Top News

More Posts

   The Latest

Most Popular

મુસાફરોને આગામી ફ્લાઈટમાં અથવા નિયમ મુજબ રિફંડ અપાશે

થોડા દિવસ પૂર્વે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી આવતા ફ્લાઈટ રદ કરવી પડી હતી

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

ઈન્ડિગોની સવારની ફ્લાઇટ 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી- વડોદરા-દિલ્હીની મંગળવારે ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે, મુસાફરોને આગામી ફ્લાઇટમાં બેસાડવામાં આવશે અથવા ઇન્ડિગો એરલાઇન્સની મુસાફરોની નીતિ મુજબ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

ઈન્ડિગોની ફ્લાઈટમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. જેના કારણે હવાઈ યાત્રીઓને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવામાં મંગળવારે ફરી એકવાર ખામી સર્જાવાને કારણે મુંબઈ-વડોદરા- મુંબઈ અને દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. ગત શુક્રવારે પણ મુંબઈ-વડોદરા-મુંબઈની અને વડોદરા-મોપા (ગોવા)-વડોદરા અને વડોદરા-હૈદરાબાદ સેક્ટરની ફ્લાઇટ વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. હૈદરાબાદથી આગમન પછી ઈન્ડિગોનું વિમાન વડોદરા-મોપા (ગોવા)-વડોદરા અને ત્યારબાદ વડોદરા-હૈદરાબાદ સેક્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાની હતી. તેથી વિમાન અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, પાઈલટે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ખામી સુધારવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. તેથી આ સેક્ટરો પર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જ્યારે , ઈન્ડિગો નીતિ મુજબ મુસાફરોને અન્ય ફ્લાઇટ્સમાં બેસાડવામાં આવ્યા હતા. જ્યારે આજે મંગળવારે પણ ફ્લાઇટ 6E-5126/6087 મુંબઈ-વડોદરા -મુંબઈ અને ફ્લાઇટ 6E-5066/ 6662 દિલ્હી- વડોદરા – દિલ્હી આજની માટે ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે, મુસાફરોને આગામી ફ્લાઇટમાં બેસાડવામાં આવશે અથવા ઇન્ડિગો એરલાઇન્સની મુસાફરોની નીતિ મુજબ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે હોવાનું એરપોર્ટ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

To Top