Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતી સિન્ડિકેટ ગેંગના સભ્યોને મોકલી જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડનો સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગુનામાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર આરોપીની સ્ટેટ સીઆઈડી ક્રાઈમની ટીમે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. મકવાણા, જી.બી. ડોડીયા, જે.એસ. પટેલ, કુલદીપ પરમારની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 1,594 સાયબર ગુનાને અંજામ આપી 719 કરોડથી વધુની ફાઇબર ફ્રોડ કરતી ગેંગમાં આરોપી બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી (રહે ભાવનગર) સાહિલ સંજયકુમાર સાધ રહે ભાવનગર, (મૂળ રહે દિલ્હી બેંકના બ્રાન્ચ મેનેજરના પતિ), ભાર્ગવ જનકભાઈ પંડ્યા (રહે ભાવનગર) અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ (રહે ભાવનગર)ની ધરપકડ કરી તેઓ પાસેથી છ મોબાઇલ અને ચાર ક્રિપ્ટો વોલેટ જપ્ત કર્યા હતા. રાજ્ય સીઆઈડી ક્રાઈમએ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.

To Top