Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: તમારી તકલીફો દૂર થશે અને હવે તને દેવી સ્વરૂપ પ્રાપ્ત થશે તેવું કહી યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

નવ માસથી જેલવાસ ભોગવતા પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસે ચાર્જશીટ દાખલ કરતા અદાલતે તેને સેસન્સ કમીટ કરી તેની સામે કેસ ચલાવવા તમામ કાગળો સત્ર ન્યાયાલયને મોકલી આપ્યા હતા.

બીજી તરફ પાખંડી પ્રશાંતે જેલ મુક્ત થવા હાઈકોર્ટે સમક્ષ દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી ૮મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરનાર હોવાનું જાણવા મળે છે
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીનો પતિ પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના વારસીયા સ્થિત બગલામુખી મંદિરે સત્સંગમાં જતો હતો.

સત્સંગની વાતો પત્નીને કરતા તે પણ સત્સંગમાં જવા લાગી. જે દરમિયાન 2016માં યુવતી પારિવારિક તકલીફો લઈ પ્રશાંત ઉપાધ્યાય પાસે પહોંચી હતી ત્યારે પાખંડી પ્રશાંતે તેને કહ્યું હતું કે ‘’ દેવી સ્વરૂપ આપી દઈશ તેના માટે તમારે થોડો ભોગ આપવો પડશે” તેવું કહી પોતાના ઘરે બેડ રૂમમાં બોલાવી સાત વખત દુષ્કર્મ આચર્યું હતું.

To Top