Top News

More Posts

   The Latest

Most Popular

હાલોલ: .
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે મંગળવારના રોજ ડુંગર પર જતી યાત્રાળુ પરિવારથી ભરેલી ખાનગી કાર તળેટીથી ડુંગર પર જવાના લગભગ ચોથા વળાંક પર પલટી ખાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર યાત્રાળુઓનો અદભુત બચાવ થવા પામ્યો હતો.
વાદળ છાયા તેમજ વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારથી પાવાગઢ ખાતે યાત્રાળુઓનો આવવાનો સિલસિલો યથાવત હતો. તે દરમિયાન બપોરના સમયે એક ખાનગી કાર લઈને આવેલો પરિવાર તળેટીથી ડુંગર પર માચી ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડુંગર પર ચડતા અંદાજિત ચોથા વળાંક ખાતે ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ જતા કાર ડિવાઇડરમાં અથડાઈ હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર યાત્રાળુ પરિવારમાંથી એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હોવાનું જાણવા મળે છે.
બનાવવાની જાણ થતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અન્ય સ્થાનિક વાહન ચાલકો પણ બચાવ કામગીરીમાં જોતરાયા હતા. જોકે અદભુત બચાવ થતાં યાત્રિકોએ માતાજીની કૃપા સમજી અન્ય વાહનમાં ડુંગર પર જઈ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

To Top