Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર દ્વારા આગામી વર્ષ 2021- 22 માટે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશમાં રાજ્યો માથે દેવાની વિગતોમાં ગુજરાત દેવાના લિસ્ટમાં છઠ્ઠા નંબર ઉપર આવે છે.

આ અંગે મળતી માહિતી મુજબ આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત માટે ચિંતાજનક સમાચારો આવ્યા છે ગુજરાતના માથે રૂ. 3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી છે. જે દેશના 10 દેવાદાર રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે.

દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર બીજા નંબર ઉપર છે. 2014માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર 78 હજાર 21 કરોડ હતી. જે 2020માં વધીને 2 લાખ 5 હજાર 23 કરોડ થઈ હતી. 2014- 2020 મુજબ ગુજરાતમાં આર્થિક જવાબદારીમાં 1 લાખ 37 હજાર 444 કરોડનો વધારો થયો છે.

To Top