છાણીથી શરૂ થયેલી વિરોધની ક્રાંતિનો પડઘો શહેરભરમાં પડઘો પડશે ? ગ્રામજનો સોમવારે વિશાળ રેલી યોજી કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે (...
સ્થાયી સમિતિની બેઠકમાં 20 કરોડથી વધુના 8 કામો સર્વાનુમતે મંજૂર ઓડિટ રિપોર્ટ, પાણી પુરવઠો, પક્ષીઓની ખરીદી, વૃક્ષોની જાળવણી અને કોલ સેન્ટર સહિતના...
વિસર્જન સમયે 105 બોયા, 70 તરવૈયા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ ડૉ. શીતલ મિસ્ત્રીની અપીલ; માત્ર નિર્ધારિત તળાવમાં જ વિસર્જન કરો વડોદરા...
વડોદરા શહેરના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને લેખિત રજૂઆત કરી હતી કે શ્રાવણ માસ દરમિયાન શહેરના...
શહેરી સફાઈના આયોજન સાથે ભવ્ય જનજાગૃતિ અભિયાન શરૂ કરાશે, નાગરિકોને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડ થેલીઓ અપાશે વડોદરા શહેરના સફાઈ કાર્યને વધુ ગતિશીલ...
આરોપીઓએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સંગઠિત રીતે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ આચર્યા હોવાનો સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો...
પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યો, બંનેનું મેડિકલ કરાવાયુંપ્રતિનિધિ વડોદરા તા.1માંજલપુર વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના જ ક્લાસમાં ભણતી...
હાલોલ: હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત રાતે પારિવારિક ઝગડો મારા મારી ફેરવાયો હતો. જેમાં એક ઇસમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના...
71મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત થઈ રહી છે. શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મેસીને ’12વીં ફેલ’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો...
સિટી ઇજનેર અલ્પેશ મજુમદારની હાજરીમાં જ નબળી કામગીરી ઝડપાઈ રોલિંગ, વોટરિંગ કર્યા વિના વેઠ ઉતાર કામગીરી કરી દેવાતા પાલિકાનું વાહન કાચા માર્ગમાં...
એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે હેડ ઓફિસ ખાતે રજૂઆત પીઆરએન નંબર જનરેટ નહિ થતા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી ( પ્રતિનિધી...
વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘કોઈપણ દેશ સાથેના અમારા સંબંધો તેની યોગ્યતા પર આધારિત છે અને તેમને કોઈ ત્રીજા...
શિનોર: ઉપરવાસમાં વરસાદ ને લઈ સરદાર સરોવર માં પાણીની સતત આવક થતા તંત્ર દ્રારા નર્મદા ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું...
ભારતે અમેરિકન અધિકારીઓને કહ્યું છે કે તેને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ માહિતી...
દાહોદ તા.૦૧ વિનોદ પંચાલ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા કાઢી આપતો એક કોમ્પ્યુટર ઓપરેટર અરજદાર પાસેથી રૂપીયા એક...
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન પર 19% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દક્ષિણ એશિયાના કોઈપણ દેશ પર યુએસનો સૌથી ઓછો ટેરિફ હશે....
પ્રતિનિધિ આણંદ તા 1 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના બાદ નિષ્ણાંતોની ટીમનુ ઘટનાસ્થળે ડ્રોન ધ્વારા નિરિક્ષણ મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમ દ્વારા...
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવતા નિષ્પક્ષ રીતે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગોટાળાનો આરોપ...
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ છેલ્લા 9 દિવસમાં બીજી વખત ચૂંટણી પંચના અધિકારીઓને ધમકી આપી છે. શુક્રવારે સંસદમાંથી બહાર નીકળતી વખતે રાહુલે મીડિયા...
પૂણેઃ પૂણેમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શિવાજી મહારાજની પ્રતિમાની તોડફોડ કરવાના મામલે મસ્જિદ પર પત્થરમારો થયો છે. બે જૂથો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગની સંયુક્ત ટીમે સતત ત્રીજા દિવસે વાઘોડિયા બ્રિજ, જાંબુવા તથા અહિયાંના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર લારી-ગલ્લા, દબાણો...
નેશનલ હાઇવે ઓફ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં હજીરાથી ધુલિયા સુધી સારી રોડ કનેક્ટિવિટી માટે નેશનલ હાઇવે–53 અંદાજે વર્ષ 2013-14 માં...
માંજલપુર બ્રાન્ચમાં ખાતું ધરાવનાર મકરપુરાના એકાઉન્ટ હોલ્ડરે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટ મશીનમાં જમા કરાવી વડોદરા તારીખ 1 માંજલપુર વિસ્તારમાં આવેલી...
બેંગલુરુની એક ખાસ કોર્ટે શુક્રવારે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કાર કેસમાં દોષિત...
ઓડિશાના ગજપતિ જિલ્લામાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ (RWSS) માં કામ કરતા...
હાઈવે પર ખાડા પૂરવા રાત્રે ટ્રાફિક રોકી ખાડા પૂરવાનું કામ તંત્ર દ્વારા કામ કરતા મુસાફરો રાતે પણ અટવાયા, કલાકો સુધી રસ્તો બંધ...
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત...
વડોદરાના વાઘોડિયારોડ , મનન પાર્ક સ્થિત દશામાંનાં મઢ ખાતે દશા માંની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહે છે, જે અદભુત ચમત્કારનાં દર્શન કરવા...
*પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં, રવિવારે વિસર્જન કરવામાં આવશે તેમ છતાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની તૈયારીઓ ન કરાતાં...
પ્રતિનિધિ ગોધરા તા.01 ગોધરાના ધારાભ્ય સી કે રાઉલજી દ્વારા જિલ્લાના ખેડૂતોને નર્મદા મુખ્ય કેનાલ તથા પાનમ હાઈ લેવલ આધારિત સિંચાઈ સુવિધા અને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
છાણીથી શરૂ થયેલી વિરોધની ક્રાંતિનો પડઘો શહેરભરમાં પડઘો પડશે ? ગ્રામજનો
સોમવારે વિશાળ રેલી યોજી કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે

( પ્રતિનિધી )વડોદરા,તા.1
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે છાણી સ્મશાનને લઈ આજરોજ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ રવિવારે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક સવારે છ થી બપોરના એક દરમિયાન બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સોમવારે વિશાળ રેલી યોજીને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ સ્મશાનોને કોન્ટ્રાક્ટ તથા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેનો શરૂઆતથી જ વિરોધ લોકો દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે શુક્રવારે છાણીના ગ્રામજનો દ્વારા ઢોલ નગારા બેનર પોસ્ટર સાથે સ્મશાનોના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક રહીશ મીનેશભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સ્મશાનોને લઈ જવામાં આવ્યા છે. એના વિરોધમાં અમે સમસ્ત ગ્રામજનોએ ભેગા થઈને આ કોન્ટ્રાક્ટપ્રથાના વિરોધમાં અમારા જે ટ્રસ્ટીઓ હતા. પહેલા જે વહીવટ કરતા હતા એ સારો જ કરતા હતા. અને અમારી ઈચ્છા પ્રમાણે સારી રીતે વહીવટ ચાલતો હતો. એજ રીતે ચાલે અને અમારે કોઈ કોર્પોરેશનની કે કોન્ટ્રાક્ટની જરૂર નથી. અમે જે છાણી સ્મશાન માટે વિરોધની ક્રાંતિની શરૂઆત કરીએ છીએ. આવતીકાલે સમગ્ર શહેરમાં આનો પડઘો પડવાનો છે.
હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છાણી મુક્તિધામ બચાવો અભિયાન માટે ભેગા થયા છે. વીએમસી જેને કોન્ટ્રાક્ટ હેઠળ સોંપવા જઈ રહી છે. અત્યારે કોર્પોરેશન એવું કહી રહી છે કે, અમે તદ્દન મફત સેવા આપીશું. આ મફત પૈસા ઓછા છે. ટેક્સ ના પૈસા છે. અત્યાર સુધી છાણી સ્મશાન અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલું છે અને આજ દિન સુધી કોઈ એક વ્યક્તિને પણ એક રૂપિયાની તકલીફ પડી નથી. અને આજે જ્યારે કોન્ટ્રાક્ટ પર જઈ રહ્યું છે. ત્યારે સરકારના જેટલા પણ કોન્ટ્રાક્ટ પર કામ થાય છે એ તદ્દન નિષ્ફળ જાય છે. અમારે કોર્પોરેશનની કોઈ મફત સેવા જોઈતી નથી. અમે આજથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી રહ્યા છે અને સમગ્ર છાણી ગામમાં સોસાયટીઓમાં પદયાત્રા યોજીને અમારી જે રૂપરેખા છે તે લોકોને જણાવવામાં આવી રહી છે. આગામી રવિવારે ગામમાં સવારે છ થી બપોરના એક દરમિયાન સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સોમવારે બપોરે છાણી મંડળી ખાતેથી અમે વિશાળ સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને રેલી રૂપે રજૂઆત કરીશું તેમ છતાં પણ જો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે આગળની પણ રૂપરેખા અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.