અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક નાના વિમાને ટેકનિકલ ખામી સર્જાતા વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો...
: ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો બાઇક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા કરુણ મોત :કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી : ( પ્રતિનિધિ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય બોમ્બ ફૂટ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધો મમતા બેનર્જીને પડકાર ફેકયો છે....
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક કાપડની માર્કેટમાં આજે તારીખ 10 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ...
સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે મધરાતે આશરે 12:30 વાગ્યાએ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. અચાનક લાગેલી આગે થોડા જ...
રાજસ્થાનના સીકર જિલ્લામાં મંગળવાર રાત્રે એક ભયાનક રોડ અકસ્માત બન્યો હતો. અકસ્માતમાં ખાટુ શ્યામના દર્શન માટે જઈ રહેલી 50 યાત્રાળુઓથી ભરેલી સ્લીપર...
ભારતે પ્રથમ ટી૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૭૬ રનનો લક્ષ્યાંક આપ્યો છે. કટકના બારાબાતી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો....
પાલિકાની કામગીરી સામે રોષ પ્રતિનિધી ગોધરા તા.09 ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો ત્રાસ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 ઈન્ડિગો એરલાઇનની સેવાઓ મંગળવારે પણ પૂર્વવત થઈ શકી ન હતી. દિલ્હી વડોદરા દિલ્હીની બે ફ્લાઈટ ઓપરેશનલ કારણસર રદ થઈ...
લીલાછમ વૃક્ષોનુ ખુલ્લેઆમ નિકંદન, તંત્ર મૌન વાઘોડિયા: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી પ્રકૃતિની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે ભાજપ સરકાર...
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ મંગળવારે (9 ડિસેમ્બર, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. માઈક્રોસોફ્ટે ભારતમાં AI હબ બનાવવા માટે ₹1.5 લાખ...
ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 આગામી 19 મી ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણી પૂર્વે એક પણ ફોર્મ પરત ખેંચવામાં નહીં આવતા તમામે તમામ...
બોડેલી; ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ વિરોધમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છેબોડેલીની જાણીતી બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા નાણાકીય...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ જણાવ્યું છે કે ઘણા દિવસો સુધી સતત નેટવર્ક સુધારાઓ પછી તેની બધી ફ્લાઇટ કામગીરી હવે સામાન્ય છે....
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય અને સંભવિત યુએસ વેપાર સોદાને લગતી અનિશ્ચિતતાઓ પહેલાં શેરબજારમાં વેચવાલી ચાલુ રહી. શેરબજારમાં સતત બીજા દિવસે...
મંગળવારે સંસદ પુસ્તકાલય ભવનમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત બદલ વડા પ્રધાનને માળા...
સંસદના ચાલુ શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે...
પાકિસ્તાનના નવા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે પોતાનું પદ સંભાળ્યું. રાવલપિંડીમાં GHQ ખાતે આયોજિત એક સમારોહમાં તેમને...
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના કેમાયોરન વિસ્તારમાં આજે તા. 9 ડિસેમ્બરને મંગળવારે બપોરે એક સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં...
મંગળવારે શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન સપાના વડા...
મરામતની કામગીરીમાં દોઢ મહિનાથી વધુ સમય લાગે તેવી ધારણા : બ્રિજ નીચેના હંગામી દબાણો, આડેધડ પાર્ક થયેલા વાહનોથી ચાલકોની મુશ્કેલી વધી :(...
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર જૂતું ફેંકનાર વકીલને દિલ્હીના કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો છે. આ ઘટના આજે તા....
રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે. સંસદ આ પ્રસંગે ચર્ચા કરી રહી છે. સોમવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ. પીએમ મોદીએ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 આર.ટી.ઓ વડોદરા કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના...
વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો! પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ...
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે કથિત છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન...
વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો!પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ ગઈ...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં આઠ દિવસથી ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી છે. સોમવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની...
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ‘પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ’ અભિયાન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કાપડની થેલી વાપરવાના ઉદ્દેશ્ય સાથે થયેલી કોટન બેગ...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક નાના વિમાને ટેકનિકલ ખામી સર્જાતા વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ લેન્ડિંગ વખતે વિમાન સીધું જ દોડતી કાર પર આવી પડ્યું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ બનતા લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજન આ ઘટના સોમવારે સાંજે બની હતી.
વિમાનમાં શું ખરી હતી?
માહિતી મુજબ Beechcraft 55 મોડલનું આ વિમાન બે યુવા પાયલોટ એક 27 વર્ષીય પાયલોટ અને તેનો હમઉમર સાથી ઉડાવી રહ્યા હતા. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ (FHP)ના જણાવ્યા પ્રમાણે વિમાનના બંને એન્જિનમાં અચાનક પાવર લોસ થયો હતો. પાયલોટે તરત જ હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ ભારે ટ્રાફિક વચ્ચે વિમાનને સંતુલિત રાખવું મુશ્કેલ બન્યું અને વિમાન એક 2023 મોડલની ટોયોટા કેમરી કાર પર આવી અથડાયું હતું.
"And boom… front tire just goes right onto the car that's right in front of us. It was so scary."
— Mike Hanson (@MikeWESH_2) December 9, 2025
Jaw-dropping video of the I95 Plane Crash– @MeghanMoriarty_ talks with the videographer at 4 on @wesh. pic.twitter.com/LuxVoXSNs4
કારમાં બેસેલી મહિલા ડ્રાઇવરને ઇજા
ટોયોટા કેમરી ચલાવી રહેલી 57 વર્ષની મહિલાને હળવી ઇજા થઈ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છતાં તેમની હાલત સ્થિર છે. જ્યારે સદનસીબે વિમાનમાં સવાર બંને પાયલોટને કોઈ ઇજા થઈ નહોતી. ઘટના સોમવારે સાંજે 5:45 વાગ્યે બની હતી. જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળતો હતો. અથડામણ બાદ વિમાન હાઇવે પર જ ઊભું રહી ગયું અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
INSANE footage: plane lands RIGHT on a car in Brevard County, Florida https://t.co/u8Va7MENN3 pic.twitter.com/TXM1NI41vY
— RT (@RT_com) December 9, 2025
હાઇવે કલાકો સુધી બંધ રહ્યો
આ દુર્ઘટના પછી I-95 હાઇવેના દક્ષિણી લેનને તમામ રીતે બંધ કરી દેવું પડ્યું હતું. રાહતદળ અને તપાસ ટીમો તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને વિમાન તથા કારને હાઇવે પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતના કારણે હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો અને સવારે લગભગ 9 વાગ્યે ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે આ જ દિવસે ફ્લોરિડાના DeLand વિસ્તારમાં એક બીજા નાના વિમાન Cessna 172એ પણ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. જેમાં બે લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓે જણાવ્યું છે કે વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી, ઇમરજન્સી લેન્ડિંગની પ્રક્રિયા અને અથડામણની સંપૂર્ણ તપાસ ચાલુ છે. હાલ અકસ્માત સ્થળની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે અને હાઇવે પર ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે.