Top News

More Posts

   The Latest

Most Popular

બોડેલી:;બોડેલીમા નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પર આવેલ દુકાનો સાથે 17 જેટલી જગ્યાઓ પર નોટિસ અપાતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના વ્યસ્ત અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલાં શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ અહીં ખાણીપીણી સહિતના વિવિધ વેપાર ધંધા ચાલી રહ્યા છે અને રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ધબધતો તો માહોલ ત્યાં જોવા મળે છે
વરસાદી સીઝનમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ થયેલી એક ઓનલાઈન અરજી બાદ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત નગરપાલિકાએ કોમ્પ્લેક્સના નકશા, બાંધકામની પરવાનગી અને પ્રોપર્ટી કાર્ડ સહિતના દસ્તાવેજો 7 દિવસમાં રજૂ કરવા નોટિસ આપી છે.
અચાનક નોટિસથી દુકાનદારોમાં ભયનો માહોલ છે. દુકાનદારોનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર હરાજીથી દુકાનો ફાળવવામાં આવી હતી અને તેઓ નિયમિત ભાડું ચૂકવે છે.
નગરપાલિકા તંત્રનું કહેવું છે કે દસ્તાવેજોની તપાસ બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે. સમગ્ર મામલે બોડેલી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે. હવે જોવું એ રહ્યું એ આગળ શું થાય છે

To Top