ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પર તંત્રના થીંગડા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉમેટા બ્રિજની જર્જરિત હાલત ચિંતાજનક છે ત્યારે હવે તંત્રે ખાડા પૂરવાનું...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય...
મોતના મુખમાંથી બહાર આવી, લોહીલુહાણ હાલતમાં પણ બીજાનો જીવ બચાવ્યો**સહાય ન કરી શકવાની લાચારીનું દુઃખ, છતાં ગણપતસિંહની વીરતા અજોડ* વડોદરા: ગણપતસિંહ રાજપૂત,...
હાલોલ: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દવારા ૨૯ નગર પાલિકાઓના ચીફ ઓફિસરોની થયેલી સામૂહિક બદલીઓના હુકમોમા હાલોલમા પ્રતિબંધિત...
જાપાને 1.20 લાખ જીબી પ્રતિ સેકન્ડની ઇન્ટરનેટ સ્પીડ હાંસલ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સ્પીડથી તમે ફક્ત એક સેકન્ડમાં આખી...
રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી *બોડેલી મેરીયા બ્રિજ...
સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. આજે સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. શુક્રવારે BSE સેન્સેક્સ 689.81 પોઈન્ટ (0.83%) ના...
ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ તાજેતરમાં વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રીજ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. જેને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકામાં પણ આવી...
ગંભીરા બ્રિજ દર્ઘટનાને પગલે બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પછી રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નવા બે અધિકારીઓની નિમણૂક કરી છે. વર્ગ-1ના...
ગુરુવારે સવારે 11.30 વાગ્યે ગુરુગ્રામના સેક્ટર-57 સ્થિત સુશાંતલોક-2માં એક મહિલા ટેનિસ ખેલાડીની તેના પિતાએ ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રારંભિક તપાસમાં...
જિલ્લાના અન્ય પુલોની પણ તપાસ કરાશે પ્રતિનિધિ ગોધરા તા.11 વડોદરા- આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પુલ તૂટી પડવાની તાજેતરની દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની...
પ્રાંત અધિકારી અને મા.અને મ.(રાજ્ય)ના.કા. ઈ.દ્વારા ઈન્સપેક્શન હાથ ધરાયું* *સંગમ પુલ અને વાત્રક પુલનું નિર્માણ ૧૯૮૦ના અરસામાં થયું હતું**૨૦૧૪માં સંગમ પુલ ઉપર...
વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં ઇજાગ્રસ્તોની આરોગ્ય પૃચ્છા કરી* *સઘન અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા હોસ્પિટલ તંત્રને સૂચના આપી* વડોદરા: વડોદરા...
ડભોઈ: ડભોઇ સરીતા રેલ્વે ફાટક ઓવર બ્રીજ ચડતા માલ ભરેલી હાઇવા ટ્રક ખોટકાઈ હતી.જેના કારણે સવારમાં બે કલાક ટ્રાફિકને વેગાથી તરસાના ફાટક...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સને તેમના ક્રૂ સભ્યો તા.14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ તા.1 જુલાઇના રોજ ગુરુવારે...
વડોદરા: પાદરા તાલુકાની વિવિધ કંપનીઓમાં કામ કરતા આણંદ જિલ્લાના અનેક યુવાઓએ શુક્રવારના રોજ તારાપુર હાઈવે પર ધરણા આંદોલન કર્યું છે. તેમણે સરકાર...
ગાંધીનગરઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે...
સુરત: સુરત મહાનગરપાલિકાની હદમાં વાલક ગામની હદમાંથી પસાર થતી વાલક ખાડી પર કેટલાક બિલ્ડરો દ્વારા મનમાનીપૂર્વક ગેરકાયદે પુલ બનાવી દેવાયો હતો. આ...
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે તા.22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત...
સુરત: સુરત શહેરમાં વરસાદી સીઝનમાં ખાડી પૂર અને એરપોર્ટ પર બર્ડ હિટ જેવી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. ખાડી...
સુરત: હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરતના રસ્તા ચંદ્રની ધરતી જેવા થઈ ગયા છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે શોધવું...
વડોદરા : શહેરમાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું ષડયંત્ર અટકતું નથી દેખાઈ રહ્યું. હવે વોર્ડ નંબર 4ની કચેરીમાંથી એક નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું...
સુરતઃ મેટ્રો રેલ જ્યારે દોડવી હશે ત્યારે દોડશે પરંતુ મેટ્રોના અધિકારીઓની બેદરકારીને કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વેપારીઓ પરેશાન છે અને...
સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે 75 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી લોકોએ બીજાઓને કામ કરવાની તક આપવી જોઈએ. નાગપુરમાં એક કાર્યક્રમ...
હરિયાણાના ગુરુગ્રામમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના પિતાએ ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી પિતા દીપક યાદવની ધરપકડ કરવામાં આવી છે....
અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા* *નદીમાં ૯૮%ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા વચ્ચે ટીમ...
સુરત: ભરૂચથી સુરત વચ્ચેના નેશનલ હાઇવે નં. 48 પરના તાપી નદીના બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટના સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી...
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાં પહેલગામના આતંકી હુમલા જેવી ઘટના બની છે. અહીં ગુરુવારની રાત્રે બંદૂકધારીઓએ એક બસને નિશાન બનાવી હતી. અહીંના ઝોબ ક્ષેત્રમાં...
શહેરમાં કમકમાટીભરી ઘટના બની છે. ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં...
જેને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે અત્યાર સુધી ગણાવવામાં આવી રહ્યો છે તેવા સુરતના છેવાડે આવેલા ડ્રીમસિટીના વિકાસ માટે હવે ખજોદ અર્બન ડેવલપમેન્ટ અને...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પર તંત્રના થીંગડા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉમેટા બ્રિજની જર્જરિત હાલત ચિંતાજનક છે ત્યારે હવે તંત્રે ખાડા પૂરવાનું શરૂ કર્યું
વડોદરા: વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હોવાની માહિતી છે, આ બાદ વાહન વ્યવહારને ઉમેટા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પણ ચિંતાનો વિષય બની છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા સક્ષમ નથી. ત્યારે તંત્રને કુટેવ પડી ગઈ છે કે, આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો. એટલા માટે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે અને તેને ઉમેટા બ્રિજના ખાડા દેખાતા તેના પર થીંગડા મારવાના શરુ કર્યા છે. પરંતુ શું થીંગડા મારવાથી આ બ્રિજની ગુણવત્તા સુધરશે?

મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજ પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની પણ ખસ્તા હાલતને કારણે ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હળવા વાહનોને ઉમેટા માર્ગે, જ્યારે ભારે વાહનોને વાસદ માર્ગે ડાયવર્ટ કરાયા છે. ત્યારે ઉમેટા બ્રિજનું માળખું પણ નબળું હોવાનું સામે આવ્યું છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા લાયક નથી. તંત્રે ખાડા પૂરવા અને થીંગડા મારવાનું શરૂ કર્યું છે, પરંતુ આ અસ્થાયી ઉકેલથી સ્થાનિકોમાં નારાજગી છે. સ્થાનિકોએ નવા બ્રિજની માંગ તીવ્ર કરી છે અને 2022માં આપેલી ચેતવણીઓની અવગણના અને પ્રશાસનની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે.

9 જુલાઈ, 2025ના રોજ ગંભીરા બ્રિજનો 10-15 મીટર લાંબો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક બાઇક મહીસાગર નદીમાં ખાબક્યા. આ ઘટનામાં 19 લોકોના મોત થયા, જેમાં એક પરિવારના છ સભ્યો અને એક બાળકનો સમાવેશ થાય છે. ત્યાર બાદ જાગેલું તંત્ર ઉમેટા બ્રિજ સહિત તમામ બ્રિજો ની સરકાર દ્વારા ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા અને શહેર અને જિલ્લા ના તમામ બ્રિજો ના રિપોર્ટ મુજબ 43 બ્રીજો માંથી 41 બ્રિજ સેફ અને બાકી બે બ્રિજ અન સેફ જાહેર કરવામાં આવ્યા હતા. તેવામાં ઉમેટા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બ્રિજ પર પડેલા ખાડા પર તંત્ર દ્વારા લિપાપોથી કરી પોતાની કામચોરી ને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકત માં આ બ્રિજ પણ ગમે ત્યારે કડડભૂસ થાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. જે પિલ્લરો પર બ્રિજ ઉભો છે તે પિલ્લરના સળિયા બહાર નિકળ્યા હોય તે સ્પષ્ટ દેખાય છે તો બ્રિજની નીચે પણ ગાબડા પડી ગયા છે અને સ્લેબમાંથી સળિયા બહાર આવી ગયા હોય તે સ્પષ્ટ નજરે પડે છે.
