Top News

More Posts

   The Latest

Most Popular

આપણી હિંદુ પ્રજા હજારો જાતિઓનો શંભુમેળો છે. જેની કોઇ જાતિ નથી તે હિંદુ નથી. હિંદુના આજના સંતાનનો દાદો શિક્ષક હોય, પિતા એંજીનીયર હોય તો પણ સ્કૂલમાં દાખલ થતી વખતે તેને કણબી, કોળી, સુથાર, લુહાર, કુંભાર, વણકર કે ભંગી લખવાની ફરજ આજની સરકાર જોર જુલમથી પાડી રહી છે.

જો હિંદુનું બાળક તેની જાતિ ન લખે તો એને સ્કૂલમાં એડમિશન આપવામાં આવતું નથી. અર્થાત્ આજની સરકાર જાતિપ્રથા બરકરાર રાખવા માગે છે કારણ કે જાતિના બળ પર જ તે સત્તા પર આવી શકે છે અને રહી શકે છે. હિંદુ પ્રજાની દરેક જાતિ આજે પોતે અન્ય જાતિ કરતાં શ્રેષ્ઠ અને મહાન હોવાનો દાવો કરી વિવિધ રીતે પોતાના બળનું પ્રદર્શન કરી રહી છે. અર્થાત્ જેણે સત્તામાં આવવું હોય તેણે વધારે મત મેળવવા માટે અમારી માગણીઓ સ્વીકારવી પડશે અથવા અમારા માણસને ટિકીટ આપવી પડશે.

એવો તેમના પ્રદર્શનનો હેતુ હોય છે. જાતિઓને આવું બળ પ્રદર્શનનું વરવું પ્રોત્સાહન પણ આડકતરી રીતે સરકાર જ આપતી હોવાનો સંભવ છે. તેથી હિંદુ પ્રજામાં જયાં સુધી જાતિ પ્રથા રહેશે ત્યાં સુધી કોઇ પણ સરકાર સુશાસન સ્થાપી નહીં શકે. અર્થાત્ ત્યાં સુધી નિર્બળ જાતિઓનું શોષણ અન્યાય અને અત્યાચાર ચાલુ રહેશે અને અનામત પણ ચાલુ રાખવી પડશે અર્થાત્ ત્યાં સુધી ઉચ્ચ નીચ ભેદ બરકરાર રહેશે.

કડોદ     – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top