અતિ ચક્ચારી માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. આરોપીઓ સામે પુરાવા નહીં મળતા...
હાલમાં ડેમના પાંચ દરવાજા ખોલાયા, બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે વડોદરા જિલ્લાના નીચાણ વાળા વિસ્તારોના ગામોમાં લોકોને સાવચેત રહેવા અપીલ...
થોડા સમય પહેલા એક ટ્રેન્ડ ચાલ્યો Ghibliart જેમાં ફેમસ ધીબલી સ્ટાઇલની AI કોપી કરી આપતું અને લોકો પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ...
સંખેડા: સંખેડા પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાં ધાર્મિક તહેવારોની ઉજવણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળે છે. શ્રાવણ માસના સુદ પાંચમને નાગપંચમી પૂજા, બીજા...
અમેરિકાના બે સૌથી મોટાં પાવર સેન્ટરો છે તેમાંનું એક રાષ્ટ્રપતિનો હોદ્દો છે અને બીજું ફેડરલ રિઝર્વના ચેરમેનનો હોદ્દો છે. ફેડરલ રિઝર્વ ડૉલર...
અમેરિકાના કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર (NAS Lemoore) નજીક એક F-35 ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દુર્ઘટના સમયે વિમાન ઉડી રહ્યું હતું...
એક બિઝનેસમેન હોસ્પિટલના ફાઈવ સ્ટાર ડિલક્સ વોર્ડમાં સવારે એકલા એકલા વ્હીલચેર પર બેઠા હતા અને બારીની બહાર જોઈ રહ્યા હતા. થોડીવારમાં વોર્ડબોય...
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક મોટો વેપાર કરાર કર્યો હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત...
એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ માટે ‘નમસ્તે ટ્રમ્પ’ નામના ભવ્ય સમારોહનું પણ...
આપણી પૃથ્વી પર પીવાલાયક પાણીના જથ્થાનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં પણ આપણો દેશ પાણીની તકલીફવાળો દેશ છે. આટલી પ્રાથમિક વિગતો...
મહાન વિચારક એલ્વીન ટૉફલરનું એક ભવિષ્ય કથન એવું કહે છે કે, ‘આવતીકાલની દુનિયા માણસ નહીં પણ મગજ એટલે કે ટેક્નોલૉજી પર આધારિત...
31મી જુલાઈ આવે એક બાજુ હર્ષ, બીજી બાજુ ગમ. માનવીનાં કર્મો જ અમર બનાવી જાય છે. આ દિવસે રફીજી અમર બની ગયા....
આપણે ત્યાં કેટલાય કપલો મોંઘવારી કે નાના મકાન કે અન્ય કારણસર બાળકોને જન્મ આપવામાં કે લાવવામાં ઉત્સુક નથી હોતા અને જો લાવે...
તા.28-07-25ના રોજ માલદીવ્સને કરોડોની લોન વિશે મેં ચર્ચાપત્ર લખ્યું હતું. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ મુદ્દો બુદ્ધી જીવીઓ સાથે ચર્ચા માંગી...
વધુ ચરબીયુક્ત ખોરાક અને તેલ અને તેલની હાનિકારક અસરો અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શિક્ષિત કરવા તથા સ્વસ્થ આહારની ટેવોને પ્રોત્સાહન આપવા દૈનિક...
બિલ્ડરોના હાથમાં જમીન ન જાય તે માટે પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ શહેરી સુવિધાઓ માટે આ જમીનનો ઉપયોગ થવો જોઈએ : વિપક્ષ વડોદરા...
ડભોઇ: લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે એ ન્યાયે ડભોઈમાં ઓન લાઈન રોકાણ માં મોટી લાલચ આપી ઓન લાઈન એપ્લિકેશન એકટીવ...
અગ્નિશમન વિભાગમાં ખરીદી પ્રક્રિયા બાબતે તપાસ માટે સમિતિ રચાઈ 27 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ખરીદી પ્રક્રિયા અંગે વહીવટી અને તાંત્રિક પાસાઓની ચકાસણી કરાશે...
ગોત્રી ગાર્ડનમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા બદલ GPCBની કડક કાર્યવાહી બાયો મેડિકલ વેસ્ટ નિકાલ કરવાનું યથાવત રહેશે તો દરરોજ રૂ. 5,000નો...
અગોરા મોલ પાછળની ઘટના; ટૂંક સમયમાં સર્ટેન બોટ ઍકશનમાં, મહિલા અગાઉથી ઓળખાતી નહોતી – રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, પોલીસ અને ફાયર વિભાગ હાજર...
વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કાર્યપાલક ઈજનેર અને એન્વાયર્નમેન્ટ એન્જિનિયરની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા નિમાયેલ એક્સપર્ટ કમિટીના સભ્યો...
સ્થાનિકો દ્વારા પૂર્વ વિસ્તારમાંથી ગંદકી બાબતે કરાયેલી પાલિકામાં રજૂઆત બાદ યોગ્ય કામગીરી નકારતા ‘ગુજરાતમિત્ર’ના સમાચાર પ્રકાશન પછી; સફાઈની કામગીરીથી વિસ્તારોમાં રોષ થમ્યો,...
સંસદનું ચોમાસુ સત્ર અત્યાર સુધી હોબાળાથી ભરેલું રહ્યું છે. બુધવારે (30 જુલાઈ) જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ઉપલા ગૃહમાં પહલગામ હુમલા અને ઓપરેશન...
વડોદરા: સાવલી તાલુકાના નારા ગામમાં રહેતા બાલુબેન જામસિંહ પરમાર (ઉ વર્ષ:60) બપોરે એક વાગે ઘરમાં કચરો વાળી રહ્યા હતા. ત્યારે એકાએક નિકળેલા...
મુંબઈથી અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનની અડફેટે આવી ગયેલા વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું હતું.28 તારીખે સાંજે સાત વાગે લાકોદરા કરજણ રેલ્વે ટ્રેક પર...
ટીવાય બીકોમ હોનર્સની પ્રવેશ પ્રક્રિયા ઘોંચમાં : ફી રિસીપ વિના વિદ્યાર્થીઓને હાલાકી વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવવા અને ટ્રાવેલિંગ પાસ કઢાવવા મુશ્કેલીમાં મૂકાયા (...
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે અમેરિકા ભારતથી થતી આયાત પર 25 ટકા ટેરિફ લાદશે. રાષ્ટ્રપતિ...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ આજે એટલે કે 30 જુલાઈના રોજ NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) મિશન લોન્ચ કર્યું. NISAR ને...
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે મેચ નહીં થાય. ભારત અને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL ની સેમિફાઇનલમાં મેચ રમવાના...
વલસાડ: દમણમાંથી વિદેશી દારૂની મોટી ખેપ લઈને ટાટા કંપનીના કન્ટેનરમાં છુપાવી લઈ જવાતી હતી, જેને વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડી છે. અંદાજે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
અતિ ચક્ચારી માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. આરોપીઓ સામે પુરાવા નહીં મળતા કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, આરોપીઓ સામે રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નથી.
મુંબઈની સ્પેશ્યિલ કોર્ટે આજે માલેગાંવ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં તમામ 7 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. આ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી આરોપી હતા.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA ની ખાસ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો કારણ કે કોઈ પણ ધર્મ હિંસાને મંજૂરી આપતો નથી. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
કોર્ટે સ્વીકાર્યું કે આ ઘટના સમાજ સામે ગંભીર ગુનો છે, પરંતુ કાયદામાં સજા માટે ફક્ત નૈતિક આધાર જ જરૂરી નથી પરંતુ મજબૂત પુરાવા પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે કોઈ વિશ્વસનીય અને નક્કર પુરાવા મળ્યા નથી, તેથી બધાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જો પોલીસ ઇચ્છે તો, તે વોન્ટેડ આરોપીઓ સામે અલગ ચાર્જશીટ દાખલ કરી શકે છે. નિર્દોષ જાહેર કરાયેલા તમામ આરોપીઓને કોર્ટના આદેશ (કોપી) આપવામાં આવશે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું, ‘પ્રોસિક્યુશન પક્ષ કોઈ નક્કર પુરાવા આપી શક્યો નહીં જેને કાયદેસર રીતે સાચા ગણી શકાય. જે સાક્ષીઓ પર વિશ્વાસ કરવામાં આવ્યો હતો તેમની જુબાની પણ નબળી પડી. ફક્ત સ્ટોરી ઘડવી પૂરતી નથી. સજા માટે નક્કર પુરાવા જરૂરી છે. કોર્ટ પુરાવા પર વિશ્વાસ કરી શકતી નથી. ગંભીર શંકા છે પરંતુ પ્રોસિક્યુશન માત્ર શંકાના આધારે કેસ આગળ વધારી શકતું નથી.