બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ...
વર્ષ ૨૦૨૦માં કોરોનાવાયરસના રોગચાળાએ દુકાનો અને રેસ્ટોરાંઓ બંધ કરાવી દેતા, પ્રવાસન ઉદ્યોગનો દાટ વાળી દેતા અને ઉત્પાદનમાં કાપ મૂકાવતા બ્રિટિશ અર્થતંત્રમાં ૩૦૦...
ગુજરાત શિક્ષણ બોર્ડે ધીરે ધીરે શાળાઓ ઓપન કર્યા બાદ હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે આગામી બે માર્ચથી ચાર માર્ચ દરમિયાન એકમ કસોટી...
સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંગલાઓ ભાડે લઈને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટમાં મુંબઈ પોલીસે સુરતના તનવીર હાશમીને પકડ્યાં બાદ પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં...
2016માં સુરત એરપોર્ટના 655 મીટરના રન-વેનાં વિસ્તરણ કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર અને એંજિનિયરિંગ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ...
અડધા ભારતમાં શુક્રવારે 12 ફેબ્રુઆરીએ રાત્રે 10.34 ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પૃથ્વી ધ્રૂજતી રહી. પૃથ્વીનું આ કંપન કાશ્મીરથી છત્તીસગઢ સુધી ધ્રુજ્યું. ભૂકંપની...
ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ...
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદી (dinesh trivedi)એ રાજ્યસભામાંથી અચાનક રાજીનામું (resign) આપ્યા બાદ એક ચેનલના કોન્ક્લેવમાં જોડાયા હતા. જેમાં તેમણે કહ્યું...
આગ્રા: પ્રેમનું શહેર તરીકે જાણીતું આગ્રા (AGRA) ફરી એકવાર દેહવેપાર (PROSTITUTION)ને કારણે બદનામ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે આગ્રા પોલીસે દરોડો પાડીને સપાના નેતાના રિસોર્ટમાંથી બે...
ચીનના ટેલિવિઝન અને રેડિયો રેગ્યુલેટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચીને તેના અહેવાલો માટેની માર્ગદર્શિકાના ગંભીર ઉલ્લંઘન માટે BBC વર્લ્ડ ન્યૂઝના...
તમિલનાડુ ( tamilnadu) ના વિરુધુનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડા કારખાના ( creckers factory) માં આગ ( fire) ભભૂકી ઉઠી હતી. આ ભીષણ...
સુરત: ચેમ્બર (CHAMBER OF COMMERCE) અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GUJARAT STATE YOGA BOARD)ના સંયુક્ત ઉપક્રમે સુરત અને દક્ષિણ ગુજરાતનો...
પાકિસ્તાનમાં સૈન્ય પણ સલામત નથી. આતંકવાદી સંગઠન તાલિબાને ગુરુવારે રાત્રે અહીં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ચાર સૈનિકો માર્યા...
આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નાણામંત્રી હિમાંતા બિસ્વા સરમાએ (Finance Minister Himanta Biswa Sarma) શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં (petrol...
‘વેલેન્ટાઇન્સ ડે’ (VALENTINE DAY)એ બારણે ટકોરા મારી દીધા છે. તમે પણ આ દિવસની રાહ જોતાં જ હશો અને પ્રિયજન સાથે ઉજવણીની બધી...
ઉત્તરાયણના ગયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી જઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય...
‘મને MI નો ફોન તો નહીં જ ચાલે..!! iphone આપ તો લગ્ન કરીશ’. સગાઈમાં સાસરીયા પક્ષ તરફથી MI નો ફોન ગિફ્ટ કરાતા...
ભારત (India) અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર રમાવાની છે. મેચ પહેલા ઇંગ્લેન્ડે (England) તેમના 12...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો...
ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને...
વેલેન્ટાઇન ડે મા પ્રેમીઓ પોતાના પાત્ર ને ખુશ કરવા અવનવી ગિફ્ટસ આપતા હોય છે. અને અનોખી ગિફ્ટસ થતી આજની યુવા પેઢી આકર્ષિત...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘સુરતને સિંગાપોર (SINGAPORE) બનાવવાનું કેવી રીતે શકય થશે?’ તે...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર સાચો અંદાજ લગાવવી મુશ્કેલ છે, પરંતુ અત્યાર સુધીમાં આશરે 1000...
પૂર્વ લદ્દાખમાં ચીની સેનાને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પરથી પાછી ખેંચવાના કરાર અંગે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત સરકાર પર...
AHEMDABAD : ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ ગુરુવારે ગાંધીનગર ( GANDHINAGAR) જિલ્લામાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને રૂ.63...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય...
સુરત: લિંબાયત ગાયત્રી નગરમાં મિત્રની માતાની સારવાર (TREATMENT) માટે રોકડ મદદ કરવા જઇ રહેલા યુવક પર માથાભારે લોકોએ ચપ્પુ વડે હુમલો (ATTACK)...
કોરોના (CORONA) ચેપને લઇ શાળાઓને તાળા મારવાને કારણે શિક્ષણ (education) ક્ષેત્રે મોટાભાગના પ્રયોગો થયા છે. શાળામાં, વર્ગમાં નિયમિત શિક્ષણનો વિકલ્પ ઓનલાઇન શિક્ષણ બન્યો,...
ભાજપ નેતાના ભાઈની ગુંડાગીરી, કરજણમાં સિક્યુરિટી ગાર્ડ સામે કલ્પેશ ડાંગરે બંદૂક તાકી?
ક્રિકેટનો કિંગ કોહલી: IPL 2026ના એક દિવસ પહેલા ગિનિસે વખાણ્યા રેકોર્ડ્સ
અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો: પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી
ચિપ સપોર્ટથી ઈરાન મજબૂત? USએ ચીનની કંપની પર લગાવ્યા આરોપ
ધુરંધર-2માં નોટબંધી મુદ્દે બોલ્યા રવિ કિશન, બધાને ખબર પડી ગઈ કે નોટબંધી શા માટે થઈ હતી
ખેડૂતો માટે મોટી રાહત: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટી માત્ર રૂપિયા 300
શ્રીનગર-લેહ હાઇવે પર એવલાંચ: 6 લોકોના મોત, 6 ફૂટ બરફ નીચે અનેક વાહનો દટાયા
પશ્ચિમ એશિયા કટોકટી: રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની વર્ચ્યુઅલ બેઠક
પીએમ મોદીએ બાલેન શાહને નેપાળના નવા પીએમ બનવા પર પાઠવ્યા અભિનંદન, ભારત-નેપાળ સંબંધોને મળશે નવી દિશા
ઇઝરાયલ પર છોડવામાં આવેલા મિસાઇલો પર ઇરાને “થેંક્યુ ઇન્ડિયા” લખ્યું, આ દેશો માટે લખ્યા સંદેશ
ખજોદ ડમ્પિંગ સાઈટમાં ચોથા દિવસે પણ આગ યથાવત, મિથેન ગેસથી ફરી ભભૂકી ઊઠવાનો ભય
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.1માં પ્રવેશની જાહેરાત
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી: રાહુલને ‘પપ્પુ’ કહ્યા
રાજીનામા પછી પણ નીતિશ કુમાર રહી શકે મુખ્યમંત્રી, સ્પીકરે બંધારણીય નિયમો સમજાવ્યા
29 માર્ચે શહેરની 46 બિલ્ડીંગના 466 બ્લોકમાં 9284 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ પદ સામાન્ય થતાં નસવાડીની બે બેઠકો પર રાજકીય રસાકસી તેજ
વંદે ભારત ટ્રેનમાં ખરાબ દહીં મુદ્દે હોબાળો, અમુલને પણ નોટિસ, IRCTC અને કોન્ટ્રાક્ટરને ભારે દંડ
યુપી: કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માત, ત્રણ બાળકો સહિત અનેક લોકોના મોત
સરકારે પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નકારી: કહ્યું- 40 ટકા LPG ઉત્પાદન વધ્યું
વેસલ હોર્મુઝ સ્ટ્રેટથી 42 હજાર ટન એલપીજી લઈ જગ વસંત ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું
“તારે ડરવાની જરૂર નથી” શબ્દોએ બચાવ્યો જીવ, પોલીસની સંવેદનશીલ કામગીરી
મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: સંરક્ષણ પ્રધાન રાજનાથની અધ્યક્ષતામાં સમિતિની રચના
ગુજરાત ભાજપે જાહેર કર્યું નવું સંગઠન માળખું, વલસાડના સાંસદ અને સુરતના પૂર્વ મેયરને મળી મહત્વની ભૂમિકા
‘તુમ્બાડ 2’ માટે ભવ્ય તૈયારી, 200 દિવસનું શૂટિંગ અને વિશાળ સેટથી વધ્યો ઉત્સાહ
