Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: 14 વર્ષની સગીરા સાથે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગેંગરેપ કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે કેસનો ચુકાદો આવતા 26 મહિનાનો સમય લાગ્યો છે. કોર્ટે બુધવારે સરકારી વકીલોની દદીલો સાંભળ્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો. જોકે સરકારી વકીલ દ્વારા આરોપીઓને ફાંસીની સજા સંભળાવવા માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ ભોગ બનનાર હાલમાં જીવિત હોવાને કારણે કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ન માનીને આજીવન કેદની સજા સંભળાવી હતી.

વડોદરામાં (Vadodra) તા.28 નવેમ્બર 2019ના રોજ ધટિત નવલખી ગેંગરેપ (Navlakhi Gangrape) કેસમાં 14 વર્ષની સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં (Ground) બેઠી હતી તે દરમ્યાન બે શખ્સ આવીને સગીરાના મંગેતરને ડરાવી તેમજ મારમારીને ભગાડી મૂકયા બાદ સગીરાને નજીકની ઝાડીમાં લઈ જઈ સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યુ હતું. આ ધટનાની જાણ પોલીસને (Police) કરાતા આ કેસ ક્રાઈમ બ્રાંચને (Crime Branch) સોંપવામાં આવ્યો હતો. તપાસ કરાતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ પ્રવીણ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ગયો હતો જેનો ચૂકાદો આજે આવ્યો હતો. આ કેસમાં આરોપી કિશન માથાસુરિયા તેમજ જશા સોલંકીને વડોદરા કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ તેઓને આજીવન કેદ સાથે 50 હજારનો દંડ કર્યો છે. સરકારી વકીલે આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. આ આરોપીઓની ઘરપકડ બાદ માત્ર 45 દિવસમાં જ તપાસ પૂરી કરાય હતી.

  • આરોપીઓની ઘરપકડ બાદ માત્ર 45 દિવસમાં જ તપાસ પૂરી કરાઈ હતી
  • સરકારી વકીલ પ્રવીણ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી
  • આરોપીઓને આજીવન કેદ સાથે 50 હજારનો દંડ કરાયો

કોર્ટે આરોપીઓને પોસ્કોની કલમ 6/1 મુજબ દોષિત ઠરાવ્યા છે. આ સાથે આરોપીઓ સામે આઇપીસીની કલમ 376 (2) (એમ) (એન), 376 (3), 376 (ડી) (એ), 377, 363, 394, 323, 506 (2) અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોક્સોની કલમ 4 (2) , 6(1), 8, 10 અને 17 પણ લગાવવામાં આવી હતી. કેસમાં સાયન્ટિફિક પુરાવાઓ પણ મળી આવ્યા છે જેમાં તેઓના DNA મેચ થતાં હોવાનું જણાયું છે. આ ધટના ધટયાના 26મહિના પછી આ કેસનો ચૂકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ કેસના સ્પેશ્યલ સરકારી વકીલ પ્રવીણ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીની જે-તે સમયે ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી હતી અને 1500 પેજનું ચાર્જશીટ રજૂ કરાયું હતું. પોલીસે 40 સાક્ષી તપાસ્યા હતા. ભોગ બનનાર સહિત બેના 164 મુજબના નિવેદન લેવામાં આવ્યાં હતા.

To Top