બાદશાહ અકબર અને બિરબલની દોસ્તી પ્રખ્યાત છે.તેમના જીવનના અનેક પ્રસંગો જીવનની સરસ સમજ આપે છે. બાદશાહ અકબર વિદ્વત્તાના પૂજક અને ચાહક અને...
વેકેશન હવે છેલ્લા તબક્કામાં છે. ચોમાસું ઉનાળાને પલાળી ગયું છે. જૂન મહિનો માતા-પિતા માટે જાલીમ હોય છે. કારણ કે હવે આપણે ત્યાં...
બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભશ્તીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલી...
સોમવારે મુંબઇ મહાનગરમાં ચોમાસુ શરૂ થઇ ગયું છે. મુંબઇમાં નૈઋત્યનું ચોમાસું આ વખતે તેની રાબેતા મુજબની તારીખ કરતા ૧૬ દિવસ વહેલું આવી...
લખનૌ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુરુવારે સેના પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે આ...
ઓપરેશન શીલ્ડ હેઠળ પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે. પહેલા તે 29 મેના રોજ યોજાવાની...
ભારત સાથે ઓપરેશન સિંદૂરમાં ભારે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. બલુચિસ્તાન સેનાએ દાવો કર્યો છે...
પટનામાં પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. ત્યારબાદ તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. 6 કિમી લાંબા રોડ શોમાં હજારોની ભીડ ઉમડી...
તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યા બાદ હવે આકાશ યાદવને પણ તેમની પાર્ટી દ્વારા 6 વર્ષ માટે હાંકી કાઢવામાં...
પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન ટીએમસી સરકારને નિશાન બનાવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું...
ફેડરલ ટ્રેડ કોર્ટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર રોક લગાવી છે, તેને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રમ્પે...
કપડવંજ: કપડવંજ અને વાત્રક કાઠા ગાળામાં હાલમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો હોય અને ભારે પવન અને કમોસમી વરસાદને લઈને બાજરીનો પાક...
સુરત શહેરના પરવટ વિસ્તારમાં યુ.એલ.સી. કાયદા હેઠળ ફાજલ કરાયેલી આશરે 39 હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર ગેરકાયદેસર દબાણો આજે જિલ્લા કલેક્ટર...
સુરત એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના બની છે. અહીં રનવે નજીક ઘાસમાં આગ લાગી છે. આગ લાગી ત્યારે લેન્ડિંગ માટે ફ્લાઈટ્સ સુરતના...
અભ્યાસ કરતા બાળકો,નોકરી ધંધો કરતા લોકો સહિત નાગરિકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છેઅહીં સફાઇ સુદ્ધાં કરવામાં આવતી નથી જેના કારણે...
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે ‘ઓપરેશન સિંદૂર’ ને રાષ્ટ્રીય વિજય ગણાવ્યો. તેમણે કહ્યું કે તમામ ભારતીય દળોએ સાથે મળીને...
સુરતમાં કચરો ભરીને દોડતી ગાડીના ડ્રાઈવરો ગાડી બેફામ દોડાવતા હોય છે. આવી જ એક કચરાની ગાડીના ડ્રાઈવરે અડફેટે લેતા 13 વર્ષના વિદ્યાર્થીનું...
કપડવંજ: કપડવંજમાં વિકાસપથ જે દિવસેને દિવસે વિનાશપથ બનતો જાય છે. ત્યારે આજરોજ કપડવંજ બસ સ્ટેશનમાંથી નીકળતી અમદાવાદ બાયડ બસ વિકાસપથ પર પસાર...
કપડવંજના વીમાધારક વીણાબેન શાહને મળ્યો ન્યાય, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક તકરારી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો કપડવંજ: કપડવંજના વીમાધારક નાગરિકોના હિત...
સુરતમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીંના વેસુ વિસ્તારમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોંઘી મર્સિડિઝ કારને અજાણ્યો યુવક આગ ચાંપીને ભાગી...
સ્થાનિકોની રજૂઆત બાદ ટોલ ટેક્સ બચાવવા બેફામ બનેલા વાહનચાલકો સામે તંત્રની લાલ આંખ ગોધરા: છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે ગોધરા...
હરિનગર બ્રિજથી ઇ.એસ.આઇ.સી હોસ્પિટલ જવાના માર્ગે નશામાં ધૂત ફોર વ્હીલર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા વડોદરા: શહેરમાં હવે નશાની...
સુરત: શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અને...
જૂન મહિનાના પહેલાં પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો, રસ્તા...
પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટે વિદેશ પ્રવાસ પર રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે હવે મહાત્મા ગાંધીનો દેશ પણ...
અબજોબતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથેના સંબંધો તોડી નાખ્યા છે. બુધવારે મસ્કે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સરકારી...
