ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે...
ઉત્તર પ્રદેશમાં એક હૃદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. આજે તા. 26 નવેમ્બર બુધવારે વહેલી સવારે લગ્ન સમારોહથી પાછા ફરી રહેલી જાનૈયાઓની કાર...
કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં એક દિલદહોળી દેતી માર્ગ દુર્ઘટનામાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગીનું મોત નીપજ્યું. તેમની સાથે તેમના બે ભાઈઓનું પણ ઘટનાસ્થળે...
વિશ્વના અર્થતંત્રમાં કદી ન જોયેલી ઊથલપાથલ થઈ રહી છે, જેમાં જાપાન પણ જોડાયું છે. જાપાને વ્યાજના દર લગભગ શૂન્ય રાખવાના તેના ૩૦...
એક રાજા જંગલમાં ગયો હતો. ત્યાં તેને બે ગરુડનાં નાનાં બચ્ચાં મળ્યાં. રાજાને તે એટલાં ગમી ગયાં કે તે તેને પોતાના મહેલમાં...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને ધાર્યા કરતા વધુ ફટકાઓ પડ્યા હોવા...
સરકારો ક્યારેક તેમની બજેટ યોજનાઓનાં પાસાંઓ મીડિયા સામે લીક કરી દેતી હોય છે કાં તો જાહેર પ્રતિક્રિયા જાણવા માટે અથવા નાણાંકીય બજારો...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાએલ અલફલાહ યુનિવર્સિટીનાં ૧૮ ડૉકટરો પૈકી ડૉ.નબી આત્મઘાતી બન્યા. બાકી ૫ ને...
પોલિસને બાગાસું ખાતા મળ્યું પતાસું, નમનાર ગામ પાસે 112ની ટીમે અકસ્માતગ્રસ્ત કાર જોઈ સ્થાનિક પોલીસને જાણ કરી પોષડોડાના 11 થેલા ઉપરાંત પિસ્તોલ...
હિન્દી ફિલ્મ સૃષ્ટિના ધર્મેન્દ્રજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી. ધરમ પાજી પોતાની ફિટનેસ બાબતે ખૂબ જ સક્રિય હતા અને જેના કારણે જે...
હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા...
આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત...
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે...
મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી...
પાકિસ્તાની વાયુસેનાએ 25મી તારીખે મધ્યરાત્રિએ ખોસ્ત પ્રાંતના ગુરબાઝ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક જ પરિવારના દસ સભ્યો માર્યા ગયા, જેમાંથી...
મધ્ય ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક; બૂથ સ્તરની કામગીરીની ઝડપ વધારવા સૂચના વડોદરા :;ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી...
હેરિટેજ ઈમારતોની જાળવણી માટે ટોચના નિષ્ણાતોની મદદ, 130 ગાર્ડનનું નવીનીકરણ; પાણી ચોરી કરનારા સામે સખત કાર્યવાહી થશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં...
BCCIની BCA સ્ટેડિયમ માટે માળખાગત સુવિધાઓની ભરપાઈને મંજૂરી ક્રિકેટ માળખાગત સુવિધા વધારવા અને ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ : બીસીએ ( પ્રતિનિધિ...
ઇલેક્શન ડિપાર્ટમેન્ટમાં વીજળી ગુલ થતાં સમગ્ર ઓનલાઇન કામગીરી ઠપ્પ, ખાલી ખુરશીઓનું દૃશ્ય: વીજ બેકઅપના અભાવે સરકારી કામકાજ પર સવાલ! વડોદરા : એક...
સંશોધન શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે પહેલ વૈજ્ઞાનિક ઉપકરણો આઈઆઈટી બોમ્બે દ્વારા કેન્દ્રીય રીતે ખરીદવામાં આવશે અને મસયુ બરોડામાં સ્થાપિત કરવામાં આવશે (...
SIR મામલે પશ્ચિમ બંગાળમાં હોબાળો શરૂ થયો છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે બોનગાંવમાં હતા. બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાતા મટુઆ સમુદાયના ગઢમાં...
એક હિરોઈને તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની કોર્ટને ફરિયાદ આપતા બોલિવુડમાં ચકચાર મચી ગઈ છે. પતિ તેની સાથે મારપીટ કરતો હોવાનો ગંભીર...
આંતરરાજ્ય મોટા લોન કૌભાંડનો પર્દાફાશ થવાની આશંકાવડોદરા તા.25કર્ણાટકના વેપારી સહિતના લોકોને સસ્તામાં સોનું તથા 10 કરોડની લોન અપાવવાનું કહીને રૂ.4.92 કરોડની ઠગાઇના...
“ચૂંટાયેલાઓએ નિરાશા આપી, લાખો નિરાશા વચ્ચે કમિશનરે આશા જગાવી” – નાગરિકનો સનસનીખેજ ખુલાસો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ અને નાગરિકોના...
પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી, હત્યામાં વપરાયેલું ઓશીકું તથા દુપટ્ટો રિકવર કરાયો વડોદરા તા.25તાંદલજા...
ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય બોલરોને બરોબર પરસેવો પડાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી 260 રન...
ચોરી અટકી પણ અકસ્માતનો ભય વધ્યો! ગટરના ઢાંકણાં ચોરીનું કૌભાંડ અટકાવવા પાલિકાએ લીધેલો નિર્ણય જ હવે અકસ્માતનું કારણ, તૂટેલા ઢાંકણાં તાત્કાલિક બદલવાની...
અડાણીયા પુલથી ઠેકરનાથ સ્મશાન સુધીના માર્ગો ખૂલ્લા એક ટ્રક જેટલો ભંગાર અને પરચુરણ માલ-સામાન જપ્ત; કુંભારવાડા પોલીસ અને SRPના બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.25 વડોદરા શહેરના સોમાતળાવ ચાર રસ્તા પર એક ભુવો પડવાની ધટના બની હતી.ભુવો ઉપરથી નાનો પણ અંદરથી ખૂબ વિશાળ છે.સાથે...
ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ફિલ્મ નિર્માતા-સંગીતકાર પલાશ મુચ્છલના અચાનક અટકી ગયા. પહેલાં સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવ્યો અને ત્યાર બાદ પલાશની તબિયત...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે સંસદ ભવનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને સમારોહનું નેતૃત્વ કર્યું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારતનું લોકશાહી આજે સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણામૂલક ઉદાહરણ બની ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
નવ ભાષાઓમાં બંધારણનું વિમોચન
આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું. આ સંસ્કરણ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત કુલ નવ ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તા.26 નવેમ્બર 1949ના દિવસે આ જ સેન્ટ્રલ હોલમાં બંધારણસભાએ ભારતના બંધારણના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેમણે ભારતના બંધારણના મુખ્ય શિલ્પકાર ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમનાં દ્રષ્ટિકોણ અને નેતૃત્વે દેશને મજબૂત લોકતંત્રને આધાર આપ્યો. સ્વતંત્રતા પછી બંધારણસભાએ વચગાળાની સંસદ તરીકે પણ કામ કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિનું સંબોધન
કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતનું બંધારણ લાખો સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, સપનાઓ અને સામૂહિક શાણપણનું પ્રતિબિંબ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે અને ભારત એક છે અને હંમેશા એક રહેશે. તેમના કહેવા મુજબ ભારતનું લોકશાહી મોડલ આજે વિશ્વમાં સૌથી સફળ અને સૌથી મોટું છે.
મહાનુભાવોની હાજરી
બંધારણ દિવસના આ રાષ્ટ્રીય સમારોહમાં અનેક અગ્રણીઓ અને સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો.
કાર્યક્રમ દરમિયાન બંધારણના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા અને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
આ રીતે બંધારણ દિવસનો કાર્યક્રમ દેશના લોકશાહી પરંપરાના ગૌરવ અને બંધારણ પ્રત્યેના સન્માનનું પ્રતિક બની રહ્યો.