સુરતઃ આજે સોમવારે તા. 23 જૂનના રોજ સુરત શહેરમાં સવારે ચારથી પાંચ કલાક સુધી સતત સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ...
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગત રાત્રે રવિવારે થયેલા ભયાનક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ઘાયલ...
દિલજીત દોસાંઝે રવિવારે મોડી રાત્રે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સરદારજી-3નું ટ્રેલર શેર કર્યું. 27 જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પાકિસ્તાની...
કોંગ્રેસના પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યું છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શક્તિસિંહે રાજીનામાની જાહેરાત કરી...
સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળ ફાટ્યું હોય તેવી રીતે ધોધમાર વરસાદ વરસતા અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે સ્કૂલ,...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાન વારંવાર ઇઝરાયલ વિરુદ્ધ નિવેદનો આપીને ઈરાનને ટેકો બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ઈરાની સૂત્રોના જણાવ્યા...
ઇઝરાયલે ઇરાન પરના તેના તાજેતરના હુમલામાં ફરીથી ફોર્ડો પરમાણુ સ્થળને નિશાન બનાવ્યું છે. ઇરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ...
સુરત શહેરમાં ગઈકાલે રવિવારે રાતે 10થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ આખી રાત 14 મીમી...
હાલોલના બાસ્કા નજીક કન્ટેનરમાં પીકપ ડાલુ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હાલોલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામેથી અસ્થી વિસર્જન કરવા ડભોઇ નજીક...
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધી તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન સરકાર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન આપવાના નિર્ણયો પર હવે પોતાના જ...
રવિવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું અને ઈરાનના ત્રણ પરમાણુ એકમો પર હુમલો કર્યો. આ પછી...
આજે સોમવારે તા. 23 જુનની સવારે વરસેલા ધમધોકાર વરસાદના લીધે સુરત શહેરના રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા...
કપુરાઈ વિસ્તારમાં ગંભીર અકસ્માત, પીકઅપ વેને બે એક્ટિવા ચાલકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત નીપજ્યું, ત્રણ ગંભીર રીતે ઘાયલ, પોલીસ તપાસમાં જોડાઇવડોદરા...
સુરત શહેર અને જિલ્લામાં આજે 23જૂન સોમવારે પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થાને પણ મોટો ફટકો પહોંચ્યો છે. ગુજરાત...
સુરતની વિકાસ ગાથાઓ દેશ વિદેશમાં થતી હોય છે. શહેરના શાસકો અને અધિકારીઓ પણ વિકાસના એવોર્ડ લઈ કોલર ઉંચો કરતા નજરે પડતા હોય...
દાહોદ : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે નેશનલ હાઈવે રોડ ઉપર બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને...
કેનેડામાં મળેલ જી-૭ શિખર પરિષદમાંથી ટ્રમ્પ સમય કરતાં વહેલાં નીકળીને વૉશિંગ્ટન રવાના થઈ ગયા. જતાં જતાં એમણે એવું ભવિષ્યકથન કર્યું કે, ઇરાન...
સુરત શહેરમાં 23 જૂનની વહેલી સવારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે. છેલ્લા ચાર કલાકમાં શહેરમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાવાની...
વર્ષ 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ. એ સમયે તુર્કી બાદ ઈરાન, ઇઝરાયલને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો. એ સમયગાળામાં ઇઝરાયલ અને ઈરાનના...
બેફામ બનેલા એજન્ટોને ડામવામાં તંત્ર નિષ્ફળ :બે ધક્કા વધારે પડે એની ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહેવું, લાવો તમારું કામ...
સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માત્ર બે કલાકના ટૂંકા સમયમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેર...
હત્યા કર્યા બાદ લાશ તરસાલી બાયપાસ પાસે આવેલા ખેતરમાં ફેંકી હોવાની આરોપીની કબુલાત વડોદરા તા.23લીમખેડાનો યુવક તેની પત્ની અને બાળકોથી અલગ વડોદરા...
શહેરના કલાલીથી વડસર બ્રિજ તરફના માર્ગે એટલે ખિસકોલી સર્કલથી અટલાદરા અને મકરપુરા તથા અક્ષરચોક તરફ જવાના માર્ગે સવારથી ટ્રાફિક જામ સર્જાયો હતો...
પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સ્કૂલમાં તપાસ : અગાઉ પણ નવરચના સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો...
ઈરાનનું ફોર્ડો તેમના દેશનું એક મહત્વપૂર્ણ પરમાણુ સંશોધન અને યુરેનિયમ સંવર્ધન સ્થળ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું ચર્ચામાં રહ્યું છે. આ સ્થળ...
અનરાધાર પડી રહેલા વરસાદે ફરી એકવાર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ તો ખોલી જ નાખી છે. સાથે જ ખાડીઓના ડ્રેજીંગને લઈને કરવામાં આવતાં...
સુરત શહેરમાં રવિવારની આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો...
ઈરાન પર અમેરિકાના હુમલા પર પૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી...
રવિવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાન સામે ખૂબ જ ગુપ્ત અને મોટી લશ્કરી કાર્યવાહી કરી. આ કામગીરીને ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ નામ આપવામાં આવ્યું...
ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા અંગે સૌથી મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. આ દાવો ખોરાસન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરતઃ આજે સોમવારે તા. 23 જૂનના રોજ સુરત શહેરમાં સવારે ચારથી પાંચ કલાક સુધી સતત સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. રાંદેર અડાજણમાં પણ ખૂબ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અડાજણ, પાલ, રાંદેર અને વરાછામાં લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. અડાજણના લોકોને 2006ના પૂરની યાદ તાજી થઈ ગઈ હતી.
સિઝનના પહેલાં વરસાદે પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમના ઘરોમાં પાણી ભરાયા હોવાનો બળાપો કાઢ્યો હતો. પૂણા વિસ્તારમાં લોકો વરસતા વરસાદમાં રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા અને પાલિકાની પ્રીમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
પહેલાં જ વરસાદમાં સુરત પાલિકાના પ્રી મોન્સુન કામગીરીના દાવા ખોટા સાબિત થયા છે. પુણાગામ વિસ્તારની અક્ષરધામ સોસાયટીના ઘરોમાં બેથી અઢી ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે લોકોની ઘરવખરીને ખૂબ નુકસાન થયું હતું.

સ્થાનિકોએ રોષ સાથે કહ્યું, પાંચ વર્ષથી અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. દર વર્ષે પાલિકાના અધિકારીઓ આશ્વસન આપે છે કે હવે પાણી નહીં ભરાય, પરંતુ દર વર્ષે સ્થિતિ એવીને એવી જ રહે છે. આ વર્ષે પણ સોસાયટીના અનેક મકાનો જળમગ્ન થયા છે. લોકોની ઘરવખરીને નુકસાન થયું છે.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, પાલિકા માત્ર કાગળ પર કામ કરે છે. ગ્રાઉન્ડ વર્ક થતું નથી. અમારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકા તાત્કાલિક પગલાં લે તેવી અમારી માગ છે. વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન છેડીશું. એમ કહી સ્થાનિકો વરસતા વરસાદમાં રસ્તા પર ધરણા કરવા બેઠાં હતાં. સ્થાનિકોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાની હેઠળ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.