દેશમાં અને વિદેશોમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓ સ્ત્રીઓનું શોષણ કરવાનું સાધન છે, તેવી વાતો ઘણા સમયથી સંભળાતી હતી, પણ હવે તેનો નક્કર પુરાવો...
E20 (20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ)નો ઝડપી રોલઆઉટ વાહન માલિકોમાં ખાસ કરીને BS4 અને BS6 મોડેલ ધરાવતા વાહનોમાં ગંભીર ચિંતાઓ ઉભી કરી રહ્યો છે....
બે દિવસ પહેલા એક ચર્ચાપત્રીનું ‘ગુજરાતમિત્રની તટસ્થતા અને મૂલ્યો’ વિશે ચર્ચાપત્ર વાંચ્યું, તે વાંચી મારે જે વાત ઘણાં સમયથી કહેવી હતી તે...
સુરત શહેરની હવામાનમાં ગરમીનો પારો નીચે છે પરંતુ ઉકળાટ અસહ્ય છે અને વચ્ચે વચ્ચે પવનની લહેરો રાહત આપે છે, આ વાતાવરણ જાણે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
બાદશાહ અકબર અને બિરબલની દોસ્તી પ્રખ્યાત છે.તેમના જીવનના અનેક પ્રસંગો જીવનની સરસ સમજ આપે છે. બાદશાહ અકબર વિદ્વત્તાના પૂજક અને ચાહક અને બીરબલ પ્રખર બુદ્ધિમાન. એક દિવસ ‘દિવાને આમ’માં બેસી નવરત્ન જોડે બાદશાહ અલકમલકની વાતો કરતા હતા. બાદશાહના દરબારમાં ઘણા ખુશામતખોરો પણ હતા. એક ખુશામત કરનારે બાદશાહની કૃપા મેળવવા કહ્યું,’ બાદશાહ સલામત, આપના જેટલી અઢળક અને ઉત્તમ સંપત્તિ કોઈ પાસે નહીં હોય.’ બીજા ખુશામતખોરને ઓર પાનો ચડ્યો.
તેણે કહ્યું,’ હજુર, તમારી તલવાર અને ઢાલ દુનિયાનાં ઉત્તમ હથિયાર છે.’ વળી ત્રીજો ખુશામતખોર બોલ્યો,’હજુર, આપના રાજ્યની સેના અને સૈનિકો બધાંને ઉત્તમ સુરક્ષા અર્પણ કરે છે અને આપના વૈદ્યરાજ ઉત્તમ દવા આપે છે.’ બાદશાહ અકબર તો આ વખાણો સાંભળીને રાજી રાજી થયા. તેમણે બિરબલ સામે જોયું, બિરબલે બાદશાહ સામે થોડું ઉપાલંભભર્યું લુચ્ચું મલકી રહ્યા હતા. અકબર બાદશાહ સમજી ગયા કે જરૂર બિરબલના મનમાં કોઈ વાત છે.
તેમણે બિરબલને પૂછ્યું,’ શું આ બધી દરબારીઓની વાત સાથે તું સંમત છે કે નહીં?’ બીરબલે ઊભા થઈ અકબર બાદશાહને સલામ ભરી અને પછી કહ્યું,’ બેઅદબી માફ કરજો બાદશાહ, પરંતુ હું આ વાતો સાથે સંમત નથી. મારા મત મુજબ તો સૌથી ઉત્તમ સંપત્તિ આ ભૌતિક ખજાનો નહીં પરંતુ ‘સદ્બુદ્ધિ’ છે, જે તમને ખરા ધનવાન બનાવે છે. સૌથી ઉત્તમ હથિયાર તમારી તલવાર, ઢાલ કે અન્ય કોઈ બીજાને ઈજા પહોંચાડતું હથિયાર નહીં પણ સૌથી ઉત્તમ હથિયાર ‘ધૈર્ય’ છે, જે દરેક પરિસ્થિતિ સામે લડી શકે છે. ‘
બીરબલની આ વાત સાંભળી બધા ખુશામત કરનારા દરબારીઓ એકબીજાની સામે જોવા લાગ્યા. બિરબલે આગળ કહ્યું,’ હજુર, સૌથી ઉત્તમ સુરક્ષા સૈન્ય કે સેનાપતિ નહીં પણ એકમેક પ્રત્યેનો ‘વિશ્વાસ’ સાચી સુરક્ષા પ્રદાન કરે છે અને સૌથી ઉત્તમ દવા તો ‘હસવું’ છે. મન ભરીને હસવાથી ચિત્ત પ્રફુલ્લિત રહે છે અને તન તંદુરસ્ત રહે છે.’ બીરબલની વાત સાંભળી અકબર બાદશાહ ખુશ થયા અને હરહંમેશની જેમ તેને ઇનામ આપી તેનું બહુમાન કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે