સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા માંગલિક કાર્યો પર એક મહિના સુધી રોકવડોદરા:દિવાળીના તહેવાર બાદ શહેરમાં લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોની ધૂમ મચી હતી,...
દાહોદ તા.14દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચાકલીયા રોડ પર આવેલી...
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું. રવિવારે દુબઈમાં રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચમાં 241 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 41.2 ઓવરમાં...
ઈન્ડિગોની દિલ્હી–વડોદરા–દિલ્લી ફ્લાઈટ સતત બીજા દિવસે પણ કેન્સલ ( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14વડોદરા એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સિલસિલો યથાવત...
ફતેગંજ-કાલાઘોડા માર્ગની ખરાબ હાલત: નાગરિક સમિતિના આગેવાનોએ પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત; ‘પોલીસ કાર્યવાહી ગેરવ્યાજબી’ જણાવી વડોદરા: શહેરના વોર્ડ નંબર...
વડોદરામાં ગુલાબી ઠંડીનો અહેસાસ, આગામી ચાર દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં ( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલા...
ફ્રાન્સ અને યુકેએ રવિવારે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર એક યહૂદી કાર્યક્રમમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. ભારતે પણ આ હુમલાની...
મોપેડ પર બાળક સહિત ત્રણ સવાર, નગરપાલિકાની બેદરકારી ફરી બહાર આવી દાહોદ | તા. 14દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા...
રાજપીપળા નજીક સ્લીપ થતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસના હાથે ઝડપાયા ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ | ડભોઇ તાલુકાના ભીખનકુઈ વિસ્તારમાં રાત્રિના સમયે બે...
ઉંદર સળગતો દીવો ખેંચી જતા ગોદડામાં આગ લાગતા અફરા-તફરીબોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતમાં એક મકાનમાં અચાનક આગ...
આગની ઘટનામાં પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક, ભારે નુકસાન સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે તારીખ ૯/૧૨/૨૫ની મોડી રાત્રે લાગેલી ભયંકર આગમાં...
ગેરકાયદેસર પાર્કિંગ અને રિક્ષાઓની અરાજકતાથી માર્ગ બ્લોક; નાગરિકોને જોખમી અવરજવર કરવી પડે છે, સ્થાનિકોએ ઉગ્ર લડતની ચીમકી આપીવડોદરા: શહેરના હાર્દ સમા વિસ્તારમાં...
ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓના ચાલકો બેફામ બાલભુવનથી આર્યકન્યા સ્કૂલ તરફ પુરપાટ દોડી રહેલી ગાડીનો વીડિયો વાયરલ (પ્રતિનિધિ) વડોદરા | તા....
ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી છે. બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં...
કપડવંજ: કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામમાં દીપડો દેખાયાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામ વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાયાની ફરિયાદ મળતાં...
કાલોલ | કાલોલ તાલુકાના હિંમતપુરા ગામ નજીક આવેલા એચપી પેટ્રોલ પંપ પાસેના ગોધરા–વડોદરા હાઈવે રોડ પર આજે ટેન્કર અને મારૂતિ ઇકો ગાડી...
દેવગઢબારિયા પાલિકા પ્રકરણમાં કાનૂની ગૂંચવણ: અવિશ્વાસની દરખાસ્ત ફરી ચર્ચામાં લેખિત હુકમ વિના જીતનો જશ્ન? દેવગઢબારિયા પાલિકા મુદ્દે હાઈકોર્ટના ઓર્ડરની રાહ ફટાકડા ફૂટ્યા,...
સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ રવિવારે જણાવ્યું હતું કે સીબીઆઈએ ચાર ચીની નાગરિકો સહિત ૧૭ વ્યક્તિઓ અને ૫૮ કંપનીઓ સામે આંતરરાષ્ટ્રીય...
દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેનાથી વિવાદ ઉભો થયો છે. ભાજપનું...
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આજે રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ પર અચાનક ગોળીબાર શરૂ થયો હતો. જેના કારણે...
ઉત્તર પ્રદેશ ભાજપને નવું નેતૃત્વ મળ્યું છે. પંકજ ચૌધરીને સત્તાવાર રીતે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે...
પૂજ્ય વ્રજરાજ કુમારજીના દિવ્ય નેતૃત્વમાં વિશ્વભરના વૈષ્ણવોનું મહાસંમેલન વડોદરા : વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને વૈશ્વિક...
સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે નીકળેલી રનમાં મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મહિલાઓ જોડાઈવિવિધ પ્રકારની સાડીઓથી શહેરના રસ્તાઓ...
વડોદરા: વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવેલી સાડી ગૌરવ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સંભાળ સાથે ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો છે....
પરંપરાગત સંગીતની તાલે દોડવીરોમાં ઉર્જાનો સંચાર (પ્રતિનિધિ) વડોદરા | તા. 14 વડોદરામાં આયોજિત સાડી ગૌરવ રન એક અનોખી સાંસ્કૃતિક–ફિટનેસ પહેલ તરીકે સફળતાપૂર્વક...
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા લાખો નાગરિકો માટે આગામી બે દિવસ એટેલે કે તા.15 અને 16 ડિસેમ્બર મુશ્કેલીભર્યા રહેવાના છે. વરાછા મેઈન...
અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યમાં આવેલી પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ગઈ કાલે 13 ડિસેમ્બર શનિવારે ભયાનક ગોળીબારની ઘટના બની હતી. ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી...
વિશ્વવિખ્યાત ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ માટે ભારતમાં આવ્યા છે. ગઈ કાલે ટૂરના પ્રથમ દિવસે કોલકાતા...
વડોદરા: શહેરમાં ફરી એક વખત પાલિકા કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલી નબળી રોડ કામગીરી સામે આવી છે. ફતેપુરા વિસ્તારમાં માર્ગ પર...
પીછો કરી ચિક્કાર પીધેલા કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો : જેપી રોડ પોલીસે નશામાં ધૂત ચાલકની અટકાયત કરી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.13...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા માંગલિક કાર્યો પર એક મહિના સુધી રોક
વડોદરા:
દિવાળીના તહેવાર બાદ શહેરમાં લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોની ધૂમ મચી હતી, પરંતુ હવે આ ઉજવણીઓ પર એક મહિના માટે વિરામ આવવાનો છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 16 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારે 4.20 વાગ્યાથી ‘ધનાર્ક કમુરતા’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યોતિષ ગણતરી અનુસાર, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે કમુરતા શરૂ થશે, જે 14 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 3.08 વાગ્યે મકરસંક્રાંતિ સાથે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન લગ્ન સહિત તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત ગણાય છે.
લગ્ન, ગૃહ પ્રવેશ અને નવા વ્યવસાય પર રોક
વડોદરાના જ્યોતિષીઓના મતે, કમુરતા દરમિયાન સૂર્ય ગુરુની રાશિમાં હોવાથી તેનું શુભ બળ ક્ષીણ થાય છે. પરિણામે લગ્ન, સગાઈ, વાસ્તુ પૂજન, ગૃહ પ્રવેશ, મિલકતની ખરીદી-વેચાણ તેમજ નવા વેપાર-ધંધાના આરંભ જેવા સ્થાયી કાર્યો કરવામાં આવતા નથી.
આ કારણે શહેરના પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ અને લગ્ન સ્થળો પર પણ હવે એક મહિના સુધી શાંતિ જોવા મળશે. જાન્યુઆરીના મધ્ય ભાગ પછી ફરીથી શુભ મુહૂર્તો શરૂ થતાં શહેરમાં ફરી માંગલિક ધમધમાટ જોવા મળશે.
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, સૂર્ય જ્યારે ધન (ગુરુની રાશિ)માં પ્રવેશ કરે છે ત્યારે તેને ‘ધનાર્ક કમુરતા’ કહેવાય છે. આ સમયગાળામાં કરાયેલા શુભ કાર્યોનું પૂર્ણ ફળ મળતું નથી, તેથી પરંપરાગત રીતે લોકો આ સમયને ધાર્મિક સાધના અને પુણ્યકર્મ માટે ઉપયોગમાં લે છે.
કમુરતા દરમિયાન પૂજા-પાઠ, દાન-ધર્મ, તીર્થયાત્રા અને દેવ દર્શન જેવા કાર્યો વિશેષ શુભ માનવામાં આવે છે.
14 જાન્યુઆરી, 2026ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા (ઉત્તરાયણ) કમુરતા પૂર્ણ થશે અને તે સાથે જ ફરીથી લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોના શુભ મુહૂર્તો શરૂ થશે.
🔲 આચાર્ય અને કર્મકાંડ વિદ્વાન નયન શાસ્ત્રીજી કહે છે:
> “16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, જે ગુરુની રાશિ છે. આ સમયગાળો શુભત્વની દૃષ્ટિએ ‘મલમાસ સમાન’ માનવામાં આવે છે. આ દરમ્યાન વૈવાહિક સંબંધો, ગૃહ પ્રવેશ કે અન્ય સ્થાયી કાર્યો કરવાથી તેનું બળ ઘટે છે. આ એક મહિના દરમિયાન દાન-ધર્મ, તીર્થયાત્રા અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી વિશેષ ફળદાયી છે.”
🔲 ગણના વિશેષજ્ઞ જ્યોતિષ વિદ્વાન આશિષ દવે જણાવે છે:
> “ઘણા લોકો પૂછે છે કે કમુરતામાં શું કરી શકાય? આ સમય દરમિયાન પૂજા-પાઠ, કથા-વાર્તા, ભાગવત સપ્તાહ અને રોજિંદી ધાર્મિક ક્રિયાઓ કરી શકાય છે. પરંતુ નવા કરારો, મોટી મિલકત ખરીદી, મુંડન સંસ્કાર જેવા કાર્યો વર્જિત છે. આ સમય આત્મચિંતન અને ભક્તિ માટે ઉત્તમ ગણાય છે.”