શહેરા: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો...
ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો...
AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં,...
વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ...
નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા...
વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ...
વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ...
વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
લદાખ (LADAKH) માં એલએસીને (LAC) લઈને ભારત ( INDIA) અને ચીન ( CHINE) વચ્ચેનો લગભગ નવ મહિનાથી ચાલતો તણાવ હવે ઓછો થવા...
વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં...
,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ...
સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ...
AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ...
મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ...
દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી...
દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન...
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં...
આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
AHEMDABAD : સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ...
એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન...
ઇકોનોમિસ્ટ એક સામયિક છે, પરંતુ પોતાને એક અખબાર માને છે. 175 વર્ષ જૂનું સામયિક દર અઠવાડિયે 1 મિલિયન નકલો વેચે છે. તેના...
શુક્રવારે શેર માર્કેટ ( STOCK MARKET) માં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 131.06 પોઇન્ટ વધીને 51,662.58 પર...
વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો...
આ વર્ષે પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ તેમની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે....
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય...
હમણાં સુધી તમે કદાચ ટિકટોક ( TI TOK ) પર સૌથી વધુ મનોરંજક વીડિયો જોયો હશે અથવા બનાવ્યો હશે, પરંતુ ઘણી વાર...
New Delhi: નોકિયા (Nokia) એ આખરે તેના બે પોસાય તેવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન...
દોડધામ વાળા જીવનમાં ફ્રોઝન ફુડ્સ એક વધુ સારો વિકલ્પ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેનાથી અનેક...
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
શહેરા: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં પણ આવી જતા ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. જોકે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફલો થઈ હોવાનું સામે આવ્યું છે.
પાનમ સિંચાઇ કેનાલ મારફતે ખેડૂતોને ત્રણેય સિઝનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે પરંતુ આ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદની સાથેસાથે અભિશાપ પણ સાબિત થતી રહી છે. દર વર્ષે આ કેનાલમાં લીકેજ થવું, ગાબડા પડવા, કેનાલમાં સાફ સાફાઈનો અભાવ, કેનાલ ઓવરફલો થવી જેવી અનેક સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડે છે.
અને આજ પ્રકારની ઘટના હાલમાં બનવા પામી છે, શહેરા તાલુકાના ધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી પાણી કેનાલની બહાર નિકળ્યુ અને આસપાસના ખેતરો તેમજ કોતરોમાં વહી ગયુ હતુ.કેનાલ ઓવરફલો થવાને કારણે બહાર આવેલા પાણીથી ખેતરમાં રહેલા ઘઉં,મકાઈ તેમજ ડાંગરના ઉભા પાકને નુકશાન થવા પામવા સાથે ઘાસચારાને પણ નુકશાન પહોંચ્યું હતું. જયારે ભારે માત્રામાં વહી રહેલા પાણીને લઈને કેનાલની બાજુમાં આવેલ જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું છે.
જ્યારે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનમ મુખ્ય કેનાલ મારફતે આગામી ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે પાછળનું કારણ છે કે પાનમ ડેમમાં ગત ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ થવાને લઈને પાણીનો સંગ્રહ ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૫૨% જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.
જે ખુબ જ ઓછો છે. ત્યારે પાનમ વિભાગની જ બેદરકારીને લઈને પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવા પામી અને હજારો લીટર પાણી કોતર અને ખેતરોમાં વેડફાઈ જવા પામ્યું ત્યારે સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છેકે પાનમ વિભાગ દ્વારા જો આમ જ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોય તો તેની જગ્યાએ ખેડૂતોને આગામી ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે.
પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવા પાછળ પણ પાનમ સિંચાઈ વિભાગ જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે, સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં ડીસિલ્ટીગની કામગીરી કરવામાં જ ના આવી જેને લઈને કેનાલમાં શેવાળ થઈ જવાને લીધે કેનાલ ઓવરફલો થઈ. સિંચાઈ વિભાગ દ્વારા ઓવરફલો થતા પાણીને અટકાવવા માટે માટીના પાળા બનાવવાની કામગીરી કરાઈ હતી. તો બીજી તરફ સતત વહી રહેલા પાણીને લીધે જમીનના થયેલા ધોવાણની પણ મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.