ભરૂચ: કોટન કિંગ (Cotton king) ભરૂચ (Bharuch) જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. ભરૂચના 4 તાલુકામાં તંત્રની તપાસ...
રાજ્યમાં ચોમાસુ લગભગ હવે નિષ્ફળ ગયું હોવાની બાબત સ્પષ્ટ થઈ જવા સાથે દુષ્કાળ અને જળ સંકટની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે....
અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલના એરપોર્ટ (Kabul airport) નજીક ગુરુવારે સિરિયલ બ્લાસ્ટ (serial blast) થયા હતા. બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત (death)...
અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ એરપોર્ટ (kabul airport)પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એરપોર્ટની બહાર બોમ્બ બ્લાસ્ટ (bomb blast) થયો હોવાની માહિતી મળી...
અશરફ ગની (Ashraf gani)ના નેતૃત્વવાળી સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન (Afghanistan)માં સત્તા માટે હિંસક રીતે લડ્યાના એક સપ્તાહ પછી, તાલિબાન (taliban) હજુ પણ તેમના...
વૈવાહિક સંબંધોમાં બળાત્કાર (married rape)નો આરોપ લગાવનાર એક વ્યક્તિને ગુરુવારે છત્તીસગઢ હાઇકોર્ટે (chhattisgadh highcourt) નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદેસર...
નવી દિલ્હી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)ના ‘ગોલ્ડન બોય’ (golden boy) નીરજ ચોપરા (niraj chopra)ને સ્વદેશ પાછા ફર્યા બાદ ઘણા રાજ્યો દ્વારા સન્માનિત કરવામાં...
સુરત: સુરત (Surat)માં ક્યારેય વિમાનો ઉડશે નહીં એવી મજાક ઉડાવી નિયમોને માળિયે ચઢાવી એરપોર્ટની આસપાસ આકાશને આંબતી ઊંચી ઈમારતો બનતી હતી ત્યારે...
સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (corona)ની મહામારીને કારણે ગત વર્ષે કોઈ પણ તહેવારોને જાહેરમાં ઉજવણી (festival celebration) કરવા માટેની પરવાનગી (permission) આપવામાં...
નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ...
સુરત : પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ (katargam)માં રહેતી અને બે સંતાનની માતા (mother)ને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના સંતાનોને પણ પિતા (father)ની જવાબદારી...
શહેરા: શહેરા તાલુકાના ડોકવા ગામ પાસેના જંગલમાં ત્રણ યુવાનોને છોકરીની છેડતી કરી હોવાને લઈને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના...
શહેરા: શહેરાના કેશવ ગ્રાઉન્ડ પાસેથી મામલતદાર એ રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી હાઈવા ગાડી પકડી પાડી હતી. મામલતદાર દ્વારા ખાન...
ગોધરા: રાજ્યમાં હાલ પાછલા વરસાદની અનિયમિતતા વધી છે.બીજી તરફ રાજ્યમાં ચોમાસામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.જેની સીધી જ અસર હાલ રાજ્યના જળાશયો...
નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારીઓ સક્રિય થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૮ સ્થળે દરોડા પાડીને ૧૧૦ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી,...
નડિયાદ: વસો પોલીસની ટીમે બાતમીના આધારે ટુંડેલ ગામની સીમમાં ઓવરબ્રિજ નીચેથી બે શખસોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અમદાવાદ...
વડોદરા: ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 100 થી વધુ મસ્જીદો બનાવવામાટે સલાઉદ્દીન આણી મંડળીએ 7.27 કરોડ રૂપિયા ફંડીગ કર્યાના ચોંકાવનારા ઘટસ્ફોટે તો હજુ...
વડોદરા: સ્માર્ટ સીટીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છૅ. ગત રાત્રે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહેલા મહાનગર પાલિકાના મેયર ઓફિસમાં ફરજ બજાવતા...