ગુજરાત કોંગ્રેસ કહે છે ,CAG રિપોર્ટમાં ભાજપ સરકારના ‘દેવાળિયા વહીવટ’નો પર્દાફાશ, દેવું ₹3.80 લાખ કરોડે પહોંચ્યું
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે પાકિસ્તાને ઈઝરાયલને આપી કડક વૉર્નિંગ, અમને કતર સમજી હળવાશમાં ન લેતા
અમરેલીમાં 11 કરોડમાં બનેલા રોડમાં લોટ-પાણી અને લાકડા
ભાજપના ગઢ ઉમરેઠમાં ગાબડું પાડવા વિપક્ષો સજ્જ
રાજ્યમાં 343 પ્રોજેક્ટ સાથે સુરત બીજા ક્રમે
વિશ્વની સૌથી ઊંચી એક પગ પર ઊભેલી મૂર્તિની પ્રતિષ્ઠા
બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ જેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેવા સંખ્યાબંધ લોકોનો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે તો કેટલાક લોકોના મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ મીંડા જ નોંધવામાં આવ્યા છે તો કેટલાક લોકોનો ટેસ્ટ કરવામાં જ આવ્યો ન હતો છતાં તેમને કોવિડ પોઝિટિવ જાહેર કરી દેવામાં આવ્યા છે! અને વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે ટેસ્ટિંગની સામગ્રીની તફડંચી કરવા માટે કોઇ પણ ટેસ્ટ કર્યા વિના જ ટેસ્ટ કરાયા હોવાની ખોટી વિગતો રજીસ્ટરોમાં ભરવામાં આવી છે. ટ્રેસિંગ માટે મોબાઇલ નંબર ફરજિયાત હોય છે અને સિસ્ટમને થાપ આપવા દસ મીંડા એન્ટર કરી દેવાયા હતા.
જુમઇ જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યાપક છબરડાઓ થયા હોવાની માહિતી બહાર આવી છે. અહીં જેમના આરટી-પીસીઆર ટેસ્ટ થયા હતા તેવા ૨૬ લોકોનો એકસરખો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે! જ્યારે કે જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેવા લોકોને ટ્રેસ કરવા માટે મોબાઇલ નંબર એક અગત્યની બાબત છે છતાં તેની નોંધણીમાં આવી બેદરકારી દાખવવામાં આવી છે.
જ્યારે આ જ જિલ્લામાં એવું પણ બન્યું છે કે ટેસ્ટ કરાયેલ કેટલીક વ્યક્તિઓનાં મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ શૂન્ય(૦૦૦૦૦ ૦૦૦૦૦) નોંધવામાં આવ્યા છે! આ બાબતે કોવિડ ટેસ્ટિંગ જિલ્લા વડામથકના કર્મચારીઓ પીએચસીના ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ પર આક્ષેપ કરે છે.
તેઓ કહે છે કે આ સ્ટાફે ટેસ્ટ કરાયેલા લોકોના મોબાઇલ નંબર નોંધ્યા જ ન હતા તેથી અમારે તેમના મોબાઇલ નંબર તરીકે દસ શૂન્ય નોંધવા પડ્યા છે. આ ઉપરાંત જુમઇ, શેખપુરા અને પટનાના કેટલાક કેન્દ્રોમાં તો ટેસ્ટિંગની સામગ્રી વપરાઇ હોવાનું ખોટી રીતે દર્શાવીને આ સામગ્રીની ઉઠાંતરી કરવાના હેતુસર અનેક ટેસ્ટ કરાયા હોવાની ખોટી નોંધો કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
મનોજ કુમાર નામના એક વિદ્યાર્થીએ ક્યારેય ટેસ્ટ કરાવ્યો જ નથી પરંતુ આમ છતાં તેનું અને તેના ભાઇનું નામ સિકંદરા પીએચસીની કોવિડ પોઝિટિવની યાદીમાં જાહેર કરી દેવાતા તે ચોંકી ઉઠ્યો હતો. આવા તો અનેક લોકો છે જેમને ટેસ્ટ કરાયા વિના જ પોઝિટિવ જાહેર કરી દેવાયા છે એમ જાણવા મળે છે.
આ ગોટાળાઓ અને છબરડાઓ બહાર આવતા વ્યાપક હોબાળો મચ્યો છે અને ટેસ્ટિંગની આખી પ્રક્રિયા સામે જ પ્રશ્નાર્થ ઉભા થયા છે. રાજદના સાંસદ મનોજ ઝાએ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવ્યો છે. આ બાબતે બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે હવે કહે છે કે આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે.