Top News

More Posts

   The Latest

Most Popular

આવું પ્રથમ વખત બન્યું છે કે એક રમતવીર ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)મા ઘરે જવાથી ડરે છે. હકીકતમાં, બેલારુસ (Belarus)ની દોડવીર(સ્પ્રિન્ટર) ક્રિસ્ટીસ્ના તિમાનૌસ્કાયા (Krystsina Tsimanouskaya) કહે છે કે જો તે તેના દેશમાં પાછી જશે તો તેને જેલ (Jail)માં ધકેલી દેવામાં આવશે. 

ક્રિસ્ટીસ્નાના દેશની ઓલિમ્પિક સમિતિ (Olympic committee)એ પણ તેને એરપોર્ટ (Airport)થી બેલારુસ પાછી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેને રમતવીરના ચાહકોએ અપહરણ (Kidnapping) પણ ગણાવ્યું હતું. જો કે, ક્રિસ્ટીનાએ જાપાનની એરપોર્ટ પોલીસને વારંવાર વિનંતી કરી કે તેને બેલારુસ પરત ન મોકલે. આ પછી, જાપાન પોલીસે તેમને સલામત સ્થળે મોકલ્યા છે. ક્રિસ્ટીસ્નાએ કહ્યું કે તેને બેલારુસમાં ઓલિમ્પિક અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને થોડી મિનિટો પહેલા જ લઇ જવાનો નિર્ણય લેવાયો તેઓ બેગ પેક કરી લે બેલારુસ જવા માટે.  

ક્રિસ્ટીસ્ના 200 મીટર દોડવીર છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ફરિયાદ કરી હતી કે તેના કોચ 4X400 રિલે ટીમમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, તેને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં કોઇ અનુભવ પણ નથી. આ હોવા છતાં, તેમના પર આ દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આ પછી, ક્રિસ્ટીસ્નાએ Tribuna.com ને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો. તેણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મને ડર નથી કે તેઓ મને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર ફેંકી દેશે. મને મારી સલામતીની ચિંતા છે. મને લાગે છે કે તેઓ મને જેલમાં પૂરી દેશે. 

હું માનું છું કે આ સમયે મારે બેલારુસ ન જવું જોઈએ કારણ કે મારી સુરક્ષા માટે ખતરો છે: ક્રિસ્ટીસ્ના 

ક્રિસ્ટીસ્નાએ એમ પણ કહ્યું કે બેલારુસ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ યુરી મોઇસેવિચે તેને સ્પષ્ટપણે કહ્યું કે મને ઓલિમ્પિક ટીમમાંથી કાઢી નાખવાની જરૂર છે અને જો હું 200 મીટર દોડમાં ન ઉતરુ તો મને રાષ્ટ્રીય ટીમમાંથી કાઢી મુકવામાં આવી હતી. અને આ ઉપરાંત મારે કેટલાક ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ હોવા છતાં, ક્રિસ્ટીસ્નાએ 200 મીટર દોડમાં જોડાવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેને પેક-અપ માટે કહેવામાં આવ્યું. 

ક્રિસ્ટીસ્નાએ એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય માત્ર રમત મંત્રાલય પર જ છોડ્યો નથી અને તેમને લગતો આ નિર્ણય હવે ઉચ્ચ સ્તરથી આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં એલેક્ઝાન્ડર લુકાશેન્કોની સરકાર છે, જેને ‘યુરોપના છેલ્લા સરમુખત્યાર’ પણ કહેવામાં આવે છે. 

To Top