વડોદરા: અગાઉના ઝઘડાની અદાવત રાખીને શ્રમજીવીને એકટીવાની ટક્કર મારીને હુમલાખોર ત્રિપુટીએ લાકડાના દંડાથી ફટકારીને માથુ ફોડી નાખ્યુ હતુ. વારસીયા મેલડી માતાના મંદિર...
આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંના લોકો યેનકેન પ્રકારે વિદેશ જવા ધમપછાડા કરતાં હોય છે, ત્યારે કેટલાક લેભાગુઓ જુદા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં અડચણરૂપ વાહનો તથા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે રોડ પર...
વડોદરા : શહેરના ગોરવા વિસ્તારના ઠગ દંપતીએ ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડ નો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓ ના બાકી નાણાં ની વસુલાત કરવામાં...
સંજય લીલા ભણશાલીની અત્યંત મહત્વાકાંક્ષી વેબસિરીઝ ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા કામ કરશે એ સમાચાર બીજા કોઇથી વધારે સોનાક્ષી માટે ય મોટા છે. ભણશાલીની...
જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને...
ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર,...
દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા...
નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે...
નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે....
શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભરૂચ: કોટન કિંગ (Cotton king) ભરૂચ (Bharuch) જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. ભરૂચના 4 તાલુકામાં તંત્રની તપાસ અને સરવે છતાં પાયમાલ બનેલા ખેડૂતો (farmer)ને વળતર અંગે સરકાર કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
ઔદ્યોગિક આફત બાદ હવે દુકાળ જેવી સ્થિતિમાં આભમાંથી પણ વરસાદ નહીં વરસતાં બેવડી માર વચ્ચે જગતનો તાત લાચાર બન્યો છે. આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુરુવારે કપાસના મૃત પાકની સ્મશાનયાત્રા (funeral) કાઢી હતી. જેમાં પ્રદૂષણથી મૃત:પ્રાય બનેલા કપાસની નનામી બનાવી તેમાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર (government) અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભારે હૈયે ખેડૂતો અને ગ્રામજનોએ મૃત કપાસનાં અગ્નિસંસ્કાર હિંદુ વિધિ મુજબ કર્યાં હતાં. આમોદ તાલુકામાં કંપનીઓના પ્રદૂષણના કારણે ખેતીને પારાવાર નુકસાન થયું છે. ખેતી નષ્ટ થઈ છે ત્યારે દુકાળગ્રસ્ત ચોમાસાને લઈ ખેડૂતો મરવાના વાંકે છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે વળતર નહીં ચૂકવાતાં હવે સ્થિતિ દુકાળના ડાકલા વચ્ચે ભયંકર બનવા જઈ રહી છે. ત્યારે તાલુકાના તેગવા, નિણમ, સોનામાં અને આસનેરા ગામના ખેડૂતો સરકારને સહાય ચૂકવવા માટે આજીજી કરી રહ્યા છે. ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને કોઈ વાચા નહીં આપતાં ગુરુવારે તાલુકાના તેગવા ગામના ખેડૂતોએ ખેતરના નુકસાની પાકની નનામી કાઢી સરકાર પાસે પાકને થયેલા નુકસાન પૂરેપૂરું ચૂકવવા માંગણી કરી હતી. ખેડૂતો અને ગ્રામજનોએ હિન્દુ સંસ્કૃતિ રિવાજ મુજબ મૃત કપાસની સ્મશાનયાત્રા કાઢી હતી. જેમાં ખેડૂત બહેનોએ મરણ રિવાજના છાજિયા કર્યા હતા. ખેડૂતોએ મૃત કપાસની વિધિવત અગ્નિદાહ આપી સરકાર પાસે પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર આપવા માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં ઉદ્યોગોને કારણે પાકને નુકસાન ન થાય એ માટે કાર્યવાહી કરવા અરજ કરી છે.

આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં વિકૃતિ આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જે બાબતની અનેક રજૂઆત ધારાસભ્યને મળતાં ગુરુવારે આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેક્ટર, આમોદ નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી અને નહીંવત વરસાદને કારણે પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી.