાથી સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું અને તેમાં પણ તાજેતરમાં ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ સુરત સુધી પહોંચતાં સુરતનો એર...
હાલમાં એક અહેવાલ એવા હતા કે મધ્યપ્રદેશની પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2025માં માત્ર 7,500 જગ્યાઓ માટે લગભગ 9.5 લાખ અરજદારો આવ્યા હતા., આ...
સુરત: સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે પોતાની કેબિનમાં તેઓ...
સુરત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મતદાર નોંધણી સંબંધિત કામગીરી તેજ ગતિએ ચાલી...
સુરત: એકબાજુ સુરત શહેરની સ્વચ્છતા મુદ્દે સમગ્ર દેશમાં અવ્વલ હોવાની આલબેલ પોકારાય છે. તો બીજી બાજુ શહેરવાસીઓ આ સ્વચ્છતાનો અહેસાસ થતો નહીં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કાદવ-કીચડથી રસ્તા બંધ! તરસાલી-માણેજા વિસ્તારમાં 15 દિવસથી લિકેજ, કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ ઉતારી; સરદાર પટેલ જયંતિની યાત્રાના રૂટ પર જળબંબાકાર




વડોદરા શહેરમાં એક તરફ નાગરિકો પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 19માં પાણીની પાઈપલાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર પીવાનું પાણી ગટરોમાં વહી જતાં ભારે વેડફાટ થઈ રહ્યો છે. આ ઘટના વડોદરા મહાનગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
વોર્ડ નંબર 19ના તરસાલીથી માણેજા વિસ્તારની સર્વોદય સોસાયટી, વ્રજધામ સોસાયટી સહિત અનેક સોસાયટીઓની આસપાસ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેના પરિણામે હજારો લિટર શુદ્ધ પાણી ગટરોમાં વહી ગયું હતું.
ખાસ કરીને જે જગ્યાએ આ ભંગાણ થયું, તે જ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે નીકળનારી યાત્રા પસાર થવાની છે. પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેતા આખા રોડ પર પાણી પ્રસરી ગયું હતું અને રસ્તા પર કાદવ-કીચડ થઈ જતાં વાતાવરણ બગડ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પાણીની લાઈનમાં લિકેજની સમસ્યા છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી. આ અંગે સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકા અને વિસ્તારના કાઉન્સિલરોને અનેક વાર ફરિયાદો કરી હોવા છતાં, તંત્ર દ્વારા સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવામાં આવ્યો નહોતો.
આખરે, 15 દિવસ બાદ VMC દ્વારા લિકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે પણ માત્ર વેઠ ઉતારવા પૂરતી જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
VMC દ્વારા જેને રીપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે કોન્ટ્રાક્ટરની અધૂરી અને હલકી કામગીરીના કારણે પીવાના પાણીની લાઈન સંપૂર્ણ રીતે રીપેર થઈ શકી નહોતી. પરિણામે લિકેજ યથાવત રહ્યું અને પાણીનો વેડફાટ ચાલુ રહ્યો.
આ ભંગાણ એટલું મોટું હતું કે આખા રસ્તા પર પાણી વહી ગયેલું, એક તરફ શહેરના નાગરિકો પાણી માટે વલખાં મારે છે અને બીજી તરફ આ રીતે શુદ્ધ પાણીનો થતો વેડફાટ અને VMCની બેદરકારી તંત્રના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોએ આ મામલે સત્વરે કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